The World This Week on India
December 24th, 11:59 am
India’s footprint on the global stage this week has been marked by a blend of diplomatic engagements, economic aspirations, cultural richness, and strategic initiatives.The World This Week on India
December 17th, 04:23 pm
In a week filled with notable achievements and international recognition, India has once again captured the world’s attention for its advancements in various sectors ranging from health innovations and space exploration to climate action and cultural influence on the global stage.કાર્યકર સુવર્ણ મહોત્સવમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
December 07th, 05:52 pm
કાર્યકર સુવર્ણ મહોત્સવના પાવન અવસરે હું ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં નમ્રતાપૂર્વક નમન કરું છું. આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે, જેમને હું પણ શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, કારણ કે તેઓ દિવ્ય ગુરુ હરિ પ્રાગત બ્રહ્માનું મૂર્ત સ્વરૂપ હતા. પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના અથાગ પ્રયત્નો અને સમર્પણ દ્વારા આજે ભગવાન સ્વામિનારાયણના ઉપદેશો અને પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો સાકાર થઈ રહ્યા છે. એક લાખ સ્વયંસેવકો, યુવાનો અને બાળકોને સાંકળતી આ ભવ્ય સાંસ્કૃતિક ઘટના બીજ, વૃક્ષ અને ફળના સારને સુંદર રીતે રજૂ કરે છે. જો કે હું તમારી વચ્ચે શારીરિક રીતે હાજર રહેવા માટે અસમર્થ છું, તેમ છતાં, હું આ ઘટનાની જીવંતતા અને ઊર્જાને મારા હૃદયમાં ઊંડે સુધી અનુભવી શકું છું. હું પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અને તમામ પૂજ્ય સંતોને આવી ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને હું તેમને ઊંડા આદર સાથે નમન કરું છું.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો
December 07th, 05:40 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે અમદાવાદમાં આયોજિત કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, પૂજ્ય સંતો અને સત્સંગી પરિવારના સભ્યો તથા અન્ય મહાનુભાવો અને પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું. શ્રી મોદીએ કાર્યકર સુવર્ણ મહોત્સવ પ્રસંગે ભગવાન સ્વામી નારાયણના ચરણોમાં નમન કર્યા હતા અને જણાવ્યું હતું કે આજે પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતી પણ છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની મહેનત અને સમર્પણથી આજે ભગવાન સ્વામી નારાયણના ઉપદેશો, પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પો ફળીભૂત થઈ રહ્યા છે. યુવાનો અને બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે આશરે એક લાખ કાર્યકરો સહિત આવા વિશાળ કાર્યક્રમને નિહાળીને શ્રી મોદીએ આનંદ વ્યક્ત કર્યો હતો અને ઉમેર્યું હતું કે, તેઓ આ કાર્યક્રમના સ્થળે શારીરિક રીતે હાજર ન હોવા છતાં આ કાર્યક્રમની ઊર્જાનો અનુભવ કરી શકે છે. તેમણે પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, તમામ સંતોને આ ભવ્ય દિવ્ય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.પ્રધાનમંત્રીએ આજે 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા કરી, જેમાં TBનો વધુ બોજ ધરાવતા જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું
December 07th, 02:38 pm
ટીબી સામેની ભારતની લડાઈ વધુ મજબૂત બની છે તેના પર ભાર મૂકતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 100 દિવસની વિશેષ ઝુંબેશ શરૂ કરવાની ઘોષણા કરી હતી જેમાં વધુ ભાર ધરાવતા ટીબી જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે નાગરિકોને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી જેપી નડ્ડા દ્વારા લખાયેલ લેખ વાંચવા પણ વિનંતી કરી.The bond between India & Guyana is of soil, of sweat, of hard work: PM Modi
November 21st, 08:00 pm
Prime Minister Shri Narendra Modi addressed the National Assembly of the Parliament of Guyana today. He is the first Indian Prime Minister to do so. A special session of the Parliament was convened by Hon’ble Speaker Mr. Manzoor Nadir for the address.પ્રધાનમંત્રીએ ગુયાનાની સંસદને સંબોધિત કર્યું
November 21st, 07:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુયાનાની સંસદની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરી હતી. આવું કરનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. સંબોધન માટે માનનીય સ્પીકર શ્રી મંજૂર નાદિર દ્વારા સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.જમૈકાના પ્રધાનમંત્રી સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ
October 01st, 12:00 pm
ભારત અને જમૈકાના સંબંધોના મૂળમાં આપણા સહિયારા ઇતિહાસ, સહિયારા લોકતાંત્રિક મૂલ્યો અને લોકો વચ્ચેનાં મજબૂત સંબંધો રહેલાં છે. આપણી ભાગીદારીની લાક્ષણિકતા ચાર 'સી' – કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરિકોમ (CARICOM) છે. આજની બેઠકમાં અમે તમામ ક્ષેત્રોમાં અમારા સહકારને મજબૂત કરવા ચર્ચા કરી હતી અને કેટલીક નવી પહેલોની ઓળખ કરી હતી. ભારત અને જમૈકા વચ્ચે વેપાર અને રોકાણ વધી રહ્યાં છે. જમૈકાની વિકાસ યાત્રામાં ભારત હંમેશા વિશ્વસનીય અને પ્રતિબદ્ધ વિકાસનું ભાગીદાર રહ્યું છે. આ દિશામાં અમારા તમામ પ્રયાસો જમૈકાના લોકોની જરૂરિયાતોની આસપાસ કેન્દ્રિત છે. આઇટીઇસી અને આઇસીસીઆર શિષ્યાવૃત્તિઓ મારફતે અમે જમૈકાનાં લોકોનાં કૌશલ્ય વિકાસ અને ક્ષમતા નિર્માણમાં પ્રદાન કર્યું છે.એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા રમતવીરો સાથે વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
October 10th, 06:25 pm
આ એક સુખદ સંયોગ છે કે આ જ સ્થળે, આ જ સ્ટેડિયમમાં 1951માં પ્રથમ એશિયન ગેમ્સ યોજાઈ હતી. આજે આપે પણ અને આપ સૌ ખેલાડીઓએ, આપે જે પરાક્રમ કર્યું છે, જે પુરુષાઅર્થ કર્યો છે, જે પરિણામ આપ્યું છે, તેનાં કારણે દેશના દરેક ખૂણામાં એક ઉત્સવનું વાતાવરણ છે. 100 પારની મેડલ ટેલી માટે, તમે દિવસ-રાત એક કરી દીધી. એશિયન ગેમ્સમાં આપ સૌ ખેલાડીઓનાં પ્રદર્શનથી આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે.પ્રધાનમંત્રીશ્રીએ એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી
October 10th, 06:24 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ ખાતે એશિયન ગેમ્સ 2022માં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓની ટુકડીને સંબોધિત કરી હતી. તેમણે રમતવીરો સાથે વાતચીત પણ કરી હતી. ભારતે એશિયન ગેમ્સ 2022માં 28 સુવર્ણ ચંદ્રકો સહિત 107 મેડલ જીત્યા હતા, જે ખંડીય મલ્ટી-સ્પોર્ટ ઇવેન્ટમાં જીતેલા મેડલની કુલ સંખ્યાના સંદર્ભમાં શ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે.પ્રધાનમંત્રીએ 1,44,000 કિલોગ્રામ જપ્ત કરાયેલી દવાઓનો નાશ કરવાના ઐતિહાસિક સીમાચિહ્નની પ્રશંસા કરી
July 17th, 10:21 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જપ્ત કરાયેલા 1,44,000 કિલો ડ્રગ્સને નષ્ટ કરવામાં આવતાં ડ્રગ્સને દૂર કરવામાં ભારતે હાંસલ કરેલા ઐતિહાસિક સીમાચિહ્નની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ સમાજમાં ડ્રગ્સના જોખમને ખતમ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી
April 20th, 10:06 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમાજમાં ડ્રગ્સના દુષણને ખતમ કરવાના પ્રયાસોની પ્રશંસા કરી છે.પ્રધાનમંત્રીએ તમિલ નવા વર્ષની ઉજવણી નિમિત્તે આપેલા સંબોધનનો મૂળપાઠ
April 13th, 08:21 pm
આપ સૌને તમિલ પુત્તાંડુની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારા સૌના પ્રેમ, મારા તમિલ ભાઇ અને બહેનોના સ્નેહના કારણે જ આજે મને તમારી વચ્ચે તમિલ પુત્તાંડુની ઉજવવા કરવાની તક મળી રહી છે. પુત્તાંડુ, એ પ્રાચીનતામાં અર્વાચીનતાનો તહેવાર છે! આટલી પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને દર વર્ષે પુત્તાંડુથી નવી ઉર્જા સાથે આગળ વધતા રહેવાની આ પરંપરા ખરેખર અદ્ભુત છે! આ જ વાત તમિલનાડુ અને તમિલ લોકોને આટલા બધા ખાસ બનાવે છે. આથી જ, મને હંમેશા આ પરંપરા પ્રત્યે ઘણું આકર્ષણ રહ્યું છે અને તેની સાથે મારું ભાવનાત્મક જોડાણ પણ રહ્યું છે. જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે મણિનગર વિધાનસભા સીટ પરથી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો હતો, તે વિસ્તારમાં ઘણી મોટી સંખ્યામાં તમિલ મૂળના લોકો રહેતા છે, તેઓ મારા મતદારો હતા, તેઓ મને ધારાસભ્ય પણ બનાવતા હતા અને તેમણે જમને મુખ્યમંત્રી પણ બનાવ્યો હતો. અને તેમની સાથે મેં વિતાવેલી પળો મને હંમેશા યાદ છે. મારા સદ્ભાગ્યના કારણે જ જેટલો પ્રેમ મેં તમિલનાડુને આપ્યો છે, એના કરતાં ઘણો વધારે પ્રેમ તમિલ લોકોએ હંમેશા તે મને પાછો આપ્યો છે.પ્રધાનમંત્રીએ તમિલ નૂતન વર્ષની ઉજવણીમાં ભાગ લીધો
April 13th, 08:20 pm
આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ પુત્તાણ્ડુની ઉજવણી કરવા માટે પોતાનાં તમિલ ભાઈ અને બહેનો વચ્ચે ઉપસ્થિત રહેવા બદલ ખુશી વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પુત્તાણ્ડુ પ્રાચીન પરંપરામાં આધુનિકતાનો તહેવાર છે. આવી પ્રાચીન તમિલ સંસ્કૃતિ અને છતાં, દર વર્ષે નવી ઊર્જા સાથે આગળ વધી રહી છે. આ ખરેખર નોંધપાત્ર બાબત છે. તમિલ લોકો અને સંસ્કૃતિની વિશિષ્ટતા પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ તમિલ સંસ્કૃતિ પ્રત્યે તેમનાં આકર્ષણ અને ભાવનાત્મક જોડાણનો એકરાર કર્યો હતો. ગુજરાતમાં તેમના અગાઉના વિધાનસભા મતવિસ્તારમાં તમિલ લોકોની મજબૂત હાજરી અને અપાર પ્રેમને યાદ કરીને પ્રધાનમંત્રીએ તમિલ લોકોના તેમનાં પ્રત્યેના પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.