કેબિનેટે રૂ. 6,798 કરોડનાં અંદાજિત ખર્ચ સાથેનાં બે પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને કનેક્ટિવિટી પ્રદાન કરવા, મુસાફરીમાં સરળતા લાવવા, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવા, ઓઇલ આયાત ઘટાડવા અને કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટે પાંચ વર્ષમાં પૂર્ણ થશે
October 24th, 03:12 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની મંત્રીમંડળીય સમિતિ (સીસીઈએ)એ રેલવે મંત્રાલયની બે પરિયોજનાઓને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ અંદાજિત ખર્ચ રૂ. 6,798 કરોડ (અંદાજે) છે.