પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા
November 06th, 11:30 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાતચીત કરી.મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ખૂબ સારી વાતચીત થઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
November 06th, 10:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરી હતી અને તેમની શાનદાર જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેઓ વિવિધ ક્ષેત્રોમાં ભારત-અમેરિકાના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં તેમની જીત બદલ અભિનંદન પાઠવ્યા
November 06th, 01:57 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડોનાલ્ડ ટ્રમ્પને યુએસ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં તેમની ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક અને વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે સહયોગનું નવીકરણ કરવા આતુર છે.પ્રધાનમંત્રીએ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની નિંદા કરી
July 14th, 09:15 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા હુમલાની નિંદા કરી છે.Telephone conversation between PM and President of USA
June 02nd, 09:29 pm
PM Narendra Modi had a telephone conversation with the US President Donald Trump. Their discussion revolved around G-7, COVID-19 situation in the two countries, the situation on the India-China border and the need for reforms in the World Health Organisation.Telephone Conversation between PM and the President of United States of America
April 04th, 10:34 pm
PM Narendra Modi had a telephonic conversation today with H.E. Donald Trump, President of United States of America. The two leaders exchanged views on the ongoing COVID-19 pandemic and its impact on the global well-being and economy.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સત્તાવાર યાત્ર દરમિયાન સહમતિ પત્ર
February 25th, 03:39 pm
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ જે. ટ્રમ્પની સત્તાવાર યાત્ર દરમિયાન સહમતિ પત્રઅમેરિકાના રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીનાપ્રેસ નિવેદનનો મૂળપાઠ
February 25th, 01:14 pm
રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં એકવાર ફરી હાર્દિક સ્વાગત છે. મને વિશેષ ખુશી છે કે આ યાત્રા પર તેઓ પોતાના પરિવારની સાથે આવ્યા છે. છેલ્લા આઠ મહિનાઓમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મારી વચ્ચેની આ પાંચમી મુલાકાત છે. ગઈકાલે મોટેરામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અભૂતપૂર્વ અને ઐતિહાસિક સ્વાગત હંમેશા યાદ રાખવામાં આવશે. ગઈકાલે એ બાબત ફરીથી સ્પષ્ટ થઇ કે અમેરિકા અને ભારતના સંબંધ માત્ર બે સરકારોની વચ્ચેના જ નથી પરંતુ લોકો સંચાલિત છે, લોકો કેન્દ્રી છે. આ સંબંધ 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ ભાગીદારીમાં છે. અને એટલા માટે આજે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને મેં અમારા સંબંધોને વ્યાપક વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારીના સ્તર પર લઇ જવાનો નિર્ણય લીધો છે. સંબંધોને આ પડાવ સુધી લાવવામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે.સંયુક્ત નિવેદનઃ ભારત – અમેરિકાની ઘનિષ્ઠ વૈશ્વિક વ્યુહાત્મક ભાગીદારી માટેની દૂરદર્શિતા અને સિદ્ધાંતો
February 25th, 01:13 pm
યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મા. શ્રી ડોનાલ્ડ જે. ટ્રમ્પે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આમંત્રણથી તા. 24 અને 25ના રોજ દેશની મુલાકાત લીધી હતી.Read what US President Trump said about India at ‘Namaste Trump’ in Ahmedabad...
