દુબઈના શાસક, ઉપરાષ્ટ્રપતિ અને યુએઈના પ્રધાનમંત્રી સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
February 14th, 03:49 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ મંત્રી અને દુબઈના શાસકને મળ્યા હતા.દુબઈના જેબેલ અલીમાં ભારત માર્ટનો વર્ચ્યુઅલ શિલાન્યાસ
February 14th, 03:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને દુબઈના શાસકે, DP વર્લ્ડ દ્વારા બાંધવામાં આવનાર દુબઈમાં જેબેલ અલી ફ્રી ટ્રેડ ઝોન ખાતે 14 ફેબ્રુઆરી 2024ના રોજ ભારત માર્ટનો વર્ચ્યુઅલ રીતે શિલાન્યાસ કર્યો.પ્રધાનમંત્રીએ દુબઈ 2024માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કર પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી
February 14th, 02:55 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ દરમિયાન મેડાગાસ્કરના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી એન્ડ્રી રાજોએલીના સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હતી.વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં પીએમના સંબોધનનો મૂળપાઠ
February 14th, 02:30 pm
વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં મુખ્ય ભાષણ આપવું મારા માટે ખૂબ જ સન્માનની વાત છે. અને મને બીજી વખત આ સૌભાગ્ય મળી રહ્યું છે. આ આમંત્રણ અને ઉષ્માભર્યા સ્વાગત માટે હું મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ જીનો ખૂબ આભારી છું. હું મારા ભાઈ હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ બિન ઝાયેદનો પણ આભાર વ્યક્ત કરું છું. મને તાજેતરના સમયમાં ઘણી વખત તેમને મળવાની તક મળી છે. તેઓ માત્ર વિઝનના નેતા જ નહીં પણ સંકલ્પના નેતા અને પ્રતિબદ્ધતાના નેતા પણ છે.વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટ 2024માં પ્રધાનમંત્રીની સહભાગિતા
February 14th, 02:09 pm
મહામહિમ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, સંરક્ષણ પ્રધાન અને દુબઈના શાસકના આમંત્રણ પર, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી 2024ના રોજ દુબઈમાં વિશ્વ સરકારોની સમિટમાં ગેસ્ટ ઑફ ઓનર તરીકે ભાગ લીધો હતો. તેમણે સમિટની થીમ - શેપિંગ ધ ફ્યુચર ગવર્મેન્ટ્સ પર વિશેષ મુખ્ય ભાષણ આપ્યું હતું. પ્રધાનમંત્રીએ 2018માં વર્લ્ડ ગવર્મેન્ટ્સ સમિટમાં, ગેસ્ટ ઓફ ઓનર તરીકે પણ હાજરી આપી હતી. આ વખતે સમિટમાં 20 વિશ્વ નેતાઓની સહભાગિતા જોવા મળી હતી, જેમાં વૈશ્વિક મેળાવડામાં 10 રાષ્ટ્રપતિઓ અને 10 પ્રધાનમંત્રીઓ, 120થી વધુ દેશોની સરકારો અને પ્રતિનિધિઓએ પ્રતિનિધિત્વ કર્યું હતું.પ્રધાનમંત્રીની ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત
December 01st, 09:36 pm
બંને નેતાઓએ આરોગ્ય, શિક્ષણ, ફાર્માસ્યુટિકલ્સ અને પરંપરાગત દવાના ક્ષેત્રોમાં તેમના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે વિચારોની આપ-લે કરી હતી. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાન સાથે આપણી વિકાસ ભાગીદારીને વિસ્તારવા માટે ભારતના સમર્થનની ખાતરી પણ આપી હતી.પ્રધાનમંત્રીની સ્વીડનના કિંગડમના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
December 01st, 08:32 pm
