75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 16th, 03:31 pm
75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સના શુભારંભ પ્રસંગે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા. આજે દેશ ફરી એક વાર ડિજિટલ ઇન્ડિયાનાં સામર્થ્યનો સાક્ષી બની રહ્યો છે. આજે 75 ડિજિટલ બૅન્કિંગ યુનિટ્સ દેશના 75 જિલ્લાઓમાં ધરાતલ પર ઉતરી રહ્યાં છે. હું આ મિશન સાથે જોડાયેલા તમામ લોકોને, આપણા બૅન્કિંગ ક્ષેત્રને, આપણી આરબીઆઈને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું.પ્રધાનમંત્રીએ 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ રાષ્ટ્રને લોકાર્પિત કર્યા
October 16th, 10:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટ્સ (DBU) રાષ્ટ્રને લોકાર્પિત કર્યા છે.Eight years of BJP dedicated to welfare of poor, social security: PM Modi
May 21st, 02:29 pm
Prime Minister Narendra Modi today addressed the BJP National Office Bearers in Jaipur through video conferencing. PM Modi started his address by recognising the contribution of all members of the BJP, from Founders to Pathfinders and to the Karyakartas in strengthening the party.પીએમ મોદીએ જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓને સંબોધિત કર્યા
May 20th, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુરમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ તેમના સંબોધનની શરૂઆત પાર્ટીને મજબૂત કરવામાં ભાજપના સ્થાપકોથી લઈને પાથફાઈન્ડર અને કાર્યકર્તાઓ સુધીના તમામ સભ્યોના યોગદાનને માન્યતા આપીને કરી હતી.પ્રધાનમંત્રીએ શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્ર પર કેન્દ્રીય બજેટ 2022ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધિત કર્યું
February 21st, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષણ અને કૌશલ્ય ક્ષેત્રો પર કેન્દ્રીય બજેટ 2022 ની સકારાત્મક અસર અંગે વેબિનારને સંબોધિત કર્યું. આ પ્રસંગે સંબંધિત કેન્દ્રીય મંત્રીઓ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનના મુખ્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા. આ વેબિનાર બજેટ પહેલા અને પછી હિતધારકો સાથે ચર્ચા અને સંવાદની નવી પ્રથાનો એક ભાગ હતો.વારાણસીમાં બહુવિધ વિકાસકીય પ્રોજેક્ટનો પ્રારંભ કરતી વખતે પ્રધાનમંત્રીનો મૂળપાઠ
July 15th, 11:01 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતિ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના યશસ્વી, ઊર્જાવાન અને કર્મઠ મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્યનાથજી, ઉત્તર પ્રદેશ સરકારના મંત્રીગણ, ધારાસભ્યગણ તથા બનારસના મારા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રીએ વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલારોપણ કર્યું
July 15th, 11:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલારોપાણ કર્યું હતું. તેમણે આશરે રૂ. 744 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા વિવિધ સરકારી પ્રોજેક્ટ અને કાર્યોનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં બીએચયુમાં 100 બેડની એમસીએચ, ગોદૌલિયામાં મલ્ટિ-લેવલ પાર્કિંગ, ગંગા નદીમાં પ્રવાસનના વિકાસ માટે રો-રો જહાજો અને વારાણસી ગાઝીપુર હાઇવે પ્રોજેક્ટ્સ પર થ્રી-લેન ફ્લાયઓવર બ્રિજનું ઉદ્ઘાટન સામેલ હતું.પ્રધાનમંત્રી 1 જુલાઈએ ‘ડિજિટલ ઈન્ડિયા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે
June 29th, 07:09 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 જુલાઈના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ‘ડિજિટલ ઈન્ડિયા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે.પ્રધાનમંત્રીએ ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2022માં ટોપ-200 પોઝિશન્સમાં સ્થાન મેળવવા બદલ આઈઆઈટી-બોમ્બે, આઈઆઈટી-દિલ્હી અને આઈઆઈએસસી-બેંગલુરુને અભિનંદન આપ્યા
June 09th, 08:33 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈઆઈટી-બોમ્બે, આઈઆઈટી-દિલ્હી અને આઈઆઈએસસી-બેંગલુરુને ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2022માં ટોપ-200 પોઝિશન્સમાં સ્થાન મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.બાળકો માટે પીએમ કેર્સ - કોવિડથી અસરગ્રસ્ત બાળકોના સહકાર અને સશક્તીકરણ માટે કોવિડ અસરગ્રસ્ત બાળકોનું સશક્તીકરણ લોંચ
May 29th, 06:03 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક મહત્વની બેઠકનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું જેમાં કોવિડને કારણે જે બાળકોએ તેમના વાલીઓ ગુમાવ્યા છે તેમના ટેકામાં હાથ ધરી શકાય તેવા પગલાં અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.પ્રધાનમંત્રીએ શ્રી મન્નાથુ પદ્મનાભનજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
