વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન નેતનયાહુએ મોબાઈલ સીવોટર ડિસેલિનેશન યુનિટનું પ્રદર્શન જોયું

July 06th, 02:36 pm

વડાપ્રધાન મોદી અને ઈઝરાયેલી વડાપ્રધાન નેતનયાહુએ મોબાઈલ સીવોટર ડિસેલીનેશન યુનિટનું પ્રદર્શન જ્યોં હતું. ગાલ=મોબાઈલ એક સ્વતંત્ર, એકીકૃત જળ શુધ્ધિકરણ વાહન છે જે ઉચ્ચ ગુણવત્તાવાળું પીવાનું પાણી ઉત્પાદિત કરે છે. કુદરતી આફતો જેવી કે પૂર, ધરતીકંપ અથવાતો સેના માટે મુશ્કેલીભરી જગ્યાઓએ અને ગ્રામીણ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવામાં મદદ કરે છે. તે રોજનું 20,000 લીટર સમુદ્રનું પાણી અને 80,000 લીટર કાદવવાળું/ખારું અથવાતો નદીનું દુષિત પાણી શુધ્ધ કરીને WHOના સ્તરે લાવી શકે છે.