નેતાઓએ તેમના દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ફળદાયી ચર્ચાઓ કરી, જેમાં સંરક્ષણ, સંશોધન અને વિકાસ, વેપાર અને રોકાણ અને આબોહવા સહયોગનો સમાવેશ થાય છે. તેઓએ EU, નોર્ડિક કાઉન્સિલ અને નોર્ડિક બાલ્ટિક 8 ગ્રુપ સહિત પ્રાદેશિક અને બહુપક્ષીય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.ભારત અને સ્વીડન COP-28 ખાતે ઇન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન માટે લીડરશીપ ગ્રૂપના ફેઝ-2નું સહ-યજમાન છે
December 01st, 08:29 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મળીને મહામહિમ સ્વીડનના પ્રધાનમંત્રી શ્રી ઉલ્ફ ક્રિસ્ટરસને, દુબઈમાં COP-28 ખાતે 2024-26 સમયગાળા માટે લીડરશીપ ગ્રૂપ ફોર ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન (LeadIT 2.0) ના તબક્કા-IIનો સહ-પ્રારંભ કર્યો.COP-28 સમિટ દરમિયાન ટ્રાન્સફોર્મિંગ ક્લાઈમેટ ફાઇનાન્સ પરના સત્રમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 01st, 08:06 pm
તેના G-20 પ્રમુખપદ દરમિયાન, ભારતે ટકાઉ વિકાસ અને આબોહવા પરિવર્તન બંનેને ખૂબ જ પ્રાથમિકતા આપી છે.પ્રધાનમંત્રીની સ્વિસ કોન્ફેડરેશનના પ્રમુખ સાથે મુલાકાત
December 01st, 08:01 pm
બેઠક દરમિયાન, બંને નેતાઓએ તેમની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટેના માર્ગો પર ચર્ચા કરી હતી, જેમાં વેપાર અને રોકાણ, તકનીકી, આરોગ્ય, શિક્ષણ, આઇટી, પર્યટન અને લોકોથી લોકો વચ્ચેના સંબંધોમાં સહકાર સામેલ છે.પ્રધાનમંત્રીની સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ સાથે બેઠક
December 01st, 07:55 pm
પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાનને આગામી મહિને ભારતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ આપ્યું હતું.પ્રધાનમંત્રીનું COP-28 ખાતે લીડરશીપ ગ્રુપ ફોર ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ઈવેન્ટમાં સંબોધન
December 01st, 07:29 pm
આપણે બધા એક સામાન્ય પ્રતિબદ્ધતા દ્વારા જોડાયેલા છીએ - ગ્લોબલ નેટ ઝીરો. નેટ ઝીરોના લક્ષ્યોને હાંસલ કરવા માટે સરકાર અને ઉદ્યોગ વચ્ચેની ભાગીદારી જરૂરી છે. અને, ઔદ્યોગિક નવીનતા એ એક મહત્વપૂર્ણ ઉત્પ્રેરક છે. ગ્રહ સંક્રમણ માટે સલામત ભવિષ્ય માટે ઉદ્યોગ માટેનું નેતૃત્વ જૂથ , એટલે કે લીડ-આઈટી, સરકારો અને ઉદ્યોગો વચ્ચેની ભાગીદારીનું સફળ ઉદાહરણ છે.પ્રધાનમંત્રીનું COP-28 ખાતે 'ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ' પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં સંબોધન
December 01st, 07:22 pm
આટલા વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે પણ તેમનું અહીં આવવું, અમારી સાથે થોડો સમય વિતાવવો અને તેમનો સહકાર મેળવવો એ પોતાનામાં જ મોટી વાત છે. UAE સાથે આ ઈવેન્ટનું સહ-આયોજન કરવાનો મને ઘણો આનંદ છે. આ પહેલમાં જોડાવા બદલ હું સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર-શોનનો પણ આભાર વ્યક્ત કરું છું.પ્રધાનમંત્રી શ્રીની સંયુક્ત રાષ્ટ્રનાં મહાસચિવ સાથે બેઠક
December 01st, 06:45 pm
બંને નેતાઓએ આબોહવાની કામગીરી, આબોહવા ધિરાણ, ટેકનોલોજી અને સંયુક્ત રાષ્ટ્ર સહિત બહુપક્ષીય શાસન અને નાણાકીય સંસ્થાઓમાં સુધારા સાથે સંબંધિત ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાઓ અને ચિંતાઓ પર અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું.ઈઝરાયલના રાષ્ટ્રપતિ સાથે પ્રધાનમંત્રી શ્રીની બેઠક
December 01st, 06:44 pm
