
The world strongly condemns Pahalgam terror attack in J&K
April 24th, 03:29 pm
The horrific terrorist attack in Pahalgam, J&K on April 22, 2025, which claimed innocent lives, has elicited a strong wave of solidarity from world leaders. PM Modi expressed gratitude for the global support, vowing that “India will pursue terrorists and their backers to the ends of the earth.”
વડાપ્રધાન મોદીની ફ્રાન્સ મુલાકાત: વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવી અને AI સહયોગમાં અગ્રણી ભૂમિકા ભજવવી
February 13th, 03:06 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સના તાજેતરના રાજદ્વારી પ્રવાસે ભારતના વૈશ્વિક જોડાણોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર અસર કરી, જેમાં કૃત્રિમ બુદ્ધિ (AI), આર્થિક સુધારાઓ અને ઐતિહાસિક સંબંધોને સન્માનિત કરવા પર સ્પષ્ટ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ વ્યાપક મુલાકાતે જવાબદાર AI વિકાસ, આર્થિક સહયોગ અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા દર્શાવી.
PM Modi and President of France jointly inaugurate the Consulate General of India in Marseille
February 12th, 05:29 pm
PM Modi and President Emmanuel Macron inaugurated the Consulate General of India in Marseille. The new Consulate will boost economic, cultural, and people-to-people connections across four French regions. PM Modi deeply appreciated President Macron’s special gesture, as both leaders received a warm welcome from the Indian diaspora.પ્રધાનમંત્રી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મઝાર્ગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી
February 12th, 04:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન આજે સવારે માર્સેલીમાં મઝાર્ગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી અને પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જીવ ગુમાવનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. બંને નેતાઓએ શહીદોના બલિદાનને માન આપવા માટે પુષ્પાંજલિ અર્પણ કરી.પ્રધાનમંત્રીએ ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી
February 12th, 03:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ગઈકાલે ફ્રાંસના રાષ્ટ્રપતિના વિમાનમાં પેરિસથી માર્સેલી સુધી એક સાથે ઉડાન ભરી હતી, જે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને પ્રતિબિંબિત કરે છે. તેમણે દ્વિપક્ષીય સંબંધોના સંપૂર્ણ સ્પેક્ટ્રમ અને મુખ્ય વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ પછી માર્સેલી પહોંચ્યા પછી પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો થઈ હતી. બંને નેતાઓએ ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે તેમની મજબૂત કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી, જે છેલ્લાં 25 વર્ષમાં સતત બહુઆયામી સંબંધો તરીકે વિકસિત થઈ છે.ભારતનાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ફ્રાંસની મુલાકાત પર ભારત-ફ્રાંસનું સંયુક્ત નિવેદન
February 12th, 03:22 pm
પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનનાં આમંત્રણ પર ભારતનાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 10-12 ફેબ્રુઆરી, 2025નાં રોજ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. 10 અને 11 ફેબ્રુઆરી, 2025ના રોજ ફ્રાન્સ અને ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી, જેમાં રાષ્ટ્ર અને સરકારોના વડાઓ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના નેતાઓ, નાના અને મોટા ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, બિન-સરકારી સંસ્થાઓ, કલાકારો અને નાગરિક સમાજના સભ્યોને એકત્ર કરવામાં આવ્યા હતા, જેથી બ્લેટ્ચલી પાર્ક (નવેમ્બર 2023) અને સિઓલ (મે 2024) સમિટ દરમિયાન પ્રાપ્ત થયેલા મહત્વપૂર્ણ સીમાચિહ્નો પર નિર્માણ કરી શકાય. તેમણે વૈશ્વિક સ્તરે એઆઈ ક્ષેત્ર જાહેર હિતમાં લાભદાયક સામાજિક, આર્થિક અને પર્યાવરણીય પરિણામો લાવી શકે એ સુનિશ્ચિત કરવા નક્કર પગલાં લેવાની તેમની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ ફ્રાંસના એઆઈ એક્શન સમિટના સફળ આયોજન પર રાષ્ટ્રપતિ મેક્રોનને અભિનંદન પાઠવ્યા હતા. ફ્રાન્સે આગામી એઆઈ સમિટના ભારતના આયોજનને આવકાર્યું હતું.પેરિસમાં ભારત-ફ્રાંસ સીઈઓ ફોરમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 12th, 12:45 am
આ રૂમમાં મને એક અદ્ભુત ઉર્જા, ઉત્સાહ અને ગતિશીલતાનો અનુભવ થાય છે. આ ફક્ત એક સામાન્ય વ્યવસાયિક ઘટના નથી. આ ભારત અને ફ્રાંસના શ્રેષ્ઠ ઉદ્યોગપતિઓનું સંગમ છે. સીઈઓ ફોરમનો હમણાં જ રજૂ કરાયેલો અહેવાલ આવકાર્ય છે. હું જોઉં છું કે તમે બધા ઇનોવેટ, કોલાબોરેટ અને એલેવેટના મંત્ર સાથે કામ કરી રહ્યા છો, તમે ફક્ત બોર્ડ રૂમ કનેક્શન્સ જ નથી બનાવી રહ્યા. તમે બધા ભારત-ફ્રાંસ વ્યૂહાત્મક ભાગીદારીને પણ મજબૂત બનાવી રહ્યા છો.પ્રધાનમંત્રીએ 14માં ભારત-ફ્રાંસ સીઇઓ ફોરમને સંબોધન કર્યું
February 12th, 12:25 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોને આજે પેરિસમાં 14માં ભારત – ફ્રાન્સ સીઇઓ ફોરમને સંયુક્તપણે સંબોધન કર્યું હતું. આ ફોરમ બંને પક્ષોની કંપનીઓના વિવિધ જૂથોના સીઇઓને એકમંચ પર લાવ્યું હતું, જેમાં સંરક્ષણ, એરોસ્પેસ, મહત્ત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અત્યાધુનિક ઉત્પાદન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, લાઇફ-સાયન્સિસ, વેલનેસ અને લાઇફસ્ટાઇલ તથા ફૂડ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.પેરિસમાં એઆઈ એક્શન સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સમાપન ભાષણ
February 11th, 05:35 pm
આજની ચર્ચાઓથી એક વાત બહાર આવી છે - હિતધારકોના દ્રષ્ટિકોણમાં અને હેતુમાં એકતા છે.પેરિસમાં AI એક્શન સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું ઉદ્ઘાટન ભાષણ
February 11th, 03:15 pm
જો તમે તમારા મેડિકલ રિપોર્ટને AI એપ પર અપલોડ કરો છો, તો તે સરળ ભાષામાં, કોઈપણ શબ્દપ્રયોગ વિના, સમજાવી શકે છે કે તેનો તમારા સ્વાસ્થ્ય માટે શું અર્થ છે. પરંતુ, જો તમે તે જ એપને ડાબા હાથથી લખતી કોઈ વ્યક્તિની છબી દોરવા માટે કહો છો, તો એપ મોટે ભાગે કોઈ વ્યક્તિને તેના જમણા હાથથી લખતી વ્યક્તિનું ચિત્ર દોરશે. કારણ કે તાલીમી ડેટા પર આ જ વાતનું પ્રભુત્વ છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસમાં એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી
February 11th, 03:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ઇમેન્યુઅલ મેક્રોન સાથે એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. 6-7 ફેબ્રુઆરીના રોજ સાયન્સ ડેઝ સાથે શરૂ થયેલી આ એક સપ્તાહ લાંબી સમિટ, ત્યારબાદ 8-9 ફેબ્રુઆરીએ કલ્ચરલ વીકએન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સમાપન એક ઉચ્ચ-સ્તરીય સેગમેન્ટમાં થયું હતું, જેમાં વૈશ્વિક નેતાઓ, નીતિ ઘડવૈયાઓ અને ઉદ્યોગના નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા.વડાપ્રધાન મોદી ફ્રાન્સના પેરિસ પહોંચ્યા
February 10th, 10:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા પેરિસ પહોંચ્યા હતા. તેમના આગમન પર તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન, પીએમ મોદી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીત કરશે, એઆઈ એક્શન સમિટ અને અન્ય ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશે.ફ્રાંસ અને અમેરિકાની યાત્રા પહેલા પ્રધાનમંત્રીનું નિવેદન
