મંત્રીમંડળે સ્ટોક એક્સચેન્જમાં પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડને સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી

September 29th, 04:21 pm

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળીય સમિતિએ સ્ટોક એક્સચેન્જમાં પ્રારંભિક જાહેર ઓફર (IPO) દ્વારા સેબીના (ઇશ્યૂ ઓફ કેપિટલ અને ડિસ્ક્લોઝર રિક્વાયરમેન્ટ્સ) રેગ્યુલેશન્સ, 2018 હેઠળ અનલિસ્ટેડ CPSE, મેસર્સ એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન લિમિટેડ (ECGC)ને સૂચિબદ્ધ કરવાની મંજૂરી આપી છે.