પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના દ્વારા લખાયેલો ગરબો ‘આવતી કળાય માડી આવતી કળાય’ શેર કર્યો
October 07th, 10:44 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેવી દુર્ગાની સ્તુતિ રૂપે લખાયેલા 'આવતી કળાય માડી આવતી કળાય' નામના ગરબો શેર કર્યો.ગુજરાતમાં ઇન્ફિનિટી ફોરમ 2.0ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનનો મૂળપાઠ
December 09th, 11:09 am
આજે સમગ્ર દુનિયા ભારત પાસેથી અપેક્ષા રાખીને બેઠી છે. અને આ બધું એમ જ નથી થઇ ગયું. આ ભારતની મજબૂત બની રહેલી અર્થવ્યવસ્થા અને છેલ્લાં 10 વર્ષમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનકારી સુધારાઓનું પ્રતિબિંબ છે. આ સુધારાઓએ દેશનો આર્થિક પાયો મજબૂત બનાવ્યો છે. મહામારી દરમિયાન, જ્યારે મોટાભાગના દેશો માત્ર આર્થિક અને નાણાકીય રાહત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, ત્યારે અમે લાંબા ગાળાની વૃદ્ધિ અને આર્થિક સામર્થ્યના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.પ્રધાનમંત્રીએ ઇન્ફિનિટી ફોરમ 2.0માં સંબોધન કર્યું
December 09th, 10:40 am
પ્રધાનમંત્રીએ સંમેલનને સંબોધન કરતાં ડિસેમ્બર, 2021માં ઇન્ફિનિટી ફોરમની પ્રથમ એડિશનના આયોજન દરમિયાન મહામારીને કારણે વૈશ્વિક આર્થિક સ્થિતિની અનિશ્ચિતતાનો સામનો કરતી દુનિયાને યાદ કરી હતી. હજુ પણ આ ચિંતાજનક સ્થિતિનું સંપૂર્ણપણે સમાધાન થયું નથી એ બાબત પર ભાર મૂકીને અને ભૂરાજકીય તણાવો, ઊંચી મોંઘવારી અને ઋણનું ઊંચું સ્તરના પડકારનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ મજબૂતી અને પ્રગતિના પ્રતીક તરીકે ભારતના વિકાસ વિશે વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ પ્રકારનાં સ્થિતિસંજોગોમાં ગિફ્ટ સિટીમાં આ પ્રકારની બેઠકનું આયોજન ગુજરાત માટે ગર્વની વાત છે અને તેના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જાય છે. પ્રધાનમંત્રીએ યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસા અંતર્ગત ‘ગરબા’ને સામેલ કરવા પર ગુજરાતના લોકોને અભિનંદન આપવાની તક પણ ઝડપી લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “ગુજરાતની સફળતા રાષ્ટ્રની સફળતા છે.”પ્રધાનમંત્રીએ યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ સૂચિમાં ગરબાના સમાવેશની પ્રશંસા કરી
December 06th, 08:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનેસ્કોની અમૂર્ત હેરિટેજ સૂચિમાં ગુજરાતના ગરબાના સમાવેશ પર ખુશી વ્યક્ત કરી હતી.પ્રધાનમંત્રીએ તેમના દ્વારા લખાયેલ ગરબા ગીત શેર કર્યા
October 15th, 11:19 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિની વહેલી પરોઢે એક ગરબો શેર કર્યો જે તેમણે પાછલા અઠવાડિયા દરમિયાન લખ્યો હતો.