ઉત્તર પ્રદેશમાં મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીના શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
January 02nd, 01:01 pm
ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, અહીંના લોકપ્રિય અને ઊર્જાવાન મુખ્યમંત્રી શ્રીમાન યોગી આદિત્ય નાથજી, ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યજી, કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રી સંજીવ બાલ્યાનજી, વી કે સિંહજી, મંત્રીશ્રી દિનેશ ખટીકજી, શ્રી ઉપેન્દ્ર તિવારીજી, શ્રી કપિલદેવ અગ્રવાલજી, સંસદમાં મારા સાથી શ્રીમાન સત્યપાલ સિંહજી, રાજેન્દ્ર અગ્રવાલજી, વિજયપાલ સિંહ તોમરજી, શ્રીમતી કાન્તા કરદમજી, ધારાસભ્ય ભાઈ સોમેન્દ્ર તોમરજી, સંગીત સોમજી, જીતેન્દ્ર સતવાલજી, સત્ય પ્રકાશ અગ્રવાલજી, મેરઠ જીલ્લા પરિષદના અધ્યક્ષ ગૌરવ ચૌધરીજી, મુઝફ્ફરનગર જીલ્લા પરિષદના અધ્યક્ષ વિરપાલજી, અન્ય તમામ લોક પ્રતિનિધિ સમુદાય અને મેરઠ- મુઝઝફરનગરમાં દૂર દૂરથી પધારેલા મારા વ્હાલા ભાઈઓ અને બહેનો. આપ સર્વેને વર્ષ 2022ની ખૂબ ખૂબ શુભેચ્છા.પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો
January 02nd, 01:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મેરઠ ખાતે નિર્માણ પામનારી મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના લગભગ 700 કરોડ રૂપિયાના ખર્ચે થશે અને તે આધુનિક તેમજ અદ્યતન રમતગમતની માળખાકીય સુવિધાઓથી સજ્જ હશે જેમાં સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફુટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ / વોલીબોલ / હેન્ડબોલ / કબડ્ડીનું ગ્રાઉન્ડ, લોન ટેનિસ કોર્ટ, જીમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ, પૂલ, બહુલક્ષી હોલ અને સાઇકલિંગ વેલોડ્રોમ પણ સામેલ રહેશે. આ યુનિવર્સિટીમાં શુટિંગ, સ્ક્વૉશ, જીમ્નાસ્ટિક્સ, વેઇટ લિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કેયકીંગ તેમજ અન્ય સુવિધાઓ પણ સમાવી લેવામાં આવશે. આ યુનિવર્સિટીની ક્ષમતા 1080 રમતવીરોને તાલીમ આપવાની રહેશે જેમાં 540 મહિલાઓ અને 540 પુરુષ તાલીમાર્થીઓ રહેશે.ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે જલજીવન મિશન અંગે ચર્ચા કરતાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 02nd, 02:57 pm
કેન્દ્રીય મંત્રી મંડળમાં મારા સહયોગી શ્રીમાન ગજેન્દ્ર સિંહ શેખાવતજી, પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી વિશ્વેશ્વર ટુડુજી, રાજ્યોના મુખ્યમંત્રી, રાજયોના મંત્રીગણ, સમગ્ર દેશના પંચાયતો સાથે જોડાયેલા સભ્યો, પાણી સમિતિઓ સાથે જોડાયેલા સભ્યો અને દેશના ખૂણે ખૂણેથી આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાયેલા મારા કરોડો ભાઈઓ અને બહેનો.પ્રધાનમંત્રી મોદીએ જળ જીવન મિશન અંગે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ સાથે સંવાદ કર્યો
October 02nd, 01:13 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જળ જીવન મિશન અંગે ગ્રામ પંચાયતો અને પાણી સમિતિઓ/ ગ્રામ્ય જળ અને સેનિટાઇઝેશન સમિતિ (VWCS) સાથે સંવાદ કર્યો હતો. તેમણે આ પ્રસંગે હિતધારકોમાં જાગૃતિમાં વધારો કરવા માટે અને આ મિશન હેઠળ યોજનામાં વધારે પારદર્શકતા તેમજ જવાબદારી માટે જળ જીવન મિશન એપ્લિકેશનનો પ્રારંભ કર્યો હતો. આ ઉપરાંત, તેમણે રાષ્ટ્રીય જળ કોષનો પણ પ્રારંભ કર્યો હતો, જ્યાં કોઇપણ વ્યક્તિ, સંસ્થા, નિગમ અથવા પરોપકારીઓ, ભલે તે ભારતીય હોય કે વિદેશી તેઓ, દરેક ગ્રામ્ય પરિવાર, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આશ્રમ શાળા અને અન્ય સાર્વજનિક સંસ્થાઓમાં નળ દ્વારા પાણીના જોડાણો પૂરા પાડવા માટે મદદરૂપ થવાના આશયથી યોગદાન આપી શકે છે. ગ્રામ પંચાયતો અને પાણી સમિતિના સભ્યો ઉપરાંત, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓ પણ આ સંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલી મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી
September 07th, 05:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. MyGovIndia ના એક ટ્વીટને શેર કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તનની એક ઝલક દર્શાવતો એક સારો વિચાર છે.શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમાજને સલામ કરતા વડાપ્રધાન; ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ સર્વપલ્લી રાધાક્રિશ્નનને તેમની જન્મજયંતીએ શ્રદ્ધાંજલિ અર્પી
September 05th, 11:14 am
શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમાજને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સલામ કરી હતી. વડાપ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાક્રિશ્નનને પણ તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.પરિવર્તન કરતા શીખવાડો, સશક્ત થવાનું શિક્ષણ આપો, આગેવાની લેતા શીખો: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી
August 27th, 11:36 am
‘મન કી બાત’ દરમિયાન વડાપ્રધાન મોદીએ હાલમાં બનેલા હિંસક બનાવો અંગે કહ્યું હતું અને દોહરાવ્યું હતું કે આ પ્રકારના ક્ર્રુત્યો સ્વીકાર્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે ભારત ‘અહિંસા પરમો ધર્મ’ ની ભૂમિ હતી. શ્રી મોદીએ ભારતના સમૃધ્ધ સંસ્કૃતિક વિવિધતા અને તહેવારો અંગે વાત કરી હતી. તેમણે લોકોને વિનંતી તહેવારોને સ્વચ્છતાનું પ્રતિક બનાવવાની વિનંતી કરી હતી. તેમણે શિક્ષકોની સમાજ, યુવા અને સ્પોર્ટ્સમાં બદલાવ લાવવા માટેની મહત્ત્વની ભૂમિકાને પણ સ્પર્શી હતી.