શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથેની સંયુક્ત પત્રકાર પરિષદમાં પ્રધાનમંત્રીના પ્રેસ વક્તવ્યનો મૂળપાઠ

December 16th, 01:00 pm

આદરણીય મહામહિમ, રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયક, બંને દેશોના પ્રતિનિધિઓ, મીડિયાના મિત્રો, શુભેચ્છાઓ!

પ્રધાનમંત્રી 11 ડિસેમ્બરનાં રોજ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં સહભાગીઓ સાથે વાતચીત કરશે

December 09th, 07:38 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ડિસેમ્બર, 2024નાં રોજ સાંજે 4:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2024નાં ગ્રાન્ડ ફિનાલેમાં યુવાન ઈનોવેટર્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાતચીત કરશે. ગ્રાન્ડ ફિનાલેમાં ૧૩૦૦ થી વધુ વિદ્યાર્થી ટીમો ભાગ લેશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે.

ભારતીય પ્રવાસીઓએ વિવિધ દેશોમાં પોતાની ઓળખ બનાવી છે: મન કી બાત દરમિયાન વડાપ્રધાન મોદી

November 24th, 11:30 am

મન કી બાતના 116મા એપિસોડમાં, વડાપ્રધાન મોદીએ NCC દિવસના મહત્વ વિશે ચર્ચા કરી, NCC કેડેટ્સની વૃદ્ધિ અને આપત્તિ રાહતમાં તેમની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે વિકસિત ભારત માટે યુવા સશક્તિકરણ પર ભાર મૂક્યો અને વિકિસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ વિશે વાત કરી. તેમણે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મ પર નેવિગેટ કરવામાં મદદ કરતા યુવાનોની પ્રેરણાદાયી વાર્તાઓ અને એક પેડ માં કે નામ અભિયાનની સફળતા પણ શેર કરી.

Prime Minister Narendra Modi meets with Prime Minister of Lao PDR

October 11th, 12:32 pm

Prime Minister Narendra Modi held bilateral talks with Prime Minister of Lao PDR H.E. Mr. Sonexay Siphandone in Vientiane. They discussed various areas of bilateral cooperation such as development partnership, capacity building, disaster management, renewable energy, heritage restoration, economic ties, defence collaboration, and people-to-people ties.

Cabinet Approves Mission Mausam for Advanced Weather and Climate Services

September 11th, 08:19 pm

The Union Cabinet, led by PM Modi, has approved Mission Mausam with a Rs. 2,000 crore outlay to enhance India's weather science, forecasting, and climate resilience. The initiative will use cutting-edge technologies like AI, advanced radars, and high-performance computing to improve weather predictions and benefit sectors like agriculture, disaster management, and transport.

પ્રધાનમંત્રીએ કુવૈતમાં આગની દુર્ઘટનાની સમીક્ષા કરી

June 12th, 10:01 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વહેલી સવારે નવી દિલ્હીના 7 લોક કલ્યાણ માર્ગ ખાતે તેમના નિવાસસ્થાને કુવૈતમાં આગની દુર્ઘટના અંગે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી, આ આગની ઘટનામાં અનેક ભારતીય નાગરિકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘાયલ થયા હતા.

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 19th, 11:32 pm

21મી સદીનું ભારત આજે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનના મંત્ર પર આગળ વધી રહ્યું છે. હવે દરેક ભારતીય આ વિચારમાંથી બહાર આવી ગયો છે કે કંઈ ન થઈ શકે, આ બદલાઈ શકે નહીં. આ નવી વિચારસરણીના કારણે છેલ્લા 10 વર્ષમાં ભારત 10માથી પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. આજે ભારતની યુપીઆઈનો અવાજ આખી દુનિયામાં સંભળાઈ રહ્યો છે. કોરોના સંકટ દરમિયાન ભારતે મેડ ઈન ઈન્ડિયા વેક્સીન બનાવી. ભારતે પણ તેના નાગરિકોને મફતમાં રસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને વિશ્વના ડઝનબંધ દેશોમાં રસી પહોંચાડી.

પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ની ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓને સંબોધન કર્યું

December 19th, 09:30 pm

પ્રધાનમંત્રીએ કોલસા મંત્રાલયની પરિવહન અને લોજિસ્ટિક્સની થીમ પર કામ કરી રહેલા કર્ણાટકના મૈસૂર ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગના શ્રી સોયકત દાસ અને શ્રી પ્રોતિક સાહા સાથે સંવાદ કર્યો હતો. તેઓ રેલવેના માલવહન માટે IoT આધારિત પ્રણાલી તૈયાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતં કે, હેકાથોન તેમના માટે પણ શીખવાનો એક અવસર છે અને તેઓ હંમેશા સહભાગીઓ સાથે વાર્તાલાપ કરવા માટે આતુર રહે છે. સહભાગીઓના ચમકી રહેલા ચહેરાઓ પર નજર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનો ઉત્સાહ, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણ માટેની તેમની ઇચ્છા ભારતની યુવા શક્તિની ઓળખ બની ગઇ છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનો સમાવેશ કરતી ટીમે પણ પ્રધાનમંત્રીને જાણ કરી હતી કે, તેઓ રેલવે કોલસા વેગનના અન્ડરલોડિંગ અને ઓવરલોડિંગની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેના લીધે નુકસાન અથવા દંડ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ IoT અને AI આધારિત તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. ટીમમાં કુલ છ સભ્યો છે જેમાં ભારતના ત્રણ અને બાંગ્લાદેશના ત્રણ સભ્યો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમણે હાથ ધરેલા આ પ્રયાસથી હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહેલી ભારતીય રેલવેને ફાયદો. તેમણે માહિતી આપી હતી કે, માલ પરિવહન એ ધ્યાનમાં રાખવામાં આવતું ક્ષેત્ર છે અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બાંગ્લાદેશમાંથી ઘણા વધુ વિદ્યાર્થીઓ ભારત આવશે અને ઉલ્લેખ કર્યો હતો કે, ‘ભારતમાં અભ્યાસ’ નામનો કાર્યક્રમ આવા વિદ્યાર્થીઓને મદદરરૂપ થશે.

પ્રધાનમંત્રી 19 ડિસેમ્બરનાં રોજ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2023નાં ગ્રાન્ડ ફિનાલેનાં સહભાગીઓ સાથે વાતચીત કરશે

December 18th, 06:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19મી ડિસેમ્બર, 2023ના રોજ રાત્રે 9:30 વાગ્યે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સહભાગીઓને સંબોધન પણ કરશે.

પ્રધાનમંત્રી શ્રી 12 ઓક્ટોબરે ઉત્તરાખંડની મુલાકાત લેશે

October 10th, 08:12 pm

સવારે લગભગ 8:30 વાગ્યે, પ્રધાનમંત્રી પિથોરાગઢ જિલ્લાના જોલિંગકોંગ પહોંચશે, જ્યાં તેઓ પાર્વતી કુંડમાં પૂજા અને દર્શન કરશે. પ્રધાનમંત્રી આ સ્થાન પર પવિત્ર આદિ-કૈલાસના આશીર્વાદ પણ લેશે. આ વિસ્તાર તેના આધ્યાત્મિક મહત્વ અને કુદરતી સૌંદર્ય માટે જાણીતો છે.

18મી પૂર્વ એશિયા શિખર પરિષદ પ્રસંગે પ્રધાનમંત્રીની ટિપ્પણી

September 07th, 01:28 pm

મને ફરી એક વાર ઇસ્ટ એશિયા સમિટમાં સહભાગી થવાની ખુશી છે. હું રાષ્ટ્રપતિ વિડોડોને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું. વધુમાં, હું આ બેઠકમાં ઓબ્ઝર્વર તરીકે તિમોર-લેસ્ટેના પ્રધાનમંત્રી મહામહિમ ઝાનાના ગુસ્માઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું.

20મી આસિયાન-ઈન્ડિયા સમિટ અને 18મી ઈસ્ટ એશિયા સમિટમાં પ્રધાનમંત્રીની સહભાગિતા

September 07th, 11:47 am

ASEAN-ભારત સમિટમાં, પ્રધાનમંત્રીએ ASEAN-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને તેના ભાવિ માર્ગની રચના કરવા પર ASEAN ભાગીદારો સાથે વિસ્તૃત ચર્ચા કરી. પ્રધાનમંત્રીએ ઈન્ડો-પેસિફિકમાં આસિયાનની કેન્દ્રિયતાની પુનઃ પુષ્ટિ કરી અને ભારતના ઈન્ડો-પેસિફિક મહાસાગરની પહેલ (IPOI) અને ઈન્ડો-પેસિફિક (AOIP) પર આસિયાનના આઉટલુક વચ્ચેની સિનર્જીને પ્રકાશિત કરી. તેમણે ASEAN-India FTA (AITIGA)ની સમીક્ષા સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.

20મી આસિયાન-ભારત સમિટમાં પ્રધાનમંત્રીની શરૂઆતની ટિપ્પણી

September 07th, 10:39 am

આ સંદર્ભે, ભારત-આસિયાન શિખર સંમેલનની સહ-અધ્યક્ષતાથી મને ઘણો આનંદ થાય છે.

