પ્રધાનમંત્રી સાથે બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ મુલાકાત કરી

March 26th, 05:03 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે તેમની બાંગ્લાદેશ ખાતેની બે દિવસીય ઐતિહાસિક મુલાકાત દરમિયાન બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડો. એ. કે. અબ્દુલ મોમેને મુલાકાત કરી હતી. બંને નેતાઓએ બંધુત્વ સંબંધોમાં ઊંડાણ લાવવા અને સાર્વભૌમત્વ, સમાનતા, વિશ્વાસ અને સમજણના આધારે તમામ પ્રકારની સહભાગિતાને મજબૂત કરવા પર વિચારો વ્યક્ત કર્યા જે બંને દેશો વચ્ચેની એક વ્યૂહાત્મક ભાગીદારીને પાર કરે છે.

બાંગ્લાદેશના વિદેશ મંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી

February 07th, 11:48 am

બાંગ્લાદેશના વિદેશ મંત્રી મહામહિન ડૉ. એ. કે. અબ્દુલ મોમેને આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ ડૉ. મોમેનની વિદેશ મંત્રી તરીકેની વરણી બદલ શુભેચ્છા પાઠવી અને વિદેશ મંત્રી બનવાની સાથે જ પોતાની પહેલી વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કરવા માટે તેમની પ્રશંસા કરી.