27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 508 રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ માટે શિલાન્યાસ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

August 06th, 11:30 am

નમસ્કાર, દેશના રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, આ કાર્યક્રમમાં દેશના ખૂણેખૂણેથી જોડાયેલા કેન્દ્રીય મંત્રીમંડળના અન્ય સભ્યો, વિવિધ રાજ્યોના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય તમામ મહાનુભાવો, અને મારાં પ્રિય ભાઈઓ અને બહેનો!

પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોનાં નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો

August 06th, 11:05 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક ઐતિહાસિક પગલાં સ્વરૂપે આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સમગ્ર દેશમાં 508 રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે શિલાન્યાસ કર્યો હતો. રૂ. 24,470 કરોડથી વધારે ખર્ચે નવીનીકરણ થનારાં આ 508 સ્ટેશનો 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા છે, જેમાં ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્યપ્રદેશમાં 34, અસમમાં 32, ઓડિશામાં 25, પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં 21-21, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18-18, હરિયાણામાં 15, કર્ણાટકમાં 13 સામેલ છે.

આસામના પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને ધ્વજવંદન કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

May 29th, 12:22 pm

આસામના રાજ્યપાલ શ્રી ગુલાબચંદ કટારિયા જી, મુખ્યમંત્રી ભાઈ હિમંતા બિસ્વા સરમાજી, મારા કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યો અશ્વિની વૈષ્ણવજી, સર્બાનંદ સોનોવાલજી, રામેશ્વર તેલીજી, નિશીથ પ્રામાણિકજી, જોન બાર્લાજી, અન્ય તમામ મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,

પ્રધાનમંત્રીએ ગુવાહાટીથી ન્યૂ જલપાઇગુડીને જોડતી આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

May 29th, 12:21 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ વંદે ભારત એક્સપ્રેસ ગુવાહાટીને ન્યૂ જલપાઇગુડી ગુવાહાટી સાથે જોડશે અને બંને સ્ટેશવો વચ્ચેની મુસાફરીમાં 5 કલાક 30 મિનિટનો સમય લાગશે. પ્રધાનમંત્રીએ નવા ઇલેક્ટ્રોફાઇડ સેક્શનના 182 કિલોમીટરના રૂટનું પણ લોકાર્પણ કર્યું હતું અને આસામના લુમડિંગ ખાતે નવા બાંધવામાં આવેલા ડેમૂ/મેમૂ શેડનું ઉદ્ઘાટન કર્યું હતું.

ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવીને શુભારંભ કરવાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 01st, 03:51 pm

સૌથી પહેલા તો, હું ઇન્દોર મંદિરમાં રામ નવમીના દિવસે જે દુર્ઘટના બની હતી તે અંગે મારું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જે લોકો આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા તેમને હું શ્રદ્ધાંજલિ આપું છું, તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્ત ભક્તો ઝડપથી સાજા થઇ જાય તેવી પણ હું પ્રાર્થના કરું છું.

પ્રધાનમંત્રીએ મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી

April 01st, 03:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્ય પ્રદેશનાં ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પર ભોપાલ અને નવી દિલ્હી વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી. પ્રધાનમંત્રીએ સ્થળ પર પહોંચ્યા બાદ રાણી કમલાપતિ- નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસનું નિરીક્ષણ કર્યું હતું અને ટ્રેનનાં બાળકો અને ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત પણ કરી હતી.

This nation belongs to each and every Indian: PM Modi

April 17th, 02:37 pm

At Dadra and Nagar Haveli, PM Modi inaugurated several government projects, distributed sanction letters to beneficiaries of PMAY Gramin and Urban, and gas connections to beneficiaries of Ujjwala Yojana. PM Modi also laid out his vision of a developed India by 2022 where everyone has own houses. PM Modi also emphasized people to undertake digital transactions and make mobile phones their banks.

પ્રધાનમંત્રીએ દાદર અને નગર હવેલીમાં વિવિધ સરકારી પ્રોજેક્ટ લોન્ચ કર્યા

April 17th, 02:36 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સેલવાસ, દાદર અને નગર હવેલીમાં કેટલાક સરકારી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમાં સરકારી ઇમારતો, સોલાર પીવી સિસ્ટમ, જન ઔષધિ કેન્દ્રો અને પાસપોર્ટ સેવા કેન્દ્રો સામેલ છે.