'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી
September 29th, 11:30 am
મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.તમિલનાડુના ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
January 19th, 06:33 pm
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિજી, મુખ્યમંત્રી શ્રી એમ.કે. સ્ટાલિનજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અનુરાગ ઠાકુર, એલ. મુરુગન, નિશિથ પ્રામાણિક, તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ભારતના ખૂણે-ખૂણેથી અહીં આવેલા મારા યુવા સાથીઓ.પ્રધાનમંત્રીએ તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું
January 19th, 06:06 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુનાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023નાં ઉદઘાટન સમારંભનું ઉદઘાટન કર્યું હતું. શ્રી મોદીએ આશરે રૂ. 250 કરોડનાં મૂલ્યનાં પ્રસારણ ક્ષેત્ર સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનો શુભારંભ કર્યો હતો અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો. તેમણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સના ઉદ્ઘાટન પ્રસંગે બે રમતવીરો દ્વારા સોંપવામાં આવેલી રમતોની મશાલ પણ કૌલડ્રોન પર મૂકી હતી.‘મન કી બાત’ (100મી કડી)પ્રસારણ તારીખ: 30-04-2023
April 30th, 11:31 am
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ‘મન કી બાત’ની સોમી કડી છે. મને તમારા બધાના હજારો પત્રો મળ્યા છે. લાખો સંદેશાઓ મળ્યા છે અને મેં પ્રયાસ કર્યો છે કે વધુમાં વધુ પત્રોને વાંચું, જોઉં. સંદેશાઓને જરા સમજવાનો પ્રયાસ કરું. તમારા પત્રો વાંચીને અનેક વાર હું ભાવુક થયો, ભાવસભર થઈ ગયો, ભાવનાઓમાં વહી ગયો અને પછી પોતાને સંભાળી પણ લીધો. તમે મને ‘મન કી બાત’ના સોમા હપ્તા માટે વધામણી આપી છે પરંતુ હું સાચા હૃદયથી કહું છું કે વાસ્તવમાં વધામણીને પાત્ર તો તમે સહુ ‘મન કી બાત’ના શ્રોતા છો, આપણા દેશવાસી છો. ‘મન કી બાત’ કોટિ-કોટિ ભારતીયોના ‘મન કી બાત’ છે, તેમની ભાવનાની અભિવ્યક્તિ છે.જાહેર સેવા પ્રસારણ માટે મુખ્ય પ્રોત્સાહન: આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2025-26 સુધી રૂ.2,539.61 કરોડના ખર્ચ સાથે કેન્દ્રીય ક્ષેત્રની ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ (BIND)’ યોજનાને મંજૂરી આપી
January 04th, 04:22 pm
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રસાર ભારતી એટલે કે ઓલ ઈન્ડિયા રેડિયો (AIR) અને અને દૂરદર્શન (DD)ના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ₹2,539.61 કરોડના ખર્ચે કેન્દ્રીય ક્ષેત્રની યોજના “બ્રૉડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ” (BIND) સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંત્રાલયની “બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ” યોજના પ્રસાર ભારતીને તેના પ્રસારણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ અને અપગ્રેડેશન, સામગ્રી વિકાસ અને સંસ્થાને સંબંધિત નાગરિક કાર્ય સંબંધિત ખર્ચ માટે નાણાકીય સહાય પૂરી પાડવાનું એક સાધન છે.પ્રધાનમંત્રી 29-30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે
September 27th, 12:34 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. 29મી સપ્ટેમ્બરે સવારે લગભગ 11 વાગ્યે, પ્રધાનમંત્રી સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, તેઓ રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે. સાંજે લગભગ 7 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. રાત્રે લગભગ 9 વાગ્યે, પ્રધાનમંત્રી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.ચાલો આપણે જુસ્સો જાળવીએ અને આપણા યુવાનોને રમતના મેદાનમાં ચમકવા માટે પ્રેરણા આપીએ: પ્રધાનમંત્રી
December 05th, 10:46 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચાલો આપણે જુસ્સો જાળવી રાખીએ અને આપણા યુવાનોને રમતના મેદાનમાં ચમકવા માટે પ્રેરણા આપીએ.DD ફ્રી ડિશ પર પોતાના રાજ્યની દૂરદર્શન ચેનલ મેળવવા બદલ પ્રધાનમંત્રીએ લોકોને અભિનંદન પાઠવ્યાં
March 09th, 07:01 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ DD ફ્રી ડિશ પર પ્રથમ વખત તેમની પોતાની દૂરદર્શન ચેનલ મળવા બદલ રાજ્યના લોકોને અભિનંદન પાઠવ્યાં હતા.પ્રધાનમંત્રી આવતીકાલે સમગ્ર દશેના ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કરશે
June 19th, 07:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (20 જૂન, 2018) સવારે 9.30 કલાકે વીડિયો બ્રિજના માધ્યમથી સમગ્ર દેશના ખેડૂતો સાથે વાર્તાલાપ કરશે. આ વાર્તાલાપ દ્વારા ખેડૂતોને પ્રધાનમંત્રી સાથે સીધો સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત થશે. ખેડૂતોની આવક બમણી કરવા સંબંધિત પહેલો પર પણ ચર્ચા કરવામાં આવશે.પ્રધાનમંત્રીની ઓલ ઈન્ડિયા રેડિયો પરના “મન કી બાત” કાર્યક્રમનો મૂળ પાઠ
February 26th, 11:33 am
PM Narendra Modi today addressed the nation through his Mann Ki Baat. PM spoke on a wide range of topics - achievements of ISRO, digitization, cleanliness, pyang and women empowerment. The Prime Minister also said that attraction of Science for our young generation should increase and the country needs more and more scientists.People’s messages to make this Diwali special for Armed Forces
October 23rd, 09:18 am
The great respect and admiration that the nation has for our Armed Forces, will find expression this festive season, through a unique campaign being led by Prime Minister Narendra Modi. The #Sandesh2Soldiers campaign gives every citizen an opportunity to spread happiness and cheer among the Indian Armed Forces, who are guarding our nation’s frontiers, far from their loved ones on Diwali.Text of PM’s address at launching ceremony of DD Kisan Channel
May 26th, 09:21 pm
PM launches DD Kisan – India's first television channel dedicated to farmers
May 26th, 06:22 pm