વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમના સંબોધનનો મૂળપાઠ

February 14th, 02:30 pm

વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય ભાષણ આપવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મને બીજી વખત આ સૌભાગ્ય મળી રહ્યું છે. આ આમંત્રણ અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ જીનો ખૂબ આભારી છું. હું મારા ભાઈ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર વ્યક્ત કરું છું. મને તાજેતરના સમયમાં ઘણી વખત તેમને મળવાની તક મળી છે. તેઓ માત્ર વિઝનના નેતા જ નહીં પણ સંકલ્પના નેતા અને પ્રતિબદ્ધતાના નેતા પણ છે.

વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટ 2024માં પ્રધાનમંત્રીની સહભાગિતા

February 14th, 02:09 pm

મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ પ્રધાન અને દુબઈના શાસકના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં વિશ્વ સરકારોની સમિટમાં ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભાગ લીધો હતો. તેમણે સમિટની થીમ - શેપિંગ ધ ફ્યુચર ગવર્મેન્ટ્સ પર વિશેષ મુખ્ય ભાષણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ 2018માં વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં, ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ હાજરી આપી હતી. આ વખતે સમિટમાં 20 વિશ્વ નેતાઓની સહભાગિતા જોવા મળી હતી, જેમાં વૈશ્વિક મેળાવડામાં 10 રાષ્ટ્રપતિઓ અને 10 પ્રધાનમંત્રીઓ, 120થી વધુ દેશોની સરકારો અને પ્રતિનિધિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું.

નવી દિલ્હીમાં ભારત મંડપમ્‌ ખાતે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 02nd, 04:31 pm

હમણાં જ હું પિયુષજીને સાંભળી રહ્યો હતો, તેઓ કહેતા હતા કે તમે આવો તો અમારું મનોબળ વધી જાય છે. પણ હું જોઇ રહ્યો હતો કે અહીં તો બધા હોર્સ પાવરવાળા લોકો બેઠા છે. ત્યારે નક્કી થઈ ગયું કે કોને ક્યાંથી મનોબળ મળવાનું છે. સૌ પ્રથમ તો હું આ શાનદાર આયોજન કરવા બદલ ઓટોમોટિવ ઉદ્યોગને ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું. હું આજે દરેક સ્ટોલની મુલાકાત તો લઈ શક્યો નથી, પરંતુ મેં જેટલા પણ સ્ટોલ જોયા, તે ખૂબ જ પ્રભાવિત કરનારા હતા. આપણા દેશમાં આ બધું થઈ રહ્યું છે, આપણે તેને જોઈએ છે તો વધુ આનંદ અનુભવીએ છીએ. મેં તો ક્યારેય કાર ખરીદી નથી, તેથી મને કોઈ અનુભવ નથી, કારણ કે મેં ક્યારેય સાયકલ પણ ખરીદી નથી. હું દિલ્હીના લોકોને પણ કહીશ કે આ એક્સ્પો જોવા જરૂર આવે. આ આયોજન મોબિલિટી કોમ્યુનિટી અને સમગ્ર સપ્લાય ચેનને એક પ્લેટફોર્મ પર એકસાથે લાવે છે. હું ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં આપ સૌનું સ્વાગત કરું છું અને આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. કદાચ તમારામાંથી કેટલાક લોકોને યાદ હશે કે જ્યારે મારો પ્રથમ કાર્યકાળ હતો, ત્યારે મેં વૈશ્વિક સ્તરની એક મોબિલિટી કૉન્ફરન્સનું આયોજન કર્યું હતું. અને જો તમે તે સમયની વાતો-વસ્તુઓ કાઢીને જોશો તો શા માટે આપણે બૅટરી પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, આપણે ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો તરફ કેવી રીતે આગળ વધવું જોઈએ, આ બધા વિષયો પર બહુ વિસ્તારપૂર્વક સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, વૈશ્વિક નિષ્ણાતો આવ્યા હતા. અને આજે મારા બીજા કાર્યકાળમાં હું જોઈ રહ્યો છું કે ઘણી સારી પ્રગતિ થઈ રહી છે. અને મને વિશ્વાસ છે કે ત્રીજી ટર્મમાં... સમજદારને ઈશારો પૂરતો હોય છે. અને તમે લોકો તો મોબિલિટી- ગતિશીલતાની દુનિયામાં છો, તેથી આ ઈશારો ઝડપથી દેશમાં પહોંચશે.

પ્રધાનમંત્રીએ ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024ને સંબોધન કર્યું

February 02nd, 04:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ભારતનાં સૌથી મોટા અને આ પ્રકારનાં સૌપ્રથમ મોબિલિટી પ્રદર્શન – ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024નાં કાર્યક્રમને સંબોધન કર્યું હતું. તેમણે એક્સ્પોનો વોકથ્રુ પણ લીધો હતો. ભારત મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2024માં મોબિલિટી અને ઓટોમોટિવ વેલ્યુ ચેઇનમાં ભારતની ક્ષમતાઓ દર્શાવવામાં આવી છે અને પ્રદર્શનો, પરિષદો, બાયર-સેલર મીટ, રાજ્ય સત્રો, માર્ગ સલામતી પેવેલિયન અને ગો-કાર્ટિંગ જેવા જાહેર-કેન્દ્રિત આકર્ષણો યોજાશે.

પ્રધાનમંત્રી 12 જાન્યુઆરીનાં રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે

January 11th, 11:12 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરી, 2024ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. લગભગ 12:15 વાગ્યે પ્રધાનમંત્રી નાસિક પહોંચશે, જ્યાં તેઓ 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી બપોરે 3:30 વાગ્યે મુંબઈમાં અટલ બિહારી વાજપેયી સેવરી – ન્હાવા શેવા અટલ સેતુનું ઉદઘાટન અને પ્રવાસ કરશે. પ્રધાનમંત્રી સાંજે 4:15 વાગ્યે નવી મુંબઈમાં એક જાહેર કાર્યક્રમમાં સહભાગી થશે, જ્યાં તેઓ ઉદઘાટન કરશે, દેશને સમર્પિત કરશે અને વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે.