ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા 2024 ઈવેન્ટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 11th, 12:00 pm
હું ખાસ કરીને SEMI સાથે જોડાયેલા તમામ સાથીઓને અભિનંદન આપું છું. ભારત વિશ્વનો આઠમો દેશ છે, જ્યાં વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે સંબંધિત આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને હું કહી શકું છું કે- ભારતમાં રહેવાનો આ યોગ્ય સમય છે. તમે યોગ્ય સમયે, યોગ્ય જગ્યાએ છો. ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરીના ભારતમાં - ચિપ્સ ક્યારેય ડાઉન નથી હોતી! અને એટલું જ નહીં, આજનું ભારત વિશ્વને વિશ્વાસ આપે છે - જ્યારે ચિપ્સ ડાઉન હોય, ત્યારે તમે ભારત પર દાવ લગાવી શકો છો!પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું
September 11th, 11:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આ પ્રસંગે પ્રદર્શિત થયેલા પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ ત્રણ દિવસીય કોન્ફરન્સમાં ભારતની સેમિકન્ડક્ટર વ્યૂહરચના અને નીતિને પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ભારતને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક કેન્દ્ર બનાવવાની કલ્પના કરવામાં આવી છે.કેબિનેટે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (આઇએસએમ) હેઠળ વધુ એક સેમીકન્ડક્ટર યુનિટને મંજૂરી આપી
September 02nd, 03:32 pm
સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમને જીવંત બનાવવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે કેનેસ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની ગુજરાતનાં સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપિત કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.ઉત્તર પ્રદેશના લખનઉમાં વૈશ્વિક રોકાણકાર સંમેલનના ચોથા ગ્રાઉન્ડબ્રેકિંગ સમારંભમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
February 19th, 03:00 pm
આજે આપણે અહીંયા વિકસિત ભારત માટે વિકસિત ઉત્તર પ્રદેશનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે એકજૂથ થયા છીએ. અને મને કહેવામાં આવ્યું હતું કે, અત્યારે તકનીકના માધ્યમથી આપણી સાથે ઉત્તર પ્રદેશની 400 થી વધુ વિધાનસભા સીટો પર લાખો લોકો આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. તકનીક દ્વારા આ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા તમામ પરિવારજનોનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજથી 7-8 વર્ષ પહેલાં આપણે કલ્પના પણ ન હતા કરી શકતા કે ઉત્તર પ્રદેશમાં પણ રોકાણ અને નોકરીઓના સંદર્ભમાં આવું વાતાવરણ સર્જાશે. ચારેબાજુ ગુનાખોરી, રમખાણો, તફડંચીના સમાચારો આવતા રહેલા હતા. તે દરમિયાન જો કોઇ એમ કહેતું કે હું ઉત્તર પ્રદેશને વિકસિત બનાવીશ તો કદાચ કોઇ સાંભળવા તૈયાર ન હોત, માનવાનો સવાલ જ નહોતો. પરંતુ આજે જુઓ, ઉત્તર પ્રદેશની ધરતી પર લાખો કરોડ રૂપિયાનું રોકાણ ઉતરી રહ્યું છે. અને હું ઉત્તર પ્રદેશનો સાંસદ છું. અને જ્યારે મારા ઉત્તર પ્રદેશમાં કંઇક થાય છે, ત્યારે સૌથી વધુ આનંદ મને થાય છે. આજે હજારો પરિયોજનાઓ પર કામ શરૂ થઇ રહ્યું છે. આ ફેક્ટરીઓ જે અહીં આવી રહી છે, આ ઉદ્યોગો જે આવી રહ્યા છે, તે ઉત્તર પ્રદેશની તસવીર બદલી નાખવાના છે. હું ખાસ કરીને તમામ રોકાણકારોને અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના તમામ યુવાનોને અભિનંદન પાઠવું છું.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું
February 19th, 02:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લખનઉમાં વિકસિત ભારત વિકસિત ઉત્તરપ્રદેશ કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે ફેબ્રુઆરી 2023 માં આયોજિત યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023ના ચોથા ભૂમિપૂજન સમારોહમાં 10 લાખ કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના 14000 પ્રોજેક્ટ્સનો પણ શુભારંભ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ મેન્યુફેક્ચરિંગ, રિન્યુએબલ એનર્જી, આઇટી અને આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, હાઉસિંગ અને રિયલ એસ્ટેટ, હોસ્પિટાલિટી અને એન્ટરટેઇનમેન્ટ અને શિક્ષણ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે.કોંગ્રેસે આપણા બહાદુર જવાનોનું અપમાન કર્યું, ખેડૂતો પ્રત્યે તેઓ સંવેદનહીન છે: વડાપ્રધાન મોદી
May 03rd, 01:17 pm
કર્ણાટકના કુલબર્ગીમાં એક જાહેર સભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્યની ચૂંટણી કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરશે. વડાપ્રધાને કહ્યું, ”આ મહિલાઓની સુરક્ષા બાબતે, ખેડૂતોની સુખાકારી માટે છે. એવું ન વિચારતા કે તમે માત્ર એક વિધાનસભ્ય ચૂંટી રહ્યા છે. આ બાબત તેની પણ આગળ જાય છે.”ગોવાના ટૂએમમાં મોપા ગ્રીન ફિલ્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ એન્ડ ઈલેકટ્રોનિક સિટીના શિલાન્યાસ સમારોહમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળ પાઠ
November 13th, 11:52 am
Prime Minister Narendra Modi inaugurated several development projects in Goa. Speaking at the event, PM Modi saluted people of the country for supporting the Government’s demonetization drive. He appreciated the enthusiasm with which people have been exchanging and withdrawing currency from banks. PM also said that this decision was in the Nation’s interest and urged people to cooperate and follow guidelines set by the Government and banks.પ્રધાનમંત્રીએ ગોવામાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ભૂમિપૂજન કર્યું
November 13th, 11:51 am
PM Modi today unveiled plaques to mark the foundation stone laying of Mopa Airport, and an Electronic City at Tuam, during a function at the Shyama Prasad Mukherjee Stadium in Goa. During his address PM Modi applauded Manohar Parrikar for taking Goa to new heights of progress. Shri Modi also lauded the people of Goa for making Goa Number 1 among the smaller states. PM Modi talked about Govt’s fight against black money and steps towards it. PM talked about the demonetization move of the Govt . PM also talked about various other steps taken in this regard.