પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી ડબ્લ્યુએચઓ દ્વારા જાહેર કરાયેલી પબ્લિક હેલ્થ ઈમર્જન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્નને ધ્યાનમાં રાખીને MPoxની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે
August 18th, 07:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સલાહ મુજબ પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવ ડૉ. પી કે મિશ્રાએ દેશમાં MPox માટે સજ્જતાની સ્થિતિ અને જાહેર સ્વાસ્થ્ય સાથે સંબંધિત પગલાંઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.પ્રધાનમંત્રી શ્રીએ કાલા અઝર રોગના ઘટતા કેસ પર ખુશી વ્યક્ત કરી
January 06th, 05:42 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાલા અઝર રોગના ઘટી રહેલા કેસ પર ખુશી વ્યક્ત કરી છે. શ્રી મોદીએ કાલા અઝર રોગ પર તેમની મન કી બાતના અંશો પણ શેર કર્યા હતા.જામનગરમાં પરંપરાગત ઔષધિઓ માટેના વૈશ્વિક કેન્દ્રના ખાત મૂહૂર્ત પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોઘનનો મૂળપાઠ
April 19th, 03:49 pm
મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જોગનાથ જી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલ, ડૉક્ટર ટેડ્રોસ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રીમંડળના મારા સહયોગી શ્રી સર્વાનંદ સોનોવાલ જી, ડૉક્ટર મનસુખ માંડવિયા, શ્રી મુંજપારા મહેન્દ્રભાઈ, અહીં ઉપસ્થિત સર્વે મહાનુભાવો, દેવીઓ તથા સજ્જનો.પ્રધાનમંત્રીએ જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનો શિલાન્યાસ કર્યો
April 19th, 03:48 pm
પ્રધાનમંત્રીએ આજે જામનગરમાં મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ કુમાર જુગનાથ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના ડાયરેક્ટર જનરલડો. ટેડ્રોસ ગેબ્રેયેસસની ઉપસ્થિતિમાં WHOનાગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) નો શિલાન્યાસ કર્યો હતો. GCTM સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધિઓ માટેનું પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક બાહ્ય કેન્દ્ર હશે. તે વૈશ્વિક સુખાકારીના આંતરરાષ્ટ્રીય હબ તરીકે ઉભરી આવશે. આ પ્રસંગે બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળના પ્રધાનમંત્રીઓ અને માલદીવના રાષ્ટ્રપતિના વીડિયો સંદેશા રજૂ કરાયા હતા. કેન્દ્રીય મંત્રીઓ ડૉ.મનસુખ માંડવિયા, શ્રી સર્બાનંદ સોનોવાલ, શ્રી મુંજપરા મહેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.ઉત્તર પ્રદેશમાં નવ મેડિકલ કૉલેજોના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
October 25th, 10:31 am
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલજી, યુપીના યશસ્વી અને કર્મયોગી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાજી, મંચ પર ઉપસ્થિત યુપી સરકારના મંત્રીગણ, કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ સાંસદ, ધારાસભ્યો, અન્ય જન પ્રતિનિધિ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો,પ્રધાનમંત્રી મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરમાં 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું
October 25th, 10:30 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થ નગરમાં 9 મેડિકલ કોલેજનું ઉદઘાટન કર્યું. આ નવ મેડિકલ કોલેજ સિદ્ધાર્થનગર, ઇટાહ, હરદોઇ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જિલ્લામાં છે. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્યમંત્રી તથા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.પ્રધાનમંત્રી પગ અને મોંઢાના રોગો તથા બ્રુસેલોસિસ માટેના રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવશે
September 09th, 06:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બર 2019ના રોજ મથુરામાં પગ અને મોંઢાના રોગો તથા બ્રુસેલોસિસ માટેના રાષ્ટ્રીય પ્રાણીજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમનો શુભારંભ કરાવશે. આ પ્રસંગે તેઓ રાષ્ટ્રીય કૃત્રિમ ગર્ભાધાન કાર્યક્રમનો પણ પ્રારંભ કરાવશે.