‘ટીકા ઉત્સવ’ કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ છે: પ્રધાનમંત્રી
April 11th, 09:22 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવ વેક્સિનેશનને એક તહેવાર તરીકે ગણાવ્યો હતો અને કોરોના સામેના બીજા મહાયુદ્ધનો પ્રારંભ ગણાવીને અંગત સ્વચ્છતાની સાથે સાથે સામાજિક સ્વચ્છતા પર વિશેષ ભાર મૂક્યો હતો. મહાત્મા જ્યોતિબા ફૂલેની જન્મજયંતીના અવસરે રવિવારથી ટીકા ઉત્સવનો પ્રારંભ થયો હતો અને આ ઉત્સવ 14મી એપ્રિલે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી સુધી જારી રહેશે.પ્રધાનમંત્રીએ મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી
April 11th, 09:21 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સમાજ સુધારક, વિચારક, ફિલોસોફર અને લેખક મહાત્મા જ્યોતિબા ફુલેને તેમની જન્મ જયંતિ નિમિતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.