ભારત ફરીથી ચંદ્ર પર જાય છે: આ વખતે ચંદ્ર પર ઉતર્યા પછી પૃથ્વી પર પાછા આવવાનું છે

September 18th, 04:32 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની તકનીકીઓ વિકસાવવા અને પ્રદર્શિત કરવા અને ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરવા અને પૃથ્વી પર તેનું વિશ્લેષણ કરવા માટે ચંદ્રયાન -4 નામના ચંદ્ર પરના મિશનને મંજૂરી આપી દીધી છે. ચંદ્રયાન-4નું આ મિશન આખરે ભારતના ચંદ્ર પર ઉતરાણ (વર્ષ 2040 સુધીમાં આયોજિત) માટે પાયાની ટેકનોલોજીની ક્ષમતાઓ પ્રાપ્ત કરશે અને સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફરશે. ડોકિંગ/અનડોકિંગ, લેન્ડિંગ, સલામત પૃથ્વી પર પરત ફરવા અને ચંદ્રના નમૂનાના સંગ્રહ અને વિશ્લેષણને પરિપૂર્ણ કરવા માટે જરૂરી મુખ્ય તકનીકો દર્શાવવામાં આવશે.

ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનાં શુભારંભ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ

October 26th, 10:59 pm

ગોવાના રાજ્યપાલ શ્રીમાન પી એસ શ્રીધરન પિલ્લઈજી, અહીંના લોકપ્રિય અને યુવાન, ઊર્જાવંત મુખ્યમંત્રી શ્રી પ્રમોદ સાવંદજી, રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા અન્ય સાથીદારો, મંચ પર ઉપસ્થિત અન્ય જનપ્રતિનિધિઓ, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ બહેન પી ટી ઉષાજી, દેશના ખૂણેખૂણામાંથી આવેલા મારા તમામ ખેલાડી સાથીદારો, તેમને સાથસહકાર આપતા કર્મચારીઓ, અન્ય પદાધિકારીઓ અને નવયુવાન મિત્રો, ભારતીય ખેલના મહાકુંભની મહાસફર આજે ગોવી આવી ગઈ છે. દરેક તરફ રંગ છે..તરંગ છે...રોમાંચ છે...એક પ્રકારનો ઉત્સાહ જોવા મળે છે. ગોવાની હવાની વાત જ અલગ છે. તમને તમામને 37મા રાષ્ટ્રીય રમતોત્સવ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ, અતિ શુભેચ્છાઓ.

પ્રધાનમંત્રી શ્રીએ ગોવામાં 37મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદઘાટન કર્યું

October 26th, 05:48 pm

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રમત-ગમતના મહાકુંભની સફર ગોવામાં આવી પહોંચી છે અને વાતાવરણ રંગો, તરંગો, ઉત્સાહ અને સાહસથી ભરેલું છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગોવાની આભા જેવું બીજું કશું જ નથી. તેમણે ગોવાનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં અને 37માં રાષ્ટ્રીય રમતોત્સવ પર શુભેચ્છાપાઠવી હતી. પ્રધાનમંત્રીએ દેશની રમતગમતમાં ગોવાનાં પ્રદાનને રેખાંકિત કર્યું હતું અને ગોવાનાં ફૂટબોલ પ્રત્યેનાં પ્રેમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, રમતગમતને ચાહતા ગોવામાં રાષ્ટ્રીય રમતો યોજાઈ રહી છે, એ હકીકત સ્વયંમાં ઊર્જાવાન છે.

પ્રધાનમંત્રીએ મિશન ગગનયાન ટીવી D1 ટેસ્ટ ફ્લાઇટના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી

October 21st, 12:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિશન ગગનયાન ટીવી ડી1 ટેસ્ટ ફ્લાઇટના સફળ પ્રક્ષેપણની પ્રશંસા કરી છે અને ટિપ્પણી કરી છે કે તે રાષ્ટ્રને ભારતના પ્રથમ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમને સાકાર કરવા માટે એક ડગલું વધુ નજીક લઈ જશે.

પ્રધાનમંત્રીએ ગગનયાન મિશનની તૈયારીની સમીક્ષા કરી

October 17th, 01:53 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના ગગનયાન મિશનની પ્રગતિનું મૂલ્યાંકન કરવા અને ભારતના અવકાશ સંશોધનના પ્રયાસોના ભવિષ્યની રૂપરેખા તૈયાર કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.