‘મન કી બાત’ (105મી કડી) પ્રસારણ તારીખ: 24.09.2023

September 24th, 11:30 am

મારા પ્રિય પરિવારજનો, નમસ્કાર. ‘મન કી બાત’ના વધુ એક એપિસૉડમાં મને આપ સહુ સાથે દેશની સફળતાને, દેશવાસીઓની સફળતાને, તેમની પ્રેરણાત્મક જીવનયાત્રાને, તમારી સાથે વહેંચવાનો અવસર મળ્યો છે. આ દિવસોમાં સહુથી વધુ પત્રો, સંદેશાઓ, જે મને મળ્યા છે તે બે વિષયો પર વધારે છે. પહેલો વિષય છે, ચંદ્રયાન-3ના સફળ ઉતરાણનો અને બીજો વિષય છે દિલ્લીમાં જી-૨૦નું સફળ આયોજન. દેશના દરેક ભાગમાંથી, સમાજના દરેક વર્ગમાંથી, દરેક આયુના લોકોના, મને અગણિત પત્રો મળ્યા છે. જ્યારે ચંદ્રયાન-૩નું લૅન્ડર ચંદ્રમા પર ઉતરવાનું હતું ત્યારે કરોડો લોકો અલગ-અલગ માધ્યમો દ્વારા એક સાથે એ ઘટનાની પળેપળના સાક્ષી બની રહ્યા હતા. ઇસરોની યૂટ્યૂબ લાઇવ ચૅનલ પર ૮૦ લાખથી વધુ લોકોએ આ ઘટનાને જોઈ – તે પોતાની રીતે એક વિક્રમ છે. તેના પરથી ખબર પડે છે કે ચંદ્રયાન-૩ પ્રત્યે કરોડો ભારતીયોનો કેટલો ગાઢ લગાવ છે. ચંદ્રયાનની આ સફળતા પર દેશમાં આ દિવસોમાં એક ખૂબ જ શાનદાર પ્રશ્નોત્તરી સ્પર્ધા પણ ચાલી રહી છે અને તેને નામ આપવામાં આવ્યું છે- ‘ચંદ્રયાન ૩ મહા ક્વિઝ’. MyGov portal પર થઈ રહેલી આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ૧૫ લાખથી વધુ લોકો ભાગ લઈ ચૂક્યા છે. MyGovની શરૂઆત પછી કોઈ પણ ક્વિઝમાં આ સૌથી મોટી સહભાગિતા છે. હું તમને પણ કહીશ કે જો તમે અત્યાર સુધી તેમાં ભાગ નથી લીધો તો હવે મોડું ન કરતા, હજુ તેમાં છ દિવસ બચ્યા છે. આ ક્વિઝમાં જરૂર ભાગ લો.

વ્લાદિવોસ્તોકમાં 7મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમના પૂર્ણ સત્રમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

September 07th, 02:14 pm

વડાપ્રધાન મોદીએ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ 2022ના પૂર્ણ સત્રને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કર્યું.પીએમ એ કહ્યું કે ભારત આર્કટિક ક્ષેત્ર પર રશિયા સાથે તેની ભાગીદારીને મજબૂત કરવા આતુર છે. ઉર્જા ક્ષેત્રે સહયોગનો વિશાળ અવકાશ છે. તેમણે કહ્યું કે યુક્રેન સંઘર્ષની શરૂઆતથી જ ભારતે કૂટનીતિ અને વાતચીતનો માર્ગ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

પ્રધાનમંત્રીએ ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં વર્ચ્યુઅલ માધ્યમથી આપેલા સંબોધનનો મૂળપાઠ

September 03rd, 10:33 am

પૂર્વીય આર્થિક મંચ (ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ) ને સંબોધિત કરતા મને ઘણો આનંદ અનુભવાઇ રહ્યો છે અને આ બહુમાન બદલ હું રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છુ.

વ્લાદિવોસ્તોકમાં છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ 2021માં પ્રધાનમંત્રીનું વર્ચ્યુઅલ સંબોધન

September 03rd, 10:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 3 સપ્ટેમ્બર, 2021ના રોજ વ્લાદિવોસ્તોકમાં આયોજિત છઠ્ઠા ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમ (EEF) ના પૂર્ણ સત્ર દરમિયાન વિડીયો-સંબોધન આપ્યું. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 2019માં 5મા ઇઇએફના મુખ્ય મહેમાન હતા, જે કોઈ ભારતીય પ્રધાનમંત્રી દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રી મોદીએ રશિયાના વ્લાદિવોસ્તોકમાં પૂર્વી આર્થિક મંચને સંબોધન કર્યું

September 05th, 01:33 pm

રશિયાના વ્લાદિવોસ્તોકમાં પૂર્વી આર્થિક મંચને સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને દૂર પૂર્વ વચ્ચેનાં સંબંધો નવા નથી, પણ સદીઓ જૂનાં છે. વ્લાદિવોસ્તોકમાં પોતાનું કોન્સ્યુલેટ ખોલનાર ભારત પ્રથમ દેશ છે. પ્રધાનમંત્રી મોદીએ ભારત દૂર પૂર્વનાં વિકાસ માટે 1 અબજ ડોલરનાં મૂલ્યની લાઇન ઓફ ક્રેડિટ આપવાની જાહેરાત કરી હતી.

India - Russia Joint Statement during visit of Prime Minister to Vladivostok

September 04th, 02:45 pm



રશિયન સમાચાર એજન્સી, ટાસને પ્રધાનમંત્રી મોદીનું ઇન્ટરવ્યુ

September 04th, 10:30 am

ટાસને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રશિયાના સુદૂર પૂર્વી શહેર વ્લાદિવોસ્તોકમાં પૂર્વી આર્થિક મંચની જોડે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની મુલાકાત દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. પ્રધાનમંત્રી મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે આ મુલાકાત આપણા દેશો વચ્ચેના સંબંધોને નવો આયામ, નવી ઊર્જા અને નવી ગતિ આપશે.

પ્રધાનમંત્રી મોદી રસિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા

September 04th, 05:15 am

પ્રધાનમંત્રી મોદી રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી પૂર્વીય આર્થિક મંચની બેઠકમાં ભાગ લેશે અને રાષ્ટ્રપતિ પુતિન સાથે ભારત-રશિયા વાર્ષિક સમિટ પણ કરશે.

પૂર્વીય આર્થિક મંચની બેઠકમાટે રશિયાના વ્લાદિવોસ્તોકની મુલાકાતે રવના થતા અગાઉ પ્રધાનમંત્રીનું નિવેદન

September 03rd, 11:35 am

હું 4-5 સપ્ટેમ્બર, 2019ના રોજ રશિયાનાવ્લાદિવોસ્તોકની મુલાકાત લઇ રહ્યો છું.રશિયાના દૂરના પૂર્વીય પ્રદેશની ભારતીય પ્રધાનમંત્રી તરીકેની મારી આ પ્રથમ મુલાકાત અમારા મજબૂત દ્વિપક્ષીય સંબંધોના જોડાણને બન્ને પક્ષો તરફથી વધારે વૈવિધ્યપૂર્ણ બનાવવા અને વધારે મજબૂત કરવાની ઇચ્છા દર્શાવે છે.