પ્રધાનમંત્રી મોદીની ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિ સાથે સંયુક્ત પ્રેસ વક્તવ્ય દરમિયાન ટિપ્પણી

August 21st, 01:18 pm

ઝામ્બિયાનાં રાષ્ટ્રપતિ એડગર લંગુ સાથેની સંયુક્ત પ્રેસ મીટિંગમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું, “ભારત અને ઝામ્બિયાના સંબંધો ઝામ્બિયાની આઝાદી કરતા પણ જુના છે. તે ભારતનો મહત્વપૂર્ણ મિત્ર અને વિશ્વાસપાત્ર ભાગીદાર છે. અમે સમાન લોકશાહીક મૂલ્યો અને વિકાસ માટેની સંયુક્ત મહત્વાકાંક્ષાઓ બંને દેશોને જોડે છે. ”