પ્રધાનમંત્રીએ અસરગ્રસ્ત લોકો માટે માનવીય સહાય સતત અને સલામત રીતે પૂરી પાડવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે વાતચીત અને મુત્સદ્દીગીરી મારફતે બે રાજ્ય સમાધાન અને ઇઝરાયલ પેલેસ્ટાઇનના મુદ્દાના પ્રારંભિક અને ટકાઉ સમાધાન માટે ભારતના સમર્થન પર ભાર મૂક્યો હતો.COP-28ના HoS/HoGના ઉચ્ચ સ્તરીય સેગમેન્ટના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીનું વિશેષ સંબોધન
December 01st, 03:55 pm
ક્લાઈમેટ જસ્ટિસ, ક્લાઈમેટ ફાઈનાન્સ અને ગ્રીન ક્રેડિટ જેવા મેં જે મુદ્દા ઉઠાવ્યા છે તેને તમે સતત સમર્થન આપ્યું છે.PM Modi arrives in Dubai to attend the COP 28 Summit
November 30th, 11:30 pm
Prime Minister Narendra Modi arrived in Dubai to attend the COP 28 Summit. He will join special events including on climate finance, Green Credit initiative and LeadIT.એક્સ્પો 2020 દુબઈ ખાતે ભારતીય પેવેલિયનમાં મેળાવડાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
October 01st, 08:55 pm
એક્સ્પો 2020 દુબઈ ખાતે ભારતીય પેવેલિયનમાં આપ સૌનું સ્વાગત છે. આ એક ઐતિહાસિક એક્સ્પો છે. મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારું આ પ્રથમ છે. આ એક્સ્પોમાં ભારત એના સૌથી મોટા પેવેલિયન્સ પૈકીના એક સાથે ભાગ લઈ રહ્યું છે. મને ખાતરી છે કે યુએઈ અને દુબઈ સાથે આપણા ગાઢ અને ઐતિહાસિક સંબંધો વધુ નિર્માણ કરવામાં આ એક્સ્પો લાંબી મજલ કાપશે. સરકાર અને ભારતના લોકો વતી હું સૌ પ્રથમ યુએઈના પ્રમુખ અને અબુધાબીના શાસક મહામહિમ શ્રી શેખ ખલિફા બિન ઝાયેદ બિન અલ નહ્યાનને શુભકામનાઓ પાઠવીને શરૂઆત કરવા માગું છું.એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રીનો સંદેશ
October 01st, 08:54 pm
એક્સ્પો 2020 દુબઇમાં ભારતીય પેવેલિયનને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સંદેશ દરમિયાન આ એક્સ્પોને ઐતિહાસિક ગણાવીને કહ્યું હતું કે, “મધ્યપૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા પ્રદેશમાં યોજાનારો આ પ્રથમ એક્સ્પો છે. મને ખાતરી છે કે, UAE અને દુબઇ સાથે આપણા ઘનિષ્ઠ અને ઐતિહાસિક સંબંધોનું વધુ આગળ નિર્માણ કરવા માટે આ એક્સ્પો ઘણો ઉપયોગી થશે.” પ્રધાનમંત્રીએ UAEના રાષ્ટ્રપતિ અને અબુધાબીના રાજા મહામહિમ શેખ ખલીફા બિન ઝાયેદ બિન અલ ન્હાયન, UAEના પ્રધાનમંત્રી અને ઉપરાષ્ટ્રપતિ તેમજ દુબઇના રાજા શેખ મોહંમદ બીન રશીદ અલ મક્તૌમનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રીએ અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહંમદ બિન ઝાયેદ અલ ન્હાયનને પણ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું હતું કે, “આપણી વ્યૂહાત્મક ભાગીદારીમાં જે પ્રગતિ પ્રાપ્ત થઇ છે તેમાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. બંને દેશોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે હું તેમની સાથે કામ કરવાનું ચાલુ રાખવા માટે તત્પર છુ.”પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે ટેલિફોનિક સંવાદ
September 03rd, 10:27 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે અબૂ ધાબીના ક્રાઉન પ્રિન્સ મહામહિમ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ ભારત-યુએઈ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિનું સકારાત્મક રીતે મૂલ્યાંકન કર્યુ.