લખનૌ, ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક રોકાણકાર શિખર 2023 ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 10th, 11:01 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદી બહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જી, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય જી, બ્રજેશ પાઠક જી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી તથા અહીં લખનૌના પ્રતિનિધિ શ્રીમાન રાજનાથ સિંહ જી, અલગ અલગ દેશોમાંથી આવેલા આપ તમામ વરિષ્ઠ મહાનુભાવો, ઉત્તર પ્રદેશના તમામ મંત્રીગણ તથા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિત (વૈશ્વિક રોકાણકાર શિખર)માં પધારેલા ઉદ્યોગ જગતના સન્માનનીય સદસ્ય, ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમૂદાય, નીતિ ઘડવૈયા, કોર્પોરેટ્સના આગેવાનો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું
February 10th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023નું ઉદ્ઘાટન કર્યું. તેમણે વૈશ્વિક વેપાર શોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને આ કાર્યક્રમ દરમિયાન ઇન્વેસ્ટ યુપી 2.0 લોન્ચ કર્યું હતું. ઉત્તરપ્રદેશ વૈશ્વિક રોકાણકાર સંમેલન 2023 એ ઉત્તરપ્રદેશ સરકારનું મુખ્ય રોકાણકાર સંમેલન છે જે નીતિ નિર્માતાઓ, ઉદ્યોગજગતના અગ્રણીઓ, શિક્ષણવિદો, થિંક ટેન્ક અને દુનિયાભરના અગ્રણીઓને સામૂહિક રીતે વ્યવસાયની તકો શોધવા માટે અને ભાગીદારી બનાવવા માટે એક મંચ પર આવશે. પ્રધાનમંત્રીએ અહીં યોજાયેલા પ્રદર્શનમાં પ્રદર્શન પણ લટાર મારી હતી.મંત્રીમંડળે ખાદ્ય તેલ- ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશનના અમલીકરણને મંજૂરી આપી
August 18th, 11:54 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ખાદ્ય તેલ– ઓઇલ પામ પર રાષ્ટ્રીય મિશન (NMEO-OP) તરીકે ઓળખતા ઓઇલ પામ પર નવા મિશનના પ્રારંભ માટે મંજૂરી આપી દીધી છે. કેન્દ્ર દ્વારા આ નવી પ્રાયોજિત યોજનામાં પૂર્વોત્તરના પ્રદેશો અને આંદામાન અને નિકોબારના ટાપુઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. ખાદ્ય તેલોની આયાત પર ઘણી મોટી નિર્ભરતાના કારણે, સ્થાનિક સ્તરે જ ખાદ્ય તેલનું ઉત્પાદન વધારવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેમાં ઓઇલ પામનું વધતું ક્ષેત્ર અને ઉત્પાદકતા મહત્વની ભૂમિકા નિભાવે છે.