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના શાહપુરમાં દુ:ખદ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

August 01st, 08:26 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના શાહપુરમાં દુ:ખદ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે અખિલ ભારતીય શિક્ષા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 29th, 11:30 am

આ શિક્ષણ છે, જેમાં દેશને સફળ બનાવવા માટે, જેમાં દેશનું ભાગ્ય બદલવાની સૌથી વધુ તાકાત છે. એ છે શિક્ષણ. આજે 21મી સદીનું ભારત, જે લક્ષ્યો સાથે તે આગળ વધી રહ્યું છે, તેમાં આપણી શિક્ષણ પ્રણાલી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે બધા આ સિસ્ટમના પ્રતિનિધિઓ છો. તમે ધ્વજવાહક છો. તેથી, 'ઓલ ઇન્ડિયા એજ્યુકેશન મીટ'નો ભાગ બનવું, તે મારા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રસંગ છે.

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું

July 29th, 10:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં ભારત મંડપમ્‌માં અખિલ ભારતીય શિક્ષા સમાગમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. તે યોગાનુયોગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ત્રીજી વર્ષગાંઠ સાથે છે. તેમણે પીએમ શ્રી યોજના હેઠળ ભંડોળનો પ્રથમ હપ્તો પણ જારી કર્યો હતો. 6207 શાળાઓને પ્રથમ હપ્તો કુલ રૂ. 630 કરોડ સાથે મળ્યો હતો. તેમણે 12 ભારતીય ભાષાઓમાં અનુવાદિત શિક્ષણ અને કૌશલ્ય અભ્યાસક્રમનાં પુસ્તકોનું પણ વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનને પણ લટાર મારી નિહાળ્યું હતું.

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે જી20 આપત્તિ જોખમ ઘટાડવાના કાર્યકારી જૂથની ત્રીજી બેઠકને સંબોધન કર્યું

July 24th, 07:48 pm

પ્રધાનમંત્રીનાં અગ્ર સચિવે આ વર્ષે માર્ચમાં ગાંધીનગરમાં પ્રથમ વખત થયેલી બેઠકને યાદ કરી હતી અને ત્યારથી અત્યાર સુધીમાં અભૂતપૂર્વ આબોહવામાં પરિવર્તનને લગતી આપત્તિઓ વિશે વાત કરી હતી. તેમણે સમગ્ર ઉત્તર ગોળાર્ધમાં ભારે ગરમીના મોજા, કેનેડામાં જંગલોમાં લાગેલી આગ અને ત્યારબાદ ઉત્તર અમેરિકાના વિવિધ ભાગોના શહેરોને અસર કરતી ધુમ્મસ અને ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પરની મુખ્ય ચક્રવાતી પ્રવૃત્તિઓના ઉદાહરણો આપ્યા હતા. મુખ્ય સચિવે દિલ્હીને 45 વર્ષમાં આવેલા સૌથી ભયાનક પૂરનો અનુભવ થવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીનો વીડિયો સંદેશ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદમાં ટિપ્પણીનો મૂળપાઠ

April 04th, 09:46 am

સીડીઆરઆઈ વૈશ્વિક દ્રષ્ટિકોણથી ઉદ્ભવ્યું છે. નજીકથી જોડાયેલા વિશ્વમાં, આપત્તિઓની અસર માત્ર સ્થાનિક નહીં હોય. એક પ્રદેશમાં આફતો સંપૂર્ણપણે અલગ પ્રદેશ પર મોટી અસર કરી શકે છે. તેથી, આપણો પ્રતિભાવ એકીકૃત હોવો જોઈએ, અલગ નહીં.

પ્રધાનમંત્રીએ આપત્તિ સ્થિતિસ્થાપક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું

April 04th, 09:45 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ દ્વારા ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (ICDRI) 2023 પર 5મી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધન કર્યું હતું.

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવના આપણા રાષ્ટ્રને મજબૂત બનાવે છે: 'મન કી બાત' દરમિયાન પીએમ મોદી

March 26th, 11:00 am

મારા પ્રિય દેશવાસીઓ, ‘મન કી બાત’માં આપણે એવા હજારો લોકોની ચર્ચા કરી છે, જે બીજાની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે. અનેક લોકો એવા હોય છે જે દીકરીઓના શિક્ષણ માટે પોતાનું આખું પેન્શન આપી દે છે, કોઈ પોતાના સમગ્ર જીવનની કમાણી પર્યાવરણ અને જીવ-સેવા માટે સમર્પિત કરી દે છે. આપણા દેશમાં પરમાર્થને એટલો ઉપર રાખવામાં આવ્યો છે કે બીજાના સુખ માટે લોકો સર્વસ્વ દાન આપવામાં પણ સંકોચ નથી કરતા.