ટોક્યો ઓલિમ્પિક્સ 2021 માટે નિર્ધારિત ભારતીય રમતવીરો – એથ્લેટ્સની ટુકડી સાથે વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 13th, 05:02 pm

તમારી સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. જો કે બધા સાથે તો વાત નથી થઈ શકી પરંતુ તમારો જોશ, તમારો ઉત્સાહ સંપૂર્ણ દેશના તમામ લોકો આજે અનુભવ કરી રહ્યા છે. કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત દેશના રમત મંત્રી શ્રીમાન અનુરાગ ઠાકુરજીએ, હમણાં થોડા દિવસો પહેલા સુધી રમત મંત્રીના રૂપમાં તમારા બધાની સાથે બહુ સારું કામ કર્યું છે. એ જ રીતે આપણાં વર્તમાન કાયદા મંત્રી શ્રીમાન કિરણ રિજીજુજી, રમત રાજ્યમંત્રી આપણાં સૌથી યુવાન મંત્રી છે અમારી ટીમના શ્રીમાન નિશીથ પ્રામાણિકજી, રમતગમત સાથે જોડાયેલ સંસ્થાઓના તમામ પ્રમુખ, તેમના સૌ સભ્યો, અને ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવા જઈ રહેલા મારા સાથીઓ, તમામ રમતવીરોના પરિવારજનો, આજે આપણી વર્ચ્યુઅલ વાતચીત થઈ છે પરંતુ મને હજી વધારે સારું લાગત જો હું તમને બધા રમતવીરોને અહિયાં દિલ્હીના મારા ઘરમાં આમંત્રિત કરતો, તમને લોકોને રૂબરૂ મળતો. આ અગાઉ આવું હું હંમેશા કરતો આવ્યો છું. અને મારી માટે તે અવસર ખૂબ ઉમંગનો અવસર રહેતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે તે શક્ય નથી બની રહ્યું. અને આ વખતે અડધા કરતાં વધુ આપણાં રમતવીરોની પહેલાથી જ વિદેશોમાં તાલીમ ચાલી રહી છે. પરંતુ પાછા ફર્યા બાદ હું તમને વચન આપું છું કે આપ સૌની સાથે જરૂરથી સુવિધા મુજબ સમય કાઢીને મળીશ. પરંતુ કોરોનાએ ઘણું બધુ બદલી નાખ્યું છે. ઓલિમ્પિકનું વર્ષ પણ બદલાઈ ગયું, તમારી તૈયારીઓની રીત પણ બદલાઈ ગઈ, ઘણું બધુ બદલાઈ ગયેલું છે. હવે તો ઓલિમ્પિક શરૂ થવામાં માત્ર 10 જ દિવસો બાકી રહ્યા છે. ટોક્યોમાં પણ એક જુદા જ પ્રકારનું વતાવરણ તમને જોવા મળવાનું છે.

ટોક્યો ઓલિમ્પિક્સ માટેની સજ્જતા, પ્રતિબદ્ધતા વિશે ભારતીય રમતવીરો સાથે પ્રધાનમંત્રીની વાતચીતનો મૂળપાઠ

July 13th, 05:01 pm

પ્રધાનમંત્રી : દીપિકાજી, પાછલી મન કી બાતમાં મેં તમારી અને ઘણા સાથીઓની ચર્ચા કરી હતી. હમણાં પેરિસમાં ગોલ્ડ જીતીને તમે જે ચમત્કાર કર્યો. તે પછી સમગ્ર દેશમાં તમારી ચર્ચા થઈ રહી છે. હવે તમે રેન્કિંગમાં વર્લ્ડ નંબર વન બની ગયા છો. મને ખબર પડી છે કે તમે બાળપણમાં તમે કેરી તોડવા નિશાન તાકતા હતા. કેરીથી શરૂ થયેલી તમારી આ યાત્રા ઘણી વિશેષ છે. તમારી આ યાત્રા બાબતે દેશ ઘણું બધું જાણવા ઈચ્છે છે. જો તમે કંઈ જણાવશો તો સારું થશે.

ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનાર ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સની ટુકડી સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી

July 13th, 05:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટોકિયો ઑલિમ્પિક્સ માટે જનારા ભારતીય રમતવીરો-ઍથ્લીટ્સના દળ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી દ્વારા આ પરસ્પર સંવાદ રમતવીરો રમતોમાં ભાગ લે એ પૂર્વે એમને પ્રેરિત અને પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ હતો. યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર; યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી નિશિથ પ્રમાણિક અને કાયદા મંત્રી શ્રી કિરણ રિજિજુ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

PM Modi lauds achievements of Indian athletes at ISSF Junior World Cup in Sydney

April 01st, 03:23 pm

Prime Minister Narendra Modi lauded the achievements of Indian athletes at the ISSF Junior World Cup held in Sydney, Australia. In a series of tweets, PM Modi appreciated the young shooters and said that their laurels made every Indian proud.