પ્રધાનમંત્રીએ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કર્યો

October 19th, 06:57 pm

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મિશન કર્મયોગી મારફતે અમારું લક્ષ્ય માનવ સંસાધન ઊભું કરવાનું છે, જે આપણાં દેશનાં વિકાસમાં પ્રેરક બળ બની રહે. પ્રગતિ પર સંતોષ વ્યક્ત કરતાં પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જો આપણે આ જ જુસ્સા સાથે કામ કરતાં રહીશું, તો દેશને પ્રગતિ કરતાં કોઈ અટકાવી નહીં શકે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહ દરમિયાન નવા શિક્ષણ અને અનુભવો મજબૂત થશે અને કાર્ય પ્રણાલીમાં સુધારો કરવામાં મદદ કરશે, જે આપણને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનાં આપણાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદરૂપ થશે.

પ્રધાનમંત્રી 19 ઓક્ટોબરના રોજ ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે

October 18th, 11:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ઓક્ટોબરના રોજ સવારે 10:30 વાગ્યે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે ‘કર્મયોગી સપ્તાહ’ - રાષ્ટ્રીય શિક્ષણ સપ્તાહનો પ્રારંભ કરશે.

સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0ના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 01st, 11:01 am

નમસ્કાર! કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત કેબિનેટમાં મારા સહયોગી શ્રી હરદીપ સિંહ પુરીજી, શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતજી, શ્રી પ્રહલાદ સિંહ પટેલજી, શ્રી કૌશલ કિશોરજી, શ્રી બિશ્વેશ્વરજી, તમામ રાજ્યોના ઉપસ્થિત મંત્રીગણ, અર્બન લોકલ બોડીઝના મેયર્સ અને ચેર પર્સન, મ્યુનિસિપલ કમિશનર્સ, સ્વચ્છ ભારત મિશનના અમૃત યોજનાના આપ સૌ સારથિ, દેવીઓ અને સજ્જનો!

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અમૃત 2.0નો આરંભ કર્યો

October 01st, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અહીં, સ્વચ્છ ભારત મિશન – શહેરી 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0 (અમૃત 2.0)નો આરંભ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરી, શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત, શ્રી પ્રહલાદસિંહ પટેલ, શ્રી કૌશલ કિશોર, શ્રી વિશ્વેશ્વર તુડુ, રાજ્યોના મંત્રીઓ, મેયરો અને સ્થાનિક શહેરી સંગઠનોના ચેરપર્સનો અને મ્યુનિસિપલ કમિશનરો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી 1 ઓક્ટોબરના રોજ સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અમૃત 2.0નો શુભારંભ કરશે

September 30th, 01:45 pm

સીમાચિહ્નરૂપ પહેલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબર, 2021ના રોજ સવારે 11 કલાકે ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0 અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) 2.0 નો શુભારંભ કરશે.

લોકો વચ્ચે રહીને મને ખૂબ તાકાત મળે છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી

July 03rd, 12:41 pm

હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે સરકારનું ધ્યાન વિકાસ અને સુશાસન પર છે. તેમણે કહ્યું હતું કે અર્થશાસ્ત્ર, સુરક્ષા, સામાજીક ન્યાય, વિદેશનીતિ જેવા વિવિધ પરિમાણો પર તમની સરકારે ખૂબ સારો દેખાવ કર્યો છે.

મહત્વાકાંક્ષી જિલ્લાઓના પરિવર્તન અંગેની પરિષદમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ (5 જાન્યુઆરી 2018)

January 05th, 05:50 pm

સાથીઓ, 2018ના વર્ષનો આ પ્રારંભિક કાળ છે. હું તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ભવનમાં પણ આ સત્તાવાર રીતે પ્રથમ કાર્યક્રમ છે. સાતમી ડિસેમ્બરે તેનું લોકાર્પણ થયું હતું. પરંતુ સત્તાવાર કાર્યક્રમ આજે પહેલો છે. પણ મને આનંદ એ વાતનો છે કે જે મહાપુરૂષના નામ સાથે આ ભવન સંકળાયેલું છે અને જેમના ચિંતન પર વૈશ્વિક સ્તરે ચિંતન થાય તેવી અપેક્ષા છે. આ ભવનમાં જે કાર્યક્રમ થઈ રહ્યો છે તેનું મહત્વ વધી જાય છે કેમ કે બાબા સાહેબ જીવનભર સામાજિક ન્યાયની લડાઈ લડતા રહ્યાં હતા.

પ્રધાનમંત્રીએ મહત્વાકાંક્ષી જિલ્લાઓનાં કલેક્ટરો સાથે ચર્ચાવિચારણા કરી

January 05th, 05:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં નીતિ આયોગ દ્વારા આયોજિત પરિષદમાં વિકાસનાં માર્ગે અગ્રેસર જિલ્લાઓનાં કલેક્ટરો અને પ્રભારી અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરી હતી.

પ્રધાનમંત્રી મહત્વાકાંક્ષી જિલ્લાઓના પરિવર્તન પર સંમેલનને સંબોધશે

January 04th, 05:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહત્વાકાંક્ષી જિલ્લાઓના પરિવર્તન પર સંમેલનને સંબોધશે. આ કાર્યક્રમ નીતિ આયોગે નવી દિલ્હીમાં ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં આયોજિત કર્યો છે. પ્રધાનમંત્રી 100 જિલ્લાની કાયાપલટની સત્તાવાર જવાબદારી સંભાળતા અધિકારીઓ સાથે ચર્ચાવિચારણા કરશે.

ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રના લોકાર્પણની ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના વક્તવ્યનો મૂળપાઠ

December 07th, 12:01 pm

મારા માટે બેવડી ખુશીની વાત એ પણ છે કે આ ઇન્ટરનેશનલ સેન્ટરના શિલાન્યાસનો અવસર પણ એપ્રિલ 2015માં મને જ આપવામાં આવ્યો હતો. ખુબ જ ઓછા સમયમાં, અને પોતાના નિર્ધારિત સમય કરતા પણ પહેલા આ ભવ્ય ઇન્ટરનેશનલ સેન્ટર તૈયાર થયું છે. હું આ સેન્ટરના નિર્માણ સાથે જોડાયેલા દરેક વિભાગને ખુબ ખુબ અભિનંદન આપું છું.

પ્રધાનમંત્રીએ ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દેશને અર્પણ કર્યું

December 07th, 12:00 pm

પ્રધાનમંત્રીએ આજે નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્ર દેશને અર્પણ કર્યું હતું. તેમણે આ સંસ્થાનું શિલારોપણ એપ્રિલ, 2015માં કર્યું હતું.

પ્રધાનમંત્રી આવતીકાલે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે

December 06th, 09:09 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે 15 જનપથ દિલ્હી ખાતે ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. તેઓ ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સોશિયો-ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશનનો (ડીએઆઇસીએસઇટી) પણ શુભારંભ કરશે.

Panchatirth: A tribute to Dr. Babasaheb Ambedkar

April 13th, 12:04 pm

Prime Minister Narendra Modi says that Babasaheb has taught us to work in national and societal interest and when done so, our direction will always be right. That is why he continues to be an inspiration even today.

PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International Centre

April 20th, 11:45 pm

PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International Centre

Text of PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International Centre

April 20th, 08:33 pm

Text of PM's remarks at foundation stone ceremony of Dr. Ambedkar International Centre