ગુજરાતનાં એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
September 23rd, 04:26 pm
આ રાષ્ટ્રીય સંમેલનમાં અને ખાસ કરીને એકતા નગરમાં આપ સૌનું સ્વાગત છે. હું એકતા નગરમાં આ રાષ્ટ્રીય પરિષદને પોતાનામાં જ મહત્વપૂર્ણ માનું છું. આપણે વનની વાત કરીએ, આપણા આદિવાસી ભાઈ-બહેનોની વાત કરીએ, આપણે વન્ય જીવનની વાતો કરીએ, જળ સંરક્ષણની ચર્ચા કરીએ, આપણે પ્રવાસનની વાત કરીએ, આપણે પ્રકૃતિ અને પર્યાવરણ અને વિકાસની વાતો કરીએ, એક રીતે એકતા નગરનો જે સંપૂર્ણ વિકાસ થયો છે તે પોતાનામાં જ આ સંદેશ આપે છે, વિશ્વાસ જન્માવે છે કે વન અને પર્યાવરણ ક્ષેત્ર માટે આજે એકતા નગર એક તીર્થક્ષેત્ર બની ગયું છે. આપ પણ આ જ ક્ષેત્ર સાથે જોડાયેલા મંત્રીઓ અને અધિકારીઓ આવ્યા છો. હું ઇચ્છીશ કે એકતા નગરમાં તમે જે પણ સમય વિતાવશો, તે બારીકાઈઓનું જરૂરથી અવલોકન કરજો જેમાં પર્યાવરણ પ્રત્યે, આપણા આદિવાસી સમાજ પ્રત્યે, આપણા વન્યજીવો પ્રત્યે કેટલી સંવેદનશીલતા સાથે કાર્ય રચના કરવામાં આવી છે, નિર્માણ કાર્ય થયું છે અને ભવિષ્યમાં, દેશના અનેક ખૂણામાં વન પર્યાવરણની રક્ષા કરવાની સાથે સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધી શકાય છે, એનું તમને તેમાંથી ઘણું બધું અહીં જોવા-સમજવા મળશે.PM inaugurates the National Conference of Environment Ministers of all States in Ekta Nagar, Gujarat
September 23rd, 09:59 am
PM Modi inaugurated National Conference of Environment Ministers in Ekta Nagar, Gujarat via video conferencing. He said that the role of the Environment Ministry was more as a promoter of the environment rather than as a regulator. He urged the states to own the measures like vehicle scrapping policy and ethanol blending.પ્રધાનમંત્રી શ્રી 23મી સપ્ટેમ્બરે તમામ રાજ્યોના પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે
September 21st, 04:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23મી સપ્ટેમ્બર, 2022ના રોજ સવારે 10:30 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાતના એકતા નગરમાં પર્યાવરણ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ સભાને પણ સંબોધિત કરશે.આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી: પ્રધાનમંત્રી
August 14th, 07:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણા માટે ગૌરવની વાત છે કે ચાર ભારતીય સ્થળોને રામસર માન્યતા મળી છે.શ્રી અનીલ માધવ દવેના અવસાન પર શોકની લાગણી વ્યક્ત કરતા PM
May 18th, 10:56 am
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પર્યાવરણ મંત્રી શ્રી અનીલ માધવ દવેના અવસાન પર શોકની લાગણી વ્યક્તિ કરી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “મારા મિત્ર અને આદરણીય સાથી, પર્યાવરણ મંત્રી અનીલ માધવ દવેજીના અચાનક થયેલા અવસાનથી હું ઉંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. મારી શ્રદ્ધાંજલિ. અનીલ માધવ દવેજી કાયમ એક સમર્પિત જાહેર ક્ષેત્રના અગ્રણી તરીકે યાદ રાખવામાં આવશે. તેઓ પર્યાવરણના સંરક્ષણ માટે અત્યંત જુસ્સો ધરાવતા હતા. હું અનીલ માધવ દવેજી સાથે ગઈકાલે સાંજ સુધી હતો અને મહત્ત્વના નીતિગત મામલાઓ પર અમે વિચાર વિમર્શ કર્યો હતો. આ મરણ એ મારા માટે અંગત ખોટ છે.”