પ્રધાનમંત્રીના નવા સંસદ બિલ્ડીંગમાં રાજ્યસભામાં સંબોધનનો મૂળપાઠ

September 19th, 05:55 pm

આપણા બંધારણમાં રાજ્યસભાની ઉપલા ગૃહ તરીકે પરિકલ્પના કરવામાં આવી છે. બંધારણ ઘડનારાઓનો આશય એવો હતો કે આ ગૃહ રાજકારણની અરાજકતાથી ઉપર ઊઠીને ગંભીર, બૌદ્ધિક ચર્ચાનું કેન્દ્ર બને અને દેશને દિશા આપવાની શક્તિ અહીંથી જ આવે. આ દેશની સ્વાભાવિક અપેક્ષા પણ છે અને લોકશાહીની સમૃદ્ધિમાં આ યોગદાન પણ એ સમૃદ્ધિમાં વધુ મૂલ્ય ઉમેરી શકે છે.

પ્રધાનમંત્રીએ નવા સંસદ ભવનમાં રાજ્યસભાને સંબોધિત કર્યું

September 19th, 02:52 pm

ગૃહને સંબોધતા પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે આજનો પ્રસંગ ઐતિહાસિક અને યાદગાર છે. તેમણે લોકસભામાં તેમના સંબોધનને યાદ કર્યું અને આ ખાસ અવસર પર રાજ્યસભાને સંબોધવાની તક આપવા બદલ અધ્યક્ષનો આભાર વ્યક્ત કર્યો.

વારાણસીમાં કાશી તમિલ સંગમમના ઉદઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

November 19th, 07:00 pm

કાર્યક્રમમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી ધર્મેન્દ્ર પ્રધાનજી, શ્રી એલ મુરુગનજી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પૉન રાધાકૃષ્ણનજી, વિશ્વ વિખ્યાત સંગીતકાર અને રાજ્યસભાના સભ્ય ઇલૈઈરાજાજી, બીએચયુના વાઇસ ચાન્સલર સુધીર જૈન, આઇઆઇટી મદ્રાસના ડાયરેક્ટર પ્રોફેસર કામકોટ્ટીજી, અન્ય બધા મહાનુભવો, અને તમિલનાડુથી મારાં કાશીમાં પધારેલા તમામ મારા આદરણીય અતિથિઓ, દેવીઓ અને સજ્જનો,

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું

November 19th, 02:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશનાં વારાણસીમાં આયોજિત અને એક મહિના સુધી ચાલનારા કાર્યક્રમ 'કાશી તમિલ સંગમમ'નું ઉદઘાટન કર્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ દેશની સૌથી મહત્ત્વપૂર્ણ અને પ્રાચીન વિદ્યાપીઠોમાંની બે તમિલનાડુ અને કાશી વચ્ચે સદીઓ જૂનાં જોડાણોની ઉજવણી કરવાનો, તેની પુષ્ટિ કરવાનો અને પુનઃશોધ કરવાનો છે. તમિલનાડુથી 2500થી વધુ પ્રતિનિધિઓ કાશીની મુલાકાત લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પ્રધાનમંત્રીએ એક પુસ્તક 'તિરુક્કુરલ'નું અને તેનો 13 ભાષાઓમાં અનુવાદ સાથે વિમોચન પણ કર્યું હતું. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ત્યારબાદ આરતી પણ નિહાળી હતી.

શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર 2022ના વિજેતાઓ સાથે પ્રધાનમંત્રીએ કરેલા સંવાદનો મૂળપાઠ

September 05th, 11:09 pm

દેશ આજે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ ડૉ. રાધાકૃષ્ણનજીને તેમના જન્મદિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યો છે અને આપણા માટે આ ઘણા સૌભાગ્યની વાત છે કે આપણા વર્તમાન રાષ્ટ્રપતિ પણ શિક્ષક છે. તેમના જીવનના પ્રારંભિક સમયગાળા દરમિયાન, તેમણે શિક્ષક તરીકે કામ કર્યું હતું અને તે પણ દૂરના ઓરિસ્સાના અંતરિયાળ વિસ્તારમાં સેવા આપી અને ત્યાંથી જ તેમનું જીવન અનેક પ્રકારે આપણા માટે સુખદ સંયોગ છે અને આવા શિક્ષક રાષ્ટ્રપતિના હસ્તે આપ સૌનું સન્માન કરવામાં આવ્યું છે તે આપણા સૌના માટે એક ગૌરવની વાત છે

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો

September 05th, 06:25 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસના અવસર પર, નવી દિલ્હી ખાતે શિક્ષકો માટેના રાષ્ટ્રીય પુરસ્કારોના વિજેતા શિક્ષકો સાથે સંવાદ કર્યો હતો.

પ્રધાનમંત્રી ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે

September 05th, 10:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર ખાસ કરીને તમામ મહેનતુ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી છે જેઓ યુવા મનમાં શિક્ષણનો આનંદ ફેલાવે છે. શ્રી મોદીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ શિક્ષક દિવસ પર શિક્ષકોને અભિનંદન આપ્યા, પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

September 05th, 09:20 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષક સમુદાયને અભિનંદન આપ્યા છે. પ્રધાનમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને પણ તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે.

