અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં 15.02.2018ના રોજ બહુવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

અરૂણાચલ પ્રદેશના ઇટાનગરમાં 15.02.2018ના રોજ બહુવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીનાં વક્તવ્યનો મૂળપાઠ

February 15th, 12:38 pm

જ્યારે હિન્દુસ્તાનને ઉગતા સુરજ તરફ જોવું હોય છે, સૂર્યોદયને જોવો હોય છે, તો સમગ્ર ભારતને પોતાનું મુખ સૌથી પહેલા અરૂણાચલની તરફ ફેરવવું પડે છે. આપણો આખો દેશ સવા સો કરોડ દેશવાસીને – સૂર્યોદયનાં દર્શન કરવા હોય તો અરૂણાચલની તરફ નજર કર્યા વિના થઇ જ શકતા નથી અને જે અરૂણાચલમાંથી અંધકાર દુર થાય છે, પ્રકાશ ફેલાય છે, આવનારા દિવસોમાં પણ અહિયાં વિકાસનો એવો પ્રકાશ ફેલાશે કે જે ભારતને રોશન કરવા માટે કામમાં આવશે.

પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે, ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું

પ્રધાનમંત્રી અરૂણાચલ પ્રદેશની મુલાકાતે, ઇટાનગરમાં કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું

February 15th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી. તેમણે ઇટાનગરમાં આયોજીત એક સમારંભમાં દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટર સભાગૃહ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે.

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે

February 14th, 06:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે. અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ દોરજી ખાંડુ સ્ટેટ કન્વેન્શન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે. આ કન્વેન્શન સેન્ટર એક ઓડિટોરિયમ, પરિષદ હોલ અને પ્રદર્શન હોલ ધરાવે છે. તે ઇટાનગરનું મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન બનશે એવી અપેક્ષા છે.