ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.ગુજરાતનાં ગાંધીનગરમાં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારંભ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 23rd, 06:51 pm
ગુજરાતના રાજ્યપાલ શ્રીમાન ઓ પી કોહલીજી, મુખ્યમંત્રી શ્રી રૂપાણીજી, ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ, મંત્રી પરિષદના તેમના સહયોગી શ્રીમાન ભુપેન્દ્રજી ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ જાડેજા, ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર જર્નલ ડૉ. જે. એમ. વ્યાસ, પદવીદાનમાં ઉપસ્થિત તમામ મહાનુભવો, પુરસ્કાર વિજેતા વિદ્યાર્થીઓ, તેમના અભિભાવક અને આજે પ્રધાનમંત્રીનાં વિશેષ અતિથિ એવા જે શાળાના બાળકો જેઓ આવ્યા છે તેઓ મારા ખાસ મહેમાનો છે. ભાઈઓ અને બહેનો આપ સૌનું ગુજરાતની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ચોથા પદવીદાન સમારંભમાં હું પણ હૃદયપૂર્વક ખૂબ-ખૂબ સ્વાગત કરું છું. અને આ સ્વાગત હું એટલા માટે કરી રહ્યો છું કે કોઈ ભૂલ ન કરી બેસે કે હું અહિં અતિથિ છું. સૌથી પહેલા હું તે વિદ્યાર્થીઓને હૃદયથી અભિનંદન પાઠવું છું, જેમને આજે પદવી મળી રહી છે અને જેઓ પોતાના જીવનમાં આગળ ખૂબ મહત્ત્વપૂર્ણ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. હું તમામ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓના માતા-પિતા અને તેમના પરિવારના અન્ય સદસ્યોને પણ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. તેમનો ઉછેર, તેમના પ્રયત્નો અને તેમના પરિશ્રમ વડે જ આજે તેમની લાડકી દીકરી અને લાડકો દીકરો સફળતાના આ શિખર પર પહોંચી શક્યા છે.પ્રધાનમંત્રીએ ગુજરાત ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી
August 23rd, 06:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ફોરેન્સિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયનાં પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી.PM addresses Conference of Directors General of Police
December 20th, 03:22 pm