પીએમ કિસાન યોજના હેઠળ સન્માન નિધિનો 10મો હપ્તો ચૂકવતી વખતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સંબોધનનો મૂળપાઠ
January 01st, 12:31 pm
ઉપસ્થિત તમામ આદરણીય મહાનુભાવો, સૌ પ્રથમ, હું માતા વૈષ્ણોદેવી સંકુલમાં બનેલી દુ:ખદ દુર્ઘટના પર શોક વ્યક્ત કરું છું. આ દુર્ઘટના દરમિયાન નાસભાગમાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું તથા જેઓ ઘાયલ થયા છે તેઓ વહેલી તકે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીર પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. મેં ઉપ-રાજ્યપાલ મનોજ સિંહાજી સાથે પણ વાત કરી છે. રાહત કાર્ય જારી છે અને ઘાયલોની સારવાર માટે સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે.પ્રધાનમંત્રીએ PM-KISANનો 10મો હપ્તો રિલીઝ કર્યો
January 01st, 12:30 pm
દેશના ખેડૂતોને પાયાના સ્તરેથી સશક્ત બનાવવા માટેની અવિરત કટિબદ્ધતા અને સંકલ્પ અનુસાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી આર્થિક લાભની 10મા હપતાની રકમ રીલિઝ કરી છે. આના કારણે 10 કરોડ કરતાં વધારે ખેડૂત પરિવારોના બેંક ખાતામાં સીધા જ રૂપિયા 20,000 કરોડ કરતાં વધારે રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ અંદાજે 351 ખેડૂત ઉત્પાદક સંઘ (FPO)ને રૂ. 14 કરોડ કરતાં વધારે ઇક્વિટી ગ્રાન્ટ પેટે રીલિઝ કર્યા છે, જેનાથી 1.24 લાખ કરતાં વધારે ખેડૂતોને ફાયદો થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન FPO સાથે સંવાદ પણ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, લેફ્ટેનન્ટ ગવર્નર, કૃષિ મંત્રીઓ અને ખેડૂતો ઑનલાઇન લિંક દ્વારા જોડાયા હતા.ઇન્ફિનિટી ફોરમ, 2021ના ઉદઘાટનમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 03rd, 11:23 am
પ્રથમ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદઘાટન કરતા અને આપ સૌને આવકારતા મને આનંદ થાય છે. ‘ઇન્ફિનિટી ફોરમ’ ભારતમાં ફિનટેક પાસે જે અમાપ સંભાવનાઓ છે એનું પ્રતિનિધિત્વ કરે છે. સમગ્ર વિશ્વને લાભ પૂરો પાડવા ભારતના ફિનટેક માટે જે વિશાળ સંભાવના છે એ પણ તે દર્શાવે છે.પ્રધાનમંત્રીએ ફિનટેક પર વિચારશીલ નેતૃત્વ મંચ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદ્ઘાટન કર્યું
December 03rd, 10:00 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિચારશીલ નેતૃત્વ મંચ ‘ઇન્ફિનિટી ફોરમ’નું ઉદ્ધાટન કર્યું હતું.સંયુક્ત રાષ્ટ્રમાં માનનીય પ્રધાનમંત્રીનું સંબોધન
September 25th, 06:31 pm
તમારૂં અધ્યક્ષ બનવું તે તમામ વિકાસશીલ દેશ અને ખાસ કરીને નાના ટાપુ જેવા વિકાસમાન દેશો માટે ખૂબ જ ગૌરવની બાબત છે.પીએમ મોદીનું સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન
September 25th, 06:30 pm
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધિત કર્યું.પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોવિડ -19 મહામારી,આતંકવાદ અને જળવાયુ પરિવર્તન દ્વારા ઉભા થયેલા વૈશ્વિક પડકારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે મહામારી સામે લડવામાં વૈશ્વિક તબક્કે ભારત દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો અને ભારતમાં રસી બનાવવા માટે વિશ્વને આમંત્રણ આપ્યું.75મા સ્વતંત્રતા દિવસ પ્રસંગે લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવચનની મુખ્ય વાતો
August 15th, 03:02 pm
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે આપ સૌને અને દુનિયાભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકતંત્રને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ અભિનંદન.75મા સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાના પ્રાચીર પરથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 15th, 07:38 am
