મહારાષ્ટ્રના વર્ધામાં રાષ્ટ્રીય 'પીએમ વિશ્વકર્મા' કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 20th, 11:45 am
બે દિવસ પહેલા જ આપણે બધાએ વિશ્વકર્મા પૂજાનો તહેવાર ઉજવ્યો હતો. અને આજે, વર્ધાની પવિત્ર ભૂમિ પર, આપણે પીએમ વિશ્વકર્મા યોજનાની સફળતાની ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ દિવસે 1932માં મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા વિરુદ્ધ અભિયાનની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં વિશ્વકર્મા યોજનાના એક વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી, આ વિનોબા ભાવેની આ સાધનાનું સ્થળ, આ મહાત્મા ગાંધીનું કાર્યસ્થળ, આ વર્ધાની ભૂમિ, આ સિદ્ધિ અને પ્રેરણાનો એવો સંગમ છે જે વિકસિત ભારતના આપણા સંકલ્પોને નવી ઊર્જા આપશે. વિશ્વકર્મા યોજના દ્વારા, અમે સખત પરિશ્રમ દ્વારા સમૃદ્ધિ હાંસલ કરવાનો સંકલ્પ કર્યો છે અને વર્ધામાં બાપુની પ્રેરણા તે સંકલ્પોને પરિપૂર્ણ કરવા માટેનું માધ્યમ બનશે. હું આ પ્રસંગે આ યોજના સાથે જોડાયેલા તમામ લોકોને, દેશભરના તમામ લાભાર્થીઓને અભિનંદન આપું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું
September 20th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રનાં વર્ધામાં રાષ્ટ્રીય પ્રધાનમંત્રી વિશ્વકર્મા કાર્યક્રમને સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ 'આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ' યોજના અને 'પુણ્યશ્લોક અહલ્યાદેવી હોલકર વિમેન સ્ટાર્ટઅપ સ્કીમ' લોંચ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી વિશ્વકર્મા લાભાર્થીઓને પ્રમાણપત્રો અને લોન જાહેર કરી હતી તથા પ્રધાનમંત્રી વિશ્વકર્મા હેઠળ પ્રગતિનાં એક વર્ષનાં પ્રતીક સ્વરૂપે એક સ્મારક સ્ટેમ્પ પણ બહાર પાડ્યો હતો. શ્રી મોદીએ મહારાષ્ટ્રનાં અમરાવતીમાં પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપરલ (પીએમ મિત્ર) પાર્કનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનની શરૂઆત કરી હતી.ભારત ટેક્સ 2024, નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 26th, 11:10 am
કેબિનેટમાં મારા સાથીદારો, પીયૂષ ગોયલ જી, દર્શના જરદોશજી, વિવિધ દેશોના રાજદૂતો, વરિષ્ઠ રાજદ્વારીઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારોના અધિકારીઓ, ફેશન અને ટેક્સટાઈલ જગત સાથે સંકળાયેલા તમામ મિત્રો, યુવા ઉદ્યોગ સાહસિકો, વિદ્યાર્થીઓ, આપણા વણકરો અને આપણા કારીગર મિત્રો, દેવીઓ અને સજ્જનો! ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા ભારત ટેક્સ પર આપ સૌને અભિનંદન! આજનો પ્રસંગ પોતાનામાં ખૂબ જ ખાસ છે. ખાસ કરીને કારણ કે તે ભારતના બે સૌથી મોટા પ્રદર્શન કેન્દ્રો, ભારત મંડપમ અને યશોભૂમિમાં એક સાથે થઈ રહ્યું છે. આજે 3 હજારથી વધુ પ્રદર્શકો...100 દેશોમાંથી લગભગ 3 હજાર ખરીદદારો...40 હજારથી વધુ વેપાર મુલાકાતીઓ...આ ઇવેન્ટ સાથે એકસાથે સંકળાયેલા છે. આ ઈવેન્ટ ટેક્સટાઈલ ઈકોસિસ્ટમના તમામ હિતધારકો અને સમગ્ર મૂલ્ય શૃંખલાને એકસાથે આવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે.પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું
February 26th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે દેશમાં આયોજિત થનારા સૌથી મોટા વૈશ્વિક ટેક્સટાઇલ કાર્યક્રમોમાંના એક એવા ભારત ટેક્સ 2024નું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનની પણ ઝાંખી કરાવી હતી.Exchange of MoUs in the presence of Prime Minister, on the sidelines of the inauguration of Make in India Centre
February 13th, 04:27 pm