ભારતીય અવકાશ સંગઠનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 11th, 11:19 am
તમારી યોજનાઓ, તમારા વિઝનને સાંભળીને તથા તમારા સૌનો જુસ્સો જોઈને મારો ઉત્સાહ પણ અનેક ઘણો વધી ગયો છે.પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો
October 11th, 11:18 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના રાજ્યના વડાઓની કાઉન્સિલની 21મી સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 17th, 12:22 pm
શરૂઆતમાં, હું એસસીઓ કાઉન્સિલના સફળ અધ્યક્ષપદે રાષ્ટ્રપતિ રહમોનને અભિનંદન આપું છું. સંસ્થાએ તાજિક પ્રેસિડેન્સીમાં પડકારરૂપ વૈશ્વિક અને પ્રાદેશિક વાતાવરણમાં અસરકારક રીતે સંચાલન કર્યું છે. તાજિકિસ્તાનની આઝાદીની 30મી વર્ષગાંઠના આ વર્ષમાં, સમગ્ર ભારત વતી, હું તમામ તાજિક ભાઈઓ અને બહેનોને અને રાષ્ટ્રપતિ રહમોનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું.ઉત્તર પ્રદેશમાં પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 05th, 01:01 pm
આજે તમારા બધાની સાથે વાત કરીને બહુ સંતોષ થઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે દિલ્હીથી અન્નનો જે એક એક દાણો મોકલવામાં આવ્યો, તે દરેક લાભાર્થીની થાળી સુધી પહોંચી રહ્યો છે. સંતોષ એ વાતનો કે પહેલાંની સરકારોના સમયમાં ઉત્તર પ્રદેશમાં ગરીબના અનાજની જે લૂંટ ચાલતી હતી તેના માટે હવે તે રસ્તો નથી બચ્યો. યુપીમાં જે રીતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લાગુ કરવામાં આવી રહી છે, તે નવા ઉત્તર પ્રદેશની ઓળખને વધારે મજબૂત કરે છે. મને તમારી સાથે વાત કરીને બહુ સારું લાગ્યું અને જે હિંમત સાથે તમે કહી રહ્યા હતા, જે વિશ્વાસ સાથે બોલી રહ્યા હતા. અને સચ્ચાઈ, તમારા દરેક શબ્દમાં સચ્ચાઈ નીકળતી હતી. તેનાથી મને એટલો સંતોષ મળ્યો. તમારા લોકો માટે કામ કરવા માટે મારો ઉત્સાહ આજે વધી ગયો છે. ચાલો, તમારી સાથે વાત કરીને તો જેટલી વાતો કરીએ એટલી ઓછી પડી જશે. ચાલો હવે કાર્યક્રમ તરફ જઈએ.પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી
August 05th, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરી હતી. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.e-RUPI ડિજીટલ પેમેન્ટ સોલ્યુશનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 02nd, 04:52 pm
આજે આ મહત્વના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જોડાયેલા તમામ રાજ્યપાલ મહોદયો, લેફ્ટેનન્ટ ગવર્નરો, કેન્દ્રના મંત્રી મંડળના મારા સાથીદારો, રિઝર્વ બેંકના ગવર્નર, રાજયોના મુખ્ય સચિવો, અલગ-અલગ ઔદ્યોગિક સંગઠનો સાથે જોડાયેલા સાથીઓ, સ્ટાર્ટઅપ, ફીનટેકની દુનિયા સાથે જોડાયેલ મારા યુવા સાથીદારો, બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી ઉકેલ ઈ-રૂપિ(e-RUPI) નો આરંભ કર્યો
August 02nd, 04:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી એક વ્યક્તિ વિશિષ્ટ અને હેતુ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉપાય ઈ-રૂપિ (e-RUPI)ની શરૂઆત કરી હતી. ઈ-રૂપિ એ ડિજિટલ ચૂકવણી માટેનું એક રોકડ રહિત અને સંપર્કરહિત સાધન છે.