ગુજરાતના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સમાપન સંબોધનનો મૂળપાઠ
February 24th, 01:50 pm
તમે હમણાં જે ભારત વિષે કહ્યું મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા, ભારતના લોકોના સામર્થ્ય વિષે કહ્યું, સિદ્ધિઓ અને સંસ્કૃતિ વિષયમાં કહ્યું, મારા વિષે પણ ઘણું બધું કહ્યું. હું તેના માટે પ્રત્યેક ભારતવાસી તરફથી તમારો ખૂબ–ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે માત્ર ભારતનું જ ગૌરવ નથી વધાર્યું પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોને પણ સન્માન આપ્યું છે.ગુજરાતના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 24th, 01:49 pm
આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસનું પુનરાવર્તન થતું પણ જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં મારી અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી હતી અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક ભારત યાત્રાનો પ્રારંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ સાથે કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો તેઓ અમેરિકાથી સીધા અહીં પહોંચ્યા છે. આટલી લાંબી મુસાફરી બાદ ભારતમાં ઉતરતા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે સીધા સાબરમતી આશ્રમ ગયા અને પછી આ કાર્યક્રમમાં આવ્યા છે.પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે #NamasteTrumpમાં સંબોધન કર્યું
February 24th, 01:48 pm
પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ’ સામુદાયિક કાર્યક્રમમાં જનમેદનીને સંબોધી હતી. ભારત અને યુએસ વચ્ચેના સંબંધો અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણી વચ્ચે ઘણું બધુ સહિયારું છે: સહિયારા મૂલ્યો અને આદર્શો, ઉદ્યમશીલતા અને ઇનોવેશનનો સહિયારો જુસ્સો, સહિયારી તકો અને પડકારો, સહિયારી આશાઓ અને મહત્વાકાંક્ષાઓ.” પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા #NamasteTrump સામુદાયિક કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી.Principles of Gandhi ji act as a guide to protect humanity: PM
September 25th, 05:06 am
Prime Minister Modi, along with other world leaders inaugurated Gandhi Solar Park at the UN headquarters, in New York. Speaking at the event, PM Modi said, Gandhi ji never tried to create influence through his life but it became a source of inspiration. We are living in the era of 'how to impress' but Gandhi ji's vision was 'how to inspire'.પ્રધાનમંત્રી મોદી વિશ્વના અન્ય નેતાઓ સાથે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ગાંધી સોલર પાર્કનું ઉદ્ઘાટન કર્યું
September 25th, 05:05 am
પ્રધાનમંત્રી મોદી વિશ્વના અન્ય નેતાઓ સાથે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે ગાંધી સોલર પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, ગાંધીજીએ ક્યારેય તેમના જીવન દરમ્યાન પ્રભાવ બનાવવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ તે પ્રેરણાસ્ત્રોત બની ગયા. આપણે 'કેવી રીતે પ્રભાવિત કરવું' તે યુગમાં જીવી રહ્યા છીએ, પરંતુ ગાંધીજીની વિઝનમાં હતું 'કેવી રીતે પ્રેરિત કરવું'.