ડૉ. હરેકૃષ્ણ મહતાબ જી એક મહાન વ્યક્તિત્વ ધરાવતા હતા જેમણે ભારતને સ્વતંત્ર કરાવવા અને દરેક ભારતીય માટે ગૌરવ અને સમાનતાનું જીવન સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું: પ્રધાનમંત્રી

November 22nd, 03:11 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ડૉ. હરેકૃષ્ણ મહાતાબ જીને એક મહાન વ્યક્તિત્વ તરીકે યાદ કર્યાં, જેમણે ભારતને સ્વતંત્ર બનાવવા અને દરેક ભારતીય માટે ગૌરવ અને સમાનતાનું જીવન સુનિશ્ચિત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. તેમની 125મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપતાં શ્રી મોદીએ ડૉ. મહતાબના આદર્શોને પરિપૂર્ણ કરવા માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.