February 10th, 12:00 pm
રાષ્ટ્રપતિ મેક્રોનના આમંત્રણ પર હું તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સની મુલાકાત લઈશ. પેરિસમાં હું AI એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરવા માટે આતુર છું. જે વિશ્વના નેતાઓ અને વૈશ્વિક ટેક સીઈઓનું એક સંમેલન છે. જ્યાં આપણે સમાવિષ્ટ, સુરક્ષિત અને વિશ્વસનીય રીતે નવીનતા અને વ્યાપક જાહેર હિત માટે AI ટેકનોલોજી પ્રત્યે સહયોગી અભિગમ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું.પ્રધાનમંત્રીએ ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને આયર્લેન્ડના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો
January 27th, 11:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોન અને આયર્લેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ માઇકલ માર્ટિનનો આભાર માન્યો હતો.ફ્રાન્સના મેયોટમાં ચક્રવાત ચિડોના કારણે થયેલી તબાહીથી ખૂબ જ દુઃખી છું: પ્રધાનમંત્રી
December 17th, 05:19 pm
ફ્રાન્સના મેયોટમાં ચિડો વાવાઝોડાને કારણે થયેલા વિનાશ અંગે દુઃખ વ્યક્ત કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે ભારત ફ્રાન્સ સાથે ઊભું છે અને તમામ શક્ય સહાયતા આપવા તૈયાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વમાં ફ્રાન્સ આ દુર્ઘટનાને દ્રઢતા અને સંકલ્પ સાથે પાર કરશે.પ્રધાનમંત્રીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
November 19th, 05:26 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં G20 સમિટ અંતર્ગત ફ્રાંસ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. જાન્યુઆરીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત પ્રમુખ મેક્રોનની ભારતની મુલાકાત અને જૂનમાં ઇટાલીમાં G7 શિખર સંમેલન અંતર્ગત તેમની બેઠક બાદ આ વર્ષે બંને નેતાઓ વચ્ચેની આ ત્રીજી બેઠક હતી.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ માટે વિશ્વના નેતાઓનો આભાર માન્યો
August 15th, 09:20 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 78મા સ્વતંત્રતા દિવસ પર વિશ્વના નેતાઓની અભિનંદન અને શુભેચ્છાઓ બદલ આભાર માન્યો હતો.G7 શિખર સંમેલન દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
June 14th, 03:45 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ફ્રેંચ રિપબ્લિકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એમેન્યુઅલ મેક્રોને, આજે ઇટાલીના અપુલિયામાં G7 શિખર સંમેલનની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. PMએ સતત ત્રીજી વખત કાર્યભાર સંભાળવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો તેમની ઉષ્માભરી શુભેચ્છાઓ બદલ આભાર માન્યો.રાષ્ટ્રપતિ મેક્રોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા
June 06th, 03:02 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને આજે પ્રજાસત્તાક ફ્રાંસનાં રાષ્ટ્રપતિ મહામહિમ ઇમેન્યુઅલ મેક્રોનનો ફોન આવ્યો હતો.Congress considers their family bigger than the nation: PM Modi in Kotputli
April 02nd, 03:33 pm
Launching the BJP-led NDA's campaign in Rajasthan’s Kotputli for the Lok Sabha polls, Prime Minister Narendra Modi reminisced about how he highlighted the magnificence of Jaipur a few days ago during the visit of the President of France. The PM said, “The first electoral rally of my Rajasthan campaign began in Dhundhar in 2019. Now, in 2024, the electoral campaign begins again from the same region. You have also made your decision – ‘Phir Ek Baar, Modi Sarkar’.”