આઝાદીનો અમૃત મહોત્સવ, 75મા સ્વતંત્રતા દિવસ પર આપ સૌને અને વિશ્વભરમાં ભારતને પ્રેમ કરનારા, લોકશાહીને પ્રેમ કરનારા તમામને ખૂબ ખૂબ શુભકામનાઓ.ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવે છે
August 15th, 07:37 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું કારણ કે દેશ 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. ભાષણ દરમિયાન, પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની યાદી આપી અને ભવિષ્ય માટે યોજનાઓની રૂપરેખા રજૂ કરી.તેમણે સબકા સાથ,સબકા વિકાસ અને સબકા વિશ્વાસ ના સૂત્રમાં સબકા પ્રાયસ ઉમેરો કર્યો.‘આત્મનિર્ભર નારીશક્તિ સાથે સંવાદ’ કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 12th, 12:32 pm
આજે જ્યારે દેશ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે તો આ આયોજન ખૂબ મહત્વપૂર્ણ છે. આવનારા વર્ષોમાં આત્મનિર્ભર ભારતને, આપણી આત્મનિર્ભર નારી શક્તિ એક નવી ઊર્જા આપવા જઈ રહી છે. આપ સૌની સાથે વાત કરીને આજે મને પણ પ્રેરણા મળી છે. આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મંડળના મારા સહયોગીગણ, રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રીજી, રાજ્ય સરકારોના મંત્રીગણ, સાંસદ વિધાયક સાથી, જિલ્લા પરિષદના ચેરમેન અને સભ્યગણ, દેશની લગભગ લગભગ 3 લાખ જગ્યાઓ પરથી જોડાયેલ સ્વ સહાય જૂથની કરોડો બહેનો અને દીકરીઓ, અન્ય તમામ મહાનુભવો!આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં પ્રધાનમંત્રીએ મહિલા સ્વ સહાય જૂથો સાથે વાતચીત કરી
August 12th, 12:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લીધો હતો અને દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) હેઠળ સ્થપાઇ અને પ્રોત્સાહિત કરાયેલાં મહિલા સ્વ-સહાય જૂથો (SHG)નાં સભ્યો/સામુદાયિક સંસાધન વ્યક્તિઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન, સમગ્ર દેશમાંથી મહિલા સ્વ-સહાય જૂથ સભ્યોની સાફલ્ય ગાથાઓનો એક સંગ્રહ અને કૃષિ આજીવિકાના સાર્વત્રિકરણ અંગેની એક પુસ્તિકાનું પ્રધાનમંત્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII)ની 2021ની વાર્ષિક બેઠક ખાતે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
August 11th, 06:52 pm
ભારતની પ્રગતિને વેગ આપનારા ઉદ્યોગોના તમામ દિગ્ગજોને, સીઆઇઆઇના તમામ સદસ્યોને નમસ્કાર. કેન્દ્રીય મંત્રીમંડળના મારા વરિષ્ઠ સહયોગી ગણ, સીઆઈઆઈના પ્રમુખ શ્રી ટી વી નરેન્દ્રન જી, ઉદ્યોગના તમામ આગેવાનો, આ કાર્યક્રમમાં ઉપસ્થિત અનેક દેશના રાજનાયકો, વિભિન્ન દેશોમાં નિયુક્ત ભારતના રાજદૂતો, દેવીઓ અને સજ્જનો.પ્રધાનમંત્રીએ ભારતીય ઉદ્યોગ મહાસંઘ (સીઆઇઆઈ)ની વાર્ષિક સભા 2021ને સંબોધન કર્યું
August 11th, 04:30 pm
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સીઆઇઆઈની આ બેઠક 75મા આઝાદી દિવસ અગાઉ આઝાદી કા અમૃત મહોત્સવ વચ્ચે યોજાઈ રહી છે. તેમણે કહ્યું હતું , આ ભારતીય ઉદ્યોગ માટે નવા સંકલ્પો લેવા અને નવા લક્ષ્યાંકો નિર્ધારિત કરવાની મોટી તક છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મનિર્ભર ભારતની સફળતા માટેની મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા પ્રદર્શિત કરવા બદલ ભારતીય ઉદ્યોગજગતની પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી 2 ઑગસ્ટના રોજ ડિજિટલ ચૂકવણી ઉકેલ e-RUPIનો પ્રારંભ કરશે
July 31st, 08:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 2 ઑગસ્ટ 2021ના રોજ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી e-RUPIનો પ્રારંભ કરશે જે વ્યક્તિ અને ઉદ્દેશ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉકેલ છે.