એઆઈયુની 95મી બેઠક અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 14th, 10:25 am

કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાતના રાજયપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી, દેશના શિક્ષણ મંત્રી શ્રી રમેશ પોખરિયાલ નિશંકજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીજી, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહજી, યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનના ચેરમેન પ્રોફેસર ડી પી સિંહજી, બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર પ્રોફેસર અમી ઉપાધ્યાયજી, એસોસિએશન ઓફ ઈન્ડીયન યુનિવર્સિટિઝ- એઆઈયુના પ્રેસીડેન્ટ પ્રોફેસર તેજ પ્રતાપજી તથા ઉપસ્થિત તમામ મહાનુભવો અને સાથીઓ,

એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન

April 14th, 10:24 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એસોસિયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદને આજે વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. તેમણે શ્રી કિશોર મકવાણા દ્વારા લિખિત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર સંબંધી ચાર પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કર્યું હતું.

એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના 95મા વાર્ષિક સંમેલન અને વાઇસ ચાન્સેલરના રાષ્ટ્રીય સેમિનારને 14મી એપ્રિલે પ્રધાનમંત્રી સંબોધન કરશે

April 13th, 11:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14મી એપ્રિલે સવારે 11.00 કલાકે વીડિયો કોન્ફરન્સ મારફતે એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટી (ભારતીય મહાવિદ્યાલય)ના 95મા વાર્ષિક સંમેલન અને ઉપ કુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને સંબોધન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર પરના ચાર પુસ્તકોનું વિમોચન પણ કરાશે. આ પુસ્તકો કિશોર મકવાણાએ લખ્યા છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી અને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કર્યું છે.

‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠ નિમિત્તે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

January 31st, 03:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ‘પ્રબુદ્ધ ભારત’ સામયિકની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધિત કર્યો

January 31st, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્વામી વિવેકાનંદે શરૂ કરેલા રામકૃષ્ણ સંપ્રદાયના માસિક સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ની 125મી વર્ષગાંઠની ઉજવણીના ઉપક્રમે યોજાયેલા એક કાર્યક્રમને સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રી 31 જાન્યુઆરીએ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે

January 29th, 02:51 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી 2021ના રોજ અંદાજે બપોરે 3.15 કલાકે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં વીડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 19th, 11:11 am

થોડા સમય પહેલાં હું એક તસવીર જોઈ રહ્યો હતો. આ વખતે કોરોનાના જોખમને કારણે ભલે કેટલાંક પ્રતિબંધો છે. પરંતુ ઉત્સવનો ઉમંગ પહેલાંના જેવો જ છે. થોડા દિવસ પહેલાં પડેલા વરસાદે અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. અસર પામેલા તમામ પરિવારો માટે હું સંવેદના પ્રગટ કરૂ છુ. કેન્દ્ર સરકાર અને કર્ણાટક સરકાર મળીને રાહતના તમામ સંભવિત પ્રયાસો કરશે.

પ્રધાનમંત્રીએ મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું

October 19th, 11:10 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મૈસૂર વિશ્વવિદ્યાલયના શતાબ્દી પદવીદાન સમારંભમાં સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી

September 05th, 10:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી અને ડૉ.એસ.રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

રાજ્યસભાના 250માં સત્રને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

November 18th, 01:48 pm

માનનીય સભાપતિજી અને સન્માનનીય ગૃહ. હું તમારા માધ્યમથી આ 250માં સત્ર પ્રસંગે અહિંયા હાજર તમામ સાંસદોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું, પરંતુ આ 250 સત્ર દરમ્યાન જે યાત્રા ચાલી છે, અત્યાર સુધીમાં જે-જે લોકોએ યોગદાન આપ્યું છે તે બધા લોકો અભિનંદનના અધિકારી છે. હું તેમને આદર પૂર્વક યાદ કરૂ છું.

રાજ્યસભાના 250માં સત્ર નિમિત્તે વિશેષ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીનું વક્તવ્ય

November 18th, 01:47 pm

આ ઐતિહાસિક સત્રને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશના ઇતિહાસમાં રાજ્યસભાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આ ગૃહે પણ આજે ઇતિહાસ રચતા જોયો છે. તેમણે ઉમેર્યું હતું કે, ભારતના બંધારણના ઘડવૈયાઓએ દ્વિગૃહી કાયદા નિર્માણનું જે માળખું રચ્યું તેની પાછળની દૂરંદેશીથી આપણી લોકશાહી સુદૃઢ બની છે.

શિક્ષકો ભારતનાં યુવાન નાગરિકો માટે માર્ગદર્શક અને પરામર્શક છે: પ્રધાનમંત્રી મોદી

September 05th, 11:42 am

શિક્ષક દિન પર શિક્ષક સમુદાયને શુભેચ્છા આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, શિક્ષકો ભારતનાં યુવાન નાગરિકો માટે માર્ગદર્શક અને પરામર્શક છે, જેઓ તેમનાં વિદ્યાર્થીઓનાં જીવનને ઘડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે શિક્ષકોને વિનંતી કરી કે તેઓ વિદ્યાર્થોને સિંગલ-યુઝ પ્લાસ્ટિકથી આપણા પર્યાવરણને થતાં નુકસાન વિશે સમજાવે અને એનો ઉપયોગ ન કરવાની સલાહ આપે.