એક્સ્પો 2020 દુબઈ ખાતે ભારતીય પેવેલિયનમાં મેળાવડાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
October 01st, 08:55 pm
એક્સ્પો 2020 દુબઈ ખાતે ભારતીય પેવેલિયનમાં આપ સૌનું સ્વાગત છે. આ એક ઐતિહાસિક એક્સ્પો છે. મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારું આ પ્રથમ છે. આ એક્સ્પોમાં ભારત એના સૌથી મોટા પેવેલિયન્સ પૈકીના એક સાથે ભાગ લઈ રહ્યું છે. મને ખાતરી છે કે યુએઈ અને દુબઈ સાથે આપણા ગાઢ અને ઐતિહાસિક સંબંધો વધુ નિર્માણ કરવામાં આ એક્સ્પો લાંબી મજલ કાપશે. સરકાર અને ભારતના લોકો વતી હું સૌ પ્રથમ યુએઈના પ્રમુખ અને અબુધાબીના શાસક મહામહિમ શ્રી શેખ ખલિફા બિન ઝાયેદ બિન અલ નહ્યાનને શુભકામનાઓ પાઠવીને શરૂઆત કરવા માગું છું.એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રીનો સંદેશ
October 01st, 08:54 pm
એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંદેશ દરમિયાન આ એક્સ્પોને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે, “મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારો આ પ્રથમ એક્સ્પો છે. મને ખાતરી છે કે, UAE અને દુબઇ સાથે આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું વધુ આગળ નિર્માણ કરવા માટે આ એક્સ્પો ઘણો ઉપયોગી થશે.” પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ અને અબુધાબીના રાજા મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ બિન અલ ન્હાયન, UAEના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તેમજ દુબઇના રાજા શેખ મોહંમદ બીન રશીદ અલ મક્તૌમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ ન્હાયનને પણ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, “આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં જે પ્રગતિ પ્રાપ્ત થઇ છે તેમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે હું તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે તત્પર છુ.”પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે ટેલિફોનિક સંવાદ
September 03rd, 10:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિનું સકારાત્મક રીતે મૂલ્યાંકન કર્યુ.