દિલ્હીના લાલ કિલ્લા ખાતે ઇન્ડિયા આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન દ્વિવાર્ષિક 2023નાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 08th, 06:00 pm
દરેક રાષ્ટ્રનાં પોતાનાં પ્રતીકો હોય છે જે વિશ્વને તેના ભૂતકાળ અને તેનાં મૂલ્યોથી પરિચય કરાવે છે. અને, આ પ્રતીકોને ઘડવાનું કામ રાષ્ટ્રની કલા, સંસ્કૃતિ અને સ્થાપત્ય દ્વારા કરવામાં આવે છે. રાજધાની દિલ્હી તો આવાં ઘણાં પ્રતીકોનું કેન્દ્ર છે, જેમાં આપણને ભારતીય સ્થાપત્યની ભવ્યતાનાં દર્શન થાય છે.તેથી, દિલ્હીમાં આયોજિત થઈ રહેલા ‘ઈન્ડિયા આર્ટ આર્કિટેક્ચર એન્ડ ડિઝાઈન દ્વિવાર્ષિક’નું આ આયોજન ઘણી રીતે ખાસ છે. હું હમણાં જ અહીં બનાવાયેલા પેવેલિયન્સને જોઈ રહ્યો હતો, અને હું તમારી ક્ષમા પણ માગું છું કે હું મોડો પણ એટલા માટે આવ્યો કારણ કે ત્યાં ઘણી બધી એક એકથી ચઢિયારી જોવા અને સમજવા જેવી બાબતો છે કે મને આવવામાં મોડું થયું, અને તેમ છતાં મારે 2-3 જગ્યાઓ તો છોડવી પડી.આ પેવેલિયનમાં રંગો પણ છે અને સર્જનાત્મકતા પણ છે. તેમાં સંસ્કૃતિ પણ છે અને સમુદાયનું જોડાણ પણ છે. હું આ સફળ શરૂઆત માટે સંસ્કૃતિ મંત્રાલય, તેના તમામ અધિકારીઓ, તમામ સહભાગી દેશો અને તમને બધાને અભિનંદન આપું છું. આપણે ત્યાં કહેવાય છે કે પુસ્તક જે છે તે દુનિયાને જોવા માટે એક નાની બારી તરીકે શરૂ કરે છે. હું માનું છું કે કલા એ માનવ મનની અંદરનીયાત્રાનો મહામાર્ગ છે.પ્રધાનમંત્રીએ દિલ્હીનાં લાલ કિલ્લામાં પ્રથમ ભારતીય આર્ટ્, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ 2023નું ઉદઘાટન કર્યું
December 08th, 05:15 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પર આયોજિત પ્રથમ ભારતીય કળા, સ્થાપત્ય અને ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) 2023નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પર 'અમીર ભારત સેન્ટર ફોર ડિઝાઇન'નું ઉદઘાટન કર્યું હતું અને વિદ્યાર્થી બિએનેલ-સમુન્નાતીનું ઉદઘાટન કર્યું હતું. તેમણે એક સ્મારક સ્ટેમ્પ પણ લોન્ચ કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો એક તબક્કો પણ લીધો હતો. ઇન્ડિયન આર્ટ, આર્કિટેક્ચર એન્ડ ડિઝાઇન બિએનેલ (આઇએએડીબી) દિલ્હીમાં કલ્ચરલ સ્પેસના પરિચય તરીકે કામ કરશે.વિશ્વ શાંતિ માટે ક્રૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તન ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 03rd, 07:48 pm
કૃષ્ણગુરુ સેવાશ્રમ સાથે સંકળાયેલા આપ તમામ સંતો મનીષીઓ તથા ભક્તોને મારા સાદર પ્રણામ. કૃષ્ણગુરુ એકનામ અખંડ કિર્તનનું આ આયોજન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે. મને આનંદ છે કે જ્ઞાન, સેવા અને માનવતાની જે પ્રાચીન ભારતીય પરંપરાને કૃષ્ણગુરુજીએ આગળ ધપાવી તે આજે પણ સતત ગતિમાન છે. ગુરુકૃષ્ણ પ્રેમાંનદ પ્રભુ જી અને તેમના સહયોગના આશીર્વાદ તથા કૃષ્ણગુરુના ભક્તોના પ્રયાસથી આ આયોજનમાં એ દિવ્યતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મારી ઇચ્છા હતી કે આ પ્રસંગે હું આસામ આવીને આપ સૌની સાથે આ કાર્યક્રમમાં સામેલ થઈ જાઉં. મેં કૃષ્ણગુરુજીના પાવન તપોસ્થળી પર આવવાનો અગાઉ પણ ઘણો પ્રયાસ કર્યો છે. પરંતુ કદાચ મારા પ્રયાસોમાં કોઇક કમી રહી ગઈ કે હું ઇચ્છતો હતો તેમ છતાં અત્યાર સુધી આવી શક્યો નહીં. મારા મનોકામના છે કે કૃષ્ણગુરુના આશીર્વાદ મને એ અવસર આપે કે આવનારા સમયમાં ત્યાં આવીને હું આપ સૌને નમન કરું, આપ સૌના દર્શન કરું.પ્રધાનમંત્રીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનને સંબોધન કર્યું
February 03rd, 04:14 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આસામનાં બારપેટામાં કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસને સંબોધન કર્યું હતું. કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસ એક મહિના સુધી ચાલનારું કીર્તન છે, જેનું આયોજન 6 જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે કરવામાં આવ્યું છે.વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ-એમવી ગંગા વિલાસને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે લીલી ઝંડી બતાવવા અને વારાણસીમાં ટેન્ટ સિટીના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ
January 13th, 10:35 am
આજે લોહરીનો ઉમંગભર્યો તહેવાર છે. આગામી દિવસોમાં ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, ભોગી, બિહુ, પોંગલ જેવા અનેક તહેવારો પણ આપણે ઉજવીશું. હું દેશ અને દુનિયામાં આ તહેવારોની ઉજવણી કરી રહેલા તમામ લોકોને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું, ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવું છું.પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિશ્વની સૌથી લાંબી રિવર ક્રૂઝ યાત્રા - MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવી
January 13th, 10:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વના સૌથી લાંબી નદી પર ચાલનારા ક્રૂઝ- MV ગંગા વિલાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કર્યું હતું અને વારાણસી ખાતે ટેન્ટ સિટીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા 1000 કરોડથી વધુ મૂલ્યની અનેક અન્ય આંતરદેશીય જળમાર્ગોની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા હતા. રિવર ક્રૂઝ પર્યટનને વેગ આપવાના પ્રધાનમંત્રીના પ્રયાસોને અનુરૂપ, આ સેવાનો પ્રારંભ થવાથી રિવર ક્રૂઝની અત્યાર સુધી ઉપયોગમાં ન લેવાયેલી વિરાટ સંભાવનાઓના દ્વાર ખુલી જશે અને તે ભારત માટે રિવર ક્રૂઝ પર્યટનના નવા યુગનો આરંભ કરશે.