ગુજરાતના ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 10th, 10:30 am

2024 માટે આપ સૌને ઘણી બધી શુભેચ્છાઓ! તાજેતરમાં જ ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે. અને હવે ભારત આગામી 25 વર્ષ માટે લક્ષ્ય પર કામ કરી રહ્યું છે. ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું છે અને તેથી આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. આ નવા સપના, નવા સંકલ્પો અને હંમેશા નવી સિદ્ધિઓનો સમયગાળો છે. આ અમૃતકાળમાં આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાઈ રહી છે. અને તેથી તેનું મહત્વ વધુ વધ્યું છે. આ સમિટમાં આવેલા 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભારતની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ સહયોગી છે. હું આપ સૌનું સ્વાગત અને અભિનંદન કરું છું.

પ્રધાનમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના 10મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું

January 10th, 09:40 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના 10મા સંસ્કરણનું ઉદઘાટન કર્યું હતું. આ વર્ષની સમિટની થીમ 'ગેટવે ટુ ધ ફ્યુચર' છે અને તેમાં 34 ભાગીદાર દેશો અને 16 ભાગીદાર સંગઠનોની ભાગીદારી શામેલ છે. આ સમિટનો ઉપયોગ પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રાલય દ્વારા પૂર્વોત્તર ક્ષેત્રમાં રોકાણની તકો પ્રદર્શિત કરવા માટે એક મંચ તરીકે પણ થઈ રહ્યો છે.

વર્ચ્યુઅલ G-20 સમિટમાં પ્રધાનમંત્રીનું સમાપન નિવેદન (નવેમ્બર 22, 2023)

November 22nd, 09:39 pm

હું ફરી એકવાર તમારા મૂલ્યવાન વિચારોની પ્રશંસા કરું છું. તમે જે ખુલ્લા મનથી તમારા વિચારો વ્યક્ત કર્યા તે બદલ હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણે નવી દિલ્હી ઘોષણાપત્રમાં ઘણા ક્ષેત્રોમાં સામાન્ય પ્રતિબદ્ધતાઓ કરી હતી. આજે આપણે ફરીથી તે પ્રતિબદ્ધતાઓને આગળ વધારવાનો સંકલ્પ કર્યો છે. વિકાસ એજન્ડા ઉપરાંત, અમે વૈશ્વિક પરિસ્થિતિઓ અને તેના આર્થિક અને સામાજિક અસરો પર પણ મંતવ્યો શેર કર્યા.

વર્ચ્યુઅલ જી-20 શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન

November 22nd, 06:37 pm

મને યાદ છે, જ્યારે મારા મિત્ર અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ મને ગયાં વર્ષે 16 નવેમ્બરે સેરિમોનિયલ ગેવલ સોંપ્યો હતો, ત્યારે મેં કહ્યું હતું કે આપણે સાથે મળીને G-20ને સમાવિષ્ટ, મહત્વાકાંક્ષી, ક્રિયા-લક્ષી અને નિર્ણાયક બનાવીશું. એક વર્ષમાં આપણે સૌએ મળીને આ કરી બતાવ્યું છે. આપણે સૌએ સાથે મળીને G-20ને નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ.

ભારતનાં જી20 નેતૃત્વ માટેનાં લોગો, થીમ અને વેબસાઇટનાં અનાવરણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

November 08th, 07:31 pm

મારા પ્રિય દેશવાસીઓ અને વિશ્વ સમુદાયના તમામ પરિવારજનો, થોડા દિવસો પછી, 1 ડિસેમ્બરથી, ભારત જી-20ની અધ્યક્ષતા કરશે. આ ભારત માટે એક ઐતિહાસિક અવસર છે. આજે આ સંદર્ભમાં આ સમિટની વેબસાઇટ, થીમ અને લોગો લૉન્ચ કરવામાં આવ્યાં છે. હું આ પ્રસંગે તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું

November 08th, 04:29 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે ભારતના જી-20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.