આજે વિશ્વભરના લોકો ભારત વિશે વધુ જાણવા માંગે છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 27th, 11:30 am

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. 'મન કી બાત'માં આપ સહુનું સ્વાગત છે. જો તમે મને પૂછો કે મારા જીવનની સૌથી યાદગાર પળો કઈ-કઈ રહી તો અનેક ઘટના યાદ આવે છે, પરંતુ તેમાંથી એક પળ એવી છે, જે ખૂબ જ વિશેષ છે, તે પળ હતી, જ્યારે ગત વર્ષે 15 નવેમ્બરે હું ભગવાન બિરસા મુંડાની જયંતી પર તેમના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાતૂ ગામ ગયો હતો. આ યાત્રાનો મારા પર ખૂબ જ મોટો પ્રભાવ પડ્યો હતો. હું દેશનો પ્રથમ પ્રધાનમંત્રી છું, જેને આ પવિત્ર ભૂમિની માટીને પોતાના મસ્તક પર લગાવવાનું સૌભાગ્ય મળ્યું. તે ક્ષણે, મને ન માત્ર સ્વતંત્રતા સંગ્રામની શક્તિ અનુભવાઈ, પરંતુ, આ ધરતીની શક્તિ સાથે જોડાવાનો પણ અવસર મળ્યો. મને એવી અનુભૂતિ થઈ કે એક સંકલ્પને પૂરા કરવાનું સાહસ કેવી રીતે દેશના કરોડો લોકોનું ભાગ્ય બદલી શકે છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું

August 15th, 03:04 pm

તેમના ભાષણના મુખ્ય અંશો નીચે મુજબ છે

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

August 15th, 01:09 pm

આજે એ પાવન પળ છે, જ્યારે આપણે દેશ માટે પોતાના જીવનનું બલિદાન આપનારા, દેશની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કરનારા અસંખ્ય પૂજ્ય વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમણે જીવનભર સંઘર્ષ કર્યો, ભારત માતા કી જયના નારા સાથે બહાદુરીથી ફાંસીને ગળે લગાવી. તેમના ધૈર્ય, સંકલ્પ અને દેશભક્તિના ગુણોને યાદ કરવાનો તહેવાર છે. આ વીરજવાનોને કારણે જ આઝાદીના આ પર્વ પર આપણને મુક્તપણે શ્વાસ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. દેશ તેમનો ખૂબ જ ઋણી છે. આવા દરેક મહાન વ્યક્તિત્વ પ્રત્યે આપણે આદર વ્યક્ત કરીએ છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ભારતના ભવિષ્ય માટે મહત્ત્વાકાંક્ષી વિઝન પ્રસ્તુત કર્યું

August 15th, 10:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78માં સ્વતંત્રતા દિવસનાં તેમનાં ભાષણમાં ભવિષ્યનાં લક્ષ્યાંકોની શ્રેણીની રૂપરેખા રજૂ કરી હતી, જેનો ઉદ્દેશ ભારતની વૃદ્ધિને આકાર આપવાનો, નવીનતાને વેગ આપવાનો અને વિવિધ ક્ષેત્રોમાં દેશને વૈશ્વિક નેતા તરીકે સ્થાપિત કરવાનો છે.

ભારત 78મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે

August 15th, 07:30 am

78મા સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ ભારતના ભવિષ્ય માટે એક વિઝનની રૂપરેખા પ્રસ્તુત કરી. 2036 ઓલિમ્પિકની યજમાનીથી લઈને બિનસાંપ્રદાયિક નાગરિક સંહિતાની હિમાયત કરવા સુધી, વડાપ્રધાન મોદીએ ભારતની સામૂહિક પ્રગતિ અને દરેક નાગરિકના સશક્તિકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે નવા જોમથી સાથે ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રાખવાની વાત કરી. નવીનતા, શિક્ષણ અને વૈશ્વિક નેતૃત્વ પર ધ્યાન કેન્દ્રિત કરીને, તેમણે પુનઃપુષ્ટિ કરી કે ભારતને 2047 સુધીમાં વિકસિત ભારત બનવાથી કોઈ રોકી શકશે નહીં.

India’s Top Gamers Meet ‘Cool’ PM Modi

April 13th, 12:33 pm

Prime Minister Narendra Modi engaged in a unique interaction with India's top gamers, immersing himself in the world of PC and VR gaming. During the session, Prime Minister Modi actively participated in gaming sessions, showcasing his enthusiasm for the rapidly evolving gaming industry.