February 25th, 10:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન્નાથુ પદ્મનાભનજીને તેમની પુણ્ય તિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પ્રધાનમંત્રીએ સ્વહિદ દિવસ નિમિતે આસામ ચળવળના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
December 10th, 07:39 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વહિદ દિવાસ નિમિત્તે આસામ આંદોલનના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.‘ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020’ માં પ્રધાનમંત્રીના મુખ્ય સંબોધનનો મૂળપાઠ
October 19th, 08:31 pm
મેલિન્ડા અને બિલ ગેટસ, મારી કેબિનેટમાં કેન્દ્રિય મંત્રી, ડૉ. હર્ષવર્ધન, સમગ્ર દુનિયામાંથી સામેલ થઈ રહેલા ડેલિગેટસ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઈનોવેટર્સ અને વિદ્યાર્થીઓ, મિત્રો, 16મી ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકમાં હું તમારી સાથે જોડાવા બદલ આનંદ અનુભવુ છું.પ્રધાનમંત્રીએ મોદીએ ગ્રાન્ડ ચેલેન્જીસ વાર્ષિક બેઠક 2020માં મુખ્ય સંબોધન કર્યું
October 19th, 08:30 pm
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલા રોગચાળાએ આપણને ટીમવર્કનું મહત્ત્વ સમજાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, રોગ કે રોગચાળાને ભૌગોલિક મર્યાદા નડતી નથી અને એ પંથ, જાતિ, લિંગ કે રંગ જેવા કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ રોગોમાં કેટલાંક ચેપી અને બિનચેપી રોગો સામેલ છે, જે લોકોને અસર કરે છે. તેમણે કહ્યું હતું કે, ભારતમાં મજબૂત અને જીવંત વૈજ્ઞાનિક સમુદાય તથા શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સંસ્થાઓ દેશની મોટામાં મોટી સંપત્તિ છે, ખાસ કરીને છેલ્લાં થોડા મહિનાઓ દરમિયાન કોવિડ-19 રોગચાળા સામે લડવામાં આ પુરવાર થયું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંસ્થાઓએ નિયંત્રણથી ક્ષમતા નિર્માણ સુધીના અનેક સીમાચિહ્નો હાંસલ કર્યા છે.પ્રધાનમંત્રી મોદી બેંક અને એનબીએફસીના હિતધારકો સાથે ચર્ચા- વિચારણા સત્રમાં ઉપસ્થિત રહેશે
July 28th, 05:47 pm
પ્રધાનમંત્રી શ્રી મોદી આવતીકાલે સાંજે ભવિષ્ય માટે વિઝન અને રોડમેપ પર ચર્ચા અને વિચાર-વિમર્શ કરવા બેંક અને એનબીએફસીના હિતધારકો જોડાશે.પ્રયાગરાજ, ઉત્તરપ્રદેશમાં સામાજિક અધિકારીતા શિબિર ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
February 29th, 11:31 am
હવે આજે પણ કંઇક આવું જ સદભાગ્ય મને માં ગંગાના કિનારે આ પવિત્ર ધરતી પ્રયાગરાજમાં ફરી એકવાર પ્રાપ્ત થયું છે. તમારા પ્રધાન સેવકના રૂપમાં મને હજારો દિવ્યાંગ-જનો અને વડીલો, વરિષ્ઠ જનોની સેવા કરવાનો અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં મેગા ડિસ્ટ્રીબ્યુશન કેમ્પ (સામાજિક અધિકારિતા શિબિર)માં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનસામગ્રી અને ઉપકરણો વહેંચ્યા
February 29th, 11:30 am
અત્યાર સુધીની સૌથી મોટી “સામાજિક અધિકારતા શિબિર”માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં પ્રયાગરાજમાં એક વિશાળ વિતરણ કેમ્પમાં આશરે 27,000 વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનોને સહાયક સાધનો અને ઉપકરણોનું વિતરણ કર્યું હતું.છેલ્લા 6 મહિનામાં 130 કરોડ ભારતીયોના સશક્તીકરણ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે: પ્રધાનમંત્રી
November 30th, 09:52 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, છેલ્લા 6 મહિનામાં 130 કરોડ ભારતીયોના સશક્તીકરણ માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ના મુદ્રાલેખ પરથી પ્રેરણા લઇને 130 કરોડ ભારતીયોના આશીર્વાદ સાથે સરકાર ભારતના વિકાસ માટે અને 130 કરોડ ભારતીયોના જીવનને સશક્ત કરવા માટે નવા ઉત્સાહથી સતત કાર્ય કરી રહી છે.શ્રી લાલકૃષ્ણ અડવાણી જીએ ભાજપને આકાર અને શક્તિ આપવા દાયકાઓ સુધી મહેનત કરી : પ્રધાનમંત્રી
November 08th, 10:57 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસે પોતાની શુભકામનાઓ પાઠવી હતી. પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું દેશ માટે અડવાણીજીનું યોગદાન અમૂલ્ય છે. તેઓ હંમેશાં એક અત્યંત જ્ઞાની અને સત્યનિષ્ઠ પુરુષના રૂપમાં સન્માનીય રહ્યા છે. વ્યક્તિગત રૂપથી મને અડવાણીજી પાસેથી ઘણુબધુ શીખવા મળ્યું છે. અમારા જેવા કાર્યકર્તાઓ માટે તેઓ સર્વશ્રેષ્ઠ અને નિઃસ્વાર્થ સેવાના પ્રતીક છે.પ્રધાનમંત્રી પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન કરશે
November 05th, 03:19 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગ્યે પાંચમાં ભારતીય આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી કોલકાતામાં આયોજિત આ કાર્યક્રમને વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી સંબોધિત કરશે.