સૌર અને અવકાશ ક્ષેત્રે ભારતના અજાયબીઓથી વિશ્વ આશ્ચર્યચકિત છે: મન કી બાત દરમિયાન પીએમ મોદી

October 30th, 11:30 am

ગુજરાતના અનેક હિસ્સાઓમાં છઠનું મોટા સ્તર પર આયોજન થવા લાગ્યું છે. મને તો યાદ છે કે પહેલાં ગુજરાતમાં આટલી છઠ પૂજા નહોતી થતી. પરંતુ સમયની સાથે આજે લગભગ આખા ગુજરાતમાં છઠ પૂજાના રંગ નજરે પડવા લાગ્યા છે. આ જોઈને મને પણ ખૂબ જ આનંદ થાય છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિદેશોમાં થી પણ છઠ પૂજાની કેટલી ભવ્ય તસવીરો સામે આવે છે. એટલે કે ભારતનો સમૃદ્ધ વારસો, આપણી આસ્થા, દુનિયાના ખૂણા-ખૂણામાં પોતાની ઓળખ વધારી રહ્યાં છે. આ મહાપર્વમાં સહભાગી થનારા દરેક આસ્થાવાનને મારા તરફથી ખૂબ-ખૂબ શુભકામનાઓ.

ઊર્જા ક્ષેત્રની સુધારેલી વિતરણ સેક્ટર યોજનાના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 30th, 12:31 pm

આઝાદી બાદ આ અમૃતકાળમાં ભારતે આગામી 25 વર્ષના વિઝન પર કામ શરૂ કરી દીધું છે. આગામી 25 વર્ષમાં ભારતની પ્રગતિને વેગ આપવામાં એનર્જી (ઊર્જા) સેક્ટર, પાવર (વિજળી) સેક્ટરની ઘણી મોટી ભૂમિકા છે. એનર્જી ક્ષેત્રની મજબૂતી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (વ્યાપાર કરવામાં સરળતા) માટે પણ જરૂરી છે અને ઇઝ ઓફ લિવિંગ (સરળ જીવન) માટે પણ એટલી જ મહત્વની છે. આપણે સૌએ જોયું છે કે હમણાં જ જે લાભાર્થીઓ સાથે મારી વાતચીત થઈ તેમના જીવનમાં વિજળી કેટલો મોટો ફેરફાર લાવી છે.

PM launches Power Sector’s Revamped Distribution Sector Scheme

July 30th, 12:30 pm

PM Modi participated in the Grand Finale marking the culmination of ‘Ujjwal Bharat Ujjwal Bhavishya – Power @2047’. He launched the Revamped Distribution Sector Scheme as well as launched various green energy projects of NTPC. Four different directions were worked together to improve the power system - Generation, Transmission, Distribution and Connection, the PM added.

પ્રધાનમંત્રી 23 નવેમ્બરના રોજ સંસદસભ્યો માટે બનેલા બહુમાળી આવાસનું ઉદઘાટન કરશે

November 21st, 04:28 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 23 નવેમ્બર 2020ના રોજ સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સંસદસભ્યો માટે બનેલા બહુમાળી આવાસનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલા પણ ઉપસ્થિત રહેશે.

ઈન્ડીયા એનર્જી ફોરમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 26th, 05:22 pm

ઈન્ડીયા એનર્જી ફોરમ CERA વીકની ચોથી એડીશનમાં આપ સૌને હાજર રહેલા જોઈને મને અત્યંત આનંદ થાય છે. આ પ્રસંગે ડો. ડેનિયસ યારગીનને ઉર્જા ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ હું તેમને અભિનંદન પાઠવુ છું. હું તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા તેમના પુસ્તક “ન્યુ મેપ” બદલ પણ તેમને અભિનંદન પાઠવુ છું.

પ્રધાનમંત્રીએ ચોથી ભારત ઉર્જા પરિષદના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું

October 26th, 05:19 pm

પ્રધાનમંત્રીએ આજે ચોથા ભારત ઉર્જા મંચ CERA સપ્તાહના ઉદ્ઘાટન પ્રસંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ સંસ્કરણની થીમ “પરિવર્તનની દુનિયામાં ભારતનું ઉર્જા ભવિષ્ય” છે.

થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની કામગીરીની સુવર્ણ જયંતીની ઉજવણીનાં ઉપક્રમે પ્રધાનમંત્રી મોદીનાં વક્તવ્યનો મુળપાઠ

November 03rd, 11:08 am

આપણે અહીં સુવર્ણ ભૂમિ, થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણ જયંતી કે ગોલ્ડન જ્યુબિલીની ઉજવણી કરવા એકત્ર થયા છીએ. આ ખરાં અર્થમાં વિશેષ પ્રસંગ છે. હું આદિત્ય બિરલા ગ્રૂપની ટીમને અભિનંદન આપું છું. આપણે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં પ્રશંસનીય કાર્ય વિશે શ્રી કુમાર મંગલમ બિરલાને સાંભળ્યાં. આ સમૂહ, દેશમાં ઘણાં લોકો રોજગારી અને સમૃદ્ધિની તકોનું સર્જન કરી રહ્યું છે.

થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની સુવર્ણજયંતી નિમિત્તે પ્રધાનમંત્રીએ આપેલા સંબોધનના મુખ્ય મુદ્દા

November 03rd, 10:32 am

આપણે અહીં થાઇલેન્ડમાં છીએ જે ભારતની સંસ્કૃતિ સાથે ખૂબ મજબૂત નાતો ધરાવે છે. અને, આ દેશમાં અગ્રણી ઔદ્યોગિક જૂથની ઉપસ્થિતિના પચાસ વર્ષ પૂર્ણ થવાની આપણે ઉજવણી કરી રહ્યાં છીએ.

પ્રધાનમંત્રીએ થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપનાં સુવર્ણ જયંતી કાર્યક્રમમાં હાજરી આપી

November 03rd, 07:51 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઇલેન્ડમાં આદિત્ય બિરલા ગ્રૂપની 50 વર્ષની યાદગારી સ્વરૂપે આયોજિત સુવર્ણ જયંતિ કાર્યક્રમમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે આદિત્ય બિરલા ગ્રૂપનાં ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાએ થાઇલેન્ડમાં ગ્રૂપની સુવર્ણ જયંતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

PM highlights 5 Big Trends for Global Business at Future Investment Initiative Forum in Riyadh!

October 29th, 07:21 pm

PM Modi delivered the keynote address at the Future Investment Initiative Forum in Riyadh, Saudi Arabia. The PM highlighted five major trends as the keys to future prosperity: the impact of technology, the importance of infrastructure, the revolution in human resources, care for the environment and business-friendly governance.

મારી ઇચ્છા છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ સશક્ત બને અને તેમને સન્માનજનક જીવન સુનિશ્ચિત થાય: પ્રધાનમંત્રી

October 29th, 07:20 pm

આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેમની ઇચ્છા છે કે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ સશક્ત બને અને તેમને સન્માનજનક જીવન સુનિશ્ચિત થાય. તેમણે કહ્યું કે, “હું હંમેશા એ જ વિચારું છું કે – વૈશ્વિક સુખાકારીમાં ભારત કેવી રીતે યોગદાન આપી શકે.” તેમણે ઉમેર્યું હતું કે, અમે ભારતમાં જે કંઇપણ કરીએ છીએ તેનાથી વૈશ્વિક પહેલો પણ વધુ મજબૂત થશે. ઉદાહરણ તરીકે જોઇએ તો, અમારી ઇચ્છા 2025 સુધીમાં ટીબી નાબુદ કરવાની છે, જ્યારે દુનિયામાંથી ટીબી નાબુદીનું લક્ષ્ય 2030 સુધીનું રાખવામાં આવ્યુ છે. જ્યારે ભારત તેમા સફળ થશે આખુ વિશ્વ વધુ સ્વસ્થ બનશે.

આંતરરાષ્ટ્રીય ઊર્જા મંચની મંત્રીસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ (એપ્રિલ 11, 2018)

April 11th, 10:50 am

ઊર્જાનું ઉત્પાદન અને વપરાશ કરતા દેશોના ઊર્જા મંત્રીઓ તથા સીઈઓના આ મંચમાં આટલી મોટી સંખ્યામાં આપની ભાગીદારી જોઈને મને અત્યંત આનંદ થયો છે.

અમે ગ્રાહક સુરક્ષાથી આગળ વધીને શ્રેષ્ઠ ગ્રાહક વ્યવહાર અને ગ્રાહક સમૃદ્ધિ તરફ આગળ વધવા માંગીએ છીએ: વડાપ્રધાન

October 26th, 10:43 am

ગ્રાહક સુરક્ષા પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદને સંબોધિત કરતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે અમારા ન્યૂ ઇન્ડિયાના વિચારમાં અમે ફક્ત ગ્રાહક સુરક્ષા જ નહીં પરતું શ્રેષ્ઠ ગ્રાહક વ્યવહાર અને ગ્રાહક સમૃદ્ધિ તરફ આગળ વધવા માંગીએ છીએ. અમારું ધ્યાન ગ્રાહક સશક્તિકરણ અને ગ્રાહકને કોઈ તકલીફ ન પડે તે સુનિશ્ચિત કરવા પર છે.

Knowledge must come from all sides; we must keep our mind open to best practices across the world: PM at Akhil Bharatiya Prachaarya Sammelan

February 12th, 04:38 pm



PM addresses Akhil Bharatiya Prachaarya Sammelan

February 12th, 04:37 pm



Two Groups of Secretaries presents ideas and suggestions to PM

January 15th, 09:48 pm



First Group of Secretaries presents ideas and suggestions to PM

January 12th, 08:36 pm