નેશનલ ડોકટર્સ ડે પ્રસંગે તબીબી સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 01st, 03:01 pm

આપ સૌને નેશનલ ડોકટર્સ ડે પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ડો. બી સી રોયની યાદમાં મનાવાઈ રહેલો આ દિવસ આપણાં ડોકટરોના, આપણા તબીબી સમુદાયના ઉચ્ચતમ આદર્શોનું પ્રતિક છે. ખાસ કરીને વિતેલાં દોઢ વર્ષમાં આપણાં ડોકટરોએ જે રીતે દેશવાસીઓની સેવા કરી છે તે સ્વયં એક ઉદાહરણ છે. હું 130 કરોડ દેશવાસીઓ તરફથી તમામ ડોકટરોને ધન્યવાદ પાઠવું છું. તેમનો આભાર વ્યક્ત કરૂં છું.

રાષ્ટ્રીય તબીબ દિવસ અંગે તબીબોને પ્રધાનમંત્રીનું સંબોધન

July 01st, 03:00 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તબીબ દિવસે તબીબ સમુદાયને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે ડોકટર બી સી રૉયની સ્મૃતિમાં ઉજવાતો આ દિવસ, આપણા તબીબી જગતના સર્વોચ્ચ આદર્શોનું પ્રતીક છે. તેમણે 130 કરોડ ભારતીયો વતી તબીબોનો મહામારીના છેલ્લા દોઢ વર્ષોમાં આ મુશ્કેલ સમય દરમિયાન એમની સેવાઓ બદલ આભાર માન્યો હતો. તેઓ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમને વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધી રહ્યા હતા.