February 24th, 05:25 pm
Addressing a huge gathering at the world’s largest cricket stadium in Ahmedabad, US President Trump said, “The story of the Indian nation is a tale of astounding progress, a miracle of democracy, extraordinary persity, and above all, you are noble people.”PM Modi is my true friend: US President Donald Trump at ‘Namaste Trump’ in Ahmedabad
February 24th, 05:23 pm
Prime Minister Narendra Modi hosted US President Donald Trump at the world’s largest cricket stadium in Motera, where they jointly addressed a community programme – ‘Namaste Trump’. In his remarks, US President Donald Trump referred to PM Modi as his ‘true friend’.ગુજરાતના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સમાપન સંબોધનનો મૂળપાઠ
February 24th, 01:50 pm
તમે હમણાં જે ભારત વિષે કહ્યું મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યા, ભારતના લોકોના સામર્થ્ય વિષે કહ્યું, સિદ્ધિઓ અને સંસ્કૃતિ વિષયમાં કહ્યું, મારા વિષે પણ ઘણું બધું કહ્યું. હું તેના માટે પ્રત્યેક ભારતવાસી તરફથી તમારો ખૂબ–ખૂબ આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે માત્ર ભારતનું જ ગૌરવ નથી વધાર્યું પરંતુ અમેરિકામાં રહેતા ભારતીયોને પણ સન્માન આપ્યું છે.ગુજરાતના અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ
February 24th, 01:49 pm
આજે મોટેરા સ્ટેડિયમમાં એક નવો ઈતિહાસ બની રહ્યો છે. આજે આપણે ઈતિહાસનું પુનરાવર્તન થતું પણ જોઈ રહ્યા છીએ. પાંચ મહિના પહેલા મેં મારી અમેરિકા યાત્રાની શરૂઆત હ્યુસ્ટનમાં થયેલા હાઉડી મોદી કાર્યક્રમ સાથે કરી હતી અને આજે મારા મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ઐતિહાસિક ભારત યાત્રાનો પ્રારંભ અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ સાથે કરી રહ્યા છે. તમે કલ્પના કરી શકો છો તેઓ અમેરિકાથી સીધા અહીં પહોંચ્યા છે. આટલી લાંબી મુસાફરી બાદ ભારતમાં ઉતરતા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પરિવાર સાથે સીધા સાબરમતી આશ્રમ ગયા અને પછી આ કાર્યક્રમમાં આવ્યા છે.પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સાથે #NamasteTrumpમાં સંબોધન કર્યું
February 24th, 01:48 pm
પ્રધાનંમત્રી નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા 'નમસ્તે ટ્રમ્પ’ સામુદાયિક કાર્યક્રમમાં જનમેદનીને સંબોધી હતી. ભારત અને યુએસ વચ્ચેના સંબંધો અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણી વચ્ચે ઘણું બધુ સહિયારું છે: સહિયારા મૂલ્યો અને આદર્શો, ઉદ્યમશીલતા અને ઇનોવેશનનો સહિયારો જુસ્સો, સહિયારી તકો અને પડકારો, સહિયારી આશાઓ અને મહત્વાકાંક્ષાઓ.” પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલા #NamasteTrump સામુદાયિક કાર્યક્રમમાં વિશાળ જનમેદનીને સંબોધી હતી.અમદાવાદમાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના રોડ શોની એક ઝલક...!
February 24th, 01:17 pm
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે અમદાવાદમાં મેગા રોડ શોમાં ભાગ લીધો હતો. પહેલો રોડ શો અમદાવાદના હવાઇમથકથી સાબરમતી આશ્રમ સુધી યોજાયો હતો, જ્યાં બંને નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. અન્ય એક રોડ શો સાબરમતી આશ્રમથી શરૂ થઇને મોટેરા ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમ પર સમાપ્ત થયો હતો. આ સ્ટેડિયમમાં 'નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના સ્વાગતમાં આવેલા તમામ વર્ગ અને સ્તરના લોકોથી માર્ગો ચિક્કાર ભરાઇ ગયા હતા.પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે સાબરમતી આશ્રમની મુલાકાત લીધી
February 24th, 12:46 pm
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએસના રાષ્ટ્રપ્રુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમજ યુએસના પ્રથમ મહિલા મેલેનિયા ટ્રમ્પે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધી. તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલી અર્પણ કરી.પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ હવાઇમથકે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું
February 24th, 11:23 am
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના હવાઇમથકે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ બે દિવસ માટે ભારતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી મોદીએ અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમદાવાદમાં એક મેગા રોડ શોમાં ભાગ લેશે અને બાદમાં મોટેરા ખાતે આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં વિરાટ સામુદાયિક કાર્યક્રમ 'નમસ્તે ટ્રમ્પ’માં જનમેદનીને સંબોધશે.પ્રધાનમંત્રી મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું, ભારત આપના આગમનની રાહ જોઇ રહ્યું છે
February 24th, 10:59 am
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની 2 દિવસની ભારતની સત્તાવાર મુલાકાત પૂર્વે પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આપની રાહ જોઇ રહ્યું છે.”પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં સામુદાયિક કાર્યક્રમને સંબોધશે
February 23rd, 12:59 pm
દુનિયાની સૌથી જુની લોકશાહી અને દુનિયાની સૌથી મોટી લોકશાહીનું દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ પર મિલન થશે. અમદાવાદ મેગા રોડ શોનું સાક્ષી બનશે અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું ઉષ્માભર્યું સ્વાગત કરશેપ્રધાનમંત્રીએ અમેરિકાના રાષ્ટ્રપતિની ભારત યાત્રા પર ખુશી વ્યક્ત કરી
February 12th, 12:52 pm
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ આગામી 24મી અને 25 ફેબ્રુઆરી 2020ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે “આ મુલાકાત ખૂબ જ ખાસ રહેશે અને બંને દેશોના મૈત્રીપૂર્ણ સંબંધોને વધુ મજબૂત બનાવવાની દિશામાં આગળ વધશે.”