પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથના ઉદ્ઘાટન પ્રસંગે આપેલા સંબોધનનો મૂળપાઠ

September 08th, 10:41 pm

આજના આ ઐતિહાસિક કાર્યક્રમ પર આખા દેશની નજર છે, તમામ દેશવાસીઓ અત્યારે આ કાર્યક્રમ સાથે જોડાયેલા છે. હું, આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા તમામ દેશવાસીઓનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, તેમને અભિનંદન પાઠવું છું. આ ઐતિહાસિક ક્ષણમાં, મારા મંત્રીમંડળના સાથીદારો શ્રી હરદીપ પુરીજી, શ્રી જી. કિશન રેડ્ડીજી, શ્રી અર્જુનરામ મેઘવાલજી, શ્રીમતી મીનાક્ષી લેખીજી, શ્રી કૌશલ કિશોરજી, પણ આજે મારી સાથે મંચ પર ઉપસ્થિત છે. દેશના અનેક મહાનુભાવ અતિથિઓ, પણ આજે અહીં ઉપસ્થિત છે.

PM inaugurates 'Kartavya Path' and unveils the statue of Netaji Subhas Chandra Bose at India Gate

September 08th, 07:00 pm

PM Modi inaugurated Kartavya Path and unveiled the statue of Netaji Subhas Chandra Bose. Kingsway i.e. Rajpath, the symbol of colonialism, has become a matter of history from today and has been erased forever. Today a new history has been created in the form of Kartavya Path, he said.

તમામ રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશના શ્રમ મંત્રીઓ સાથે રાષ્ટ્રીય શ્રમ પરિષદ ખાતે વીડિયો કોન્ફરન્સ મારફતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 25th, 04:31 pm

ચંદીગઢના વહીવટદાર શ્રીમાન બનવારી લાલ પુરોહિતજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ભૂપેન્દ્ર યાદવજી, શ્રી રામેશ્વર તેલીજી, તમામ રાજ્યોના આદરણીય શ્રમ મંત્રી ગણ, શ્રમ સચિવ ગણ, અન્ય મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો, સૌ પ્રથમ હું ભગવાન તિરુપતિ બાલાજીના ચરણોમાં વંદન કરું છું. જે પવિત્ર સ્થાન પર આપ સૌ ઉપસ્થિત છો તે ભારતના શ્રમ અને સામર્થ્યનું સાક્ષી રહ્યું છે. મને વિશ્વાસ છે આ પરિષદમાંથી બહાર આવનારા વિચારો દેશના શ્રમ સામર્થ્યને મજબૂત કરશે. હું આ તમામને ખાસ કરીને શ્રમ મંત્રાલયને આ આયોજન માટે અભિનંદન પાઠવું છું.

પ્રધાનમંત્રી શ્રીએ તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓને રાષ્ટ્રીય શ્રમ પરિષદમાં સંબોધન કર્યુ

August 25th, 04:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન આપ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ શ્રી ભૂપેન્દ્ર યાદવ અને શ્રી રામેશ્વર તેલી તેમજ રાજ્યોના શ્રમ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.