પ્રધાનમંત્રીએ ડૉ. પિયર-સિલ્વેન ફિલિયોઝટના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 31st, 02:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડૉ. પિયર-સિલ્વેન ફિલિયોઝટના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે સંસ્કૃત અધ્યયનને લોકપ્રિય બનાવવાના તેમના અનુકરણીય પ્રયાસો માટે તેમને યાદ કરવામાં આવશે, ખાસ કરીને સાહિત્ય અને વ્યાકરણના ક્ષેત્રમાં આપેલા યોગદાન બદલ યાદ કરાશે.