આસામના દિફુમાં શાંતિ અને વિકાસ રેલીને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

April 28th, 11:33 am

આસામના રાજ્યપાલ શ્રી જગદીશ મુખીજી, આસામના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી હિમંતા બિસ્વા સરમાજી, કાર્બી રાજા શ્રી રામસિંગ રોંહાંગજી, કાર્બી આંગલોંગ ઓટોનોમસ કાઉન્સિલના શ્રી તુલીરામ રોનહાંગજી, આસામ સરકારના મંત્રીઓ, શ્રી પીયૂષ હજારિકાજી, જોગેન મોહનજી, સંસદમાં મારા સાથી શ્રી હોરેન સિંગ બેજી, ધારાસભ્ય શ્રી ભાવેશ કલિતાજી, અન્ય તમામ જનપ્રતિનિધિઓ અને કાર્બી આંગલોંગના મારી પ્રિય બહેનો અને ભાઈઓ!

પ્રધાનમંત્રીએ આસામના દિફુમાં ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધન કર્યું

April 28th, 11:32 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના કારબી એંગલોંગ જિલ્લામાં આવેલા દિફુમાં ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, તેમણે વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ પશુ ચિકિત્સા કોલેજ (દિફુ), ડિગ્રી કોલેજ (પશ્ચિમ કારબી એંગલોંગ) અને કૃષિ કોલેજ (કોલોંગા, પશ્ચિમ કારબી એંગલોંગ)નો શિલાન્યાસ પણ કર્યો હતો. આ પરિયોજનાઓ કુલ રૂપિયા 500 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે અને તેના કારણે આ પ્રદેશમાં કૌશલ્ય વિકાસ તેમજ રોજગારીની નવી તકોનું સર્જન થશે. પ્રધાનમંત્રીએ 2950 કરતાં વધારે અમૃત સરોવર પરિયોજનાઓ માટે પણ શિલાન્યાસ કર્યો હતો. રાજ્યમાં આ અમૃત સરોવરો અંદાજે કુલ રૂપિયા 1150 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. આસામના રાજ્યપાલ જગદીશ મુખી અને આસામના મુખ્યમંત્રી હિમ્માંતા બિશ્વશર્મા સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાનમંત્રી શ્રી 28મી એપ્રિલે આસામની મુલાકાત લેશે

April 26th, 07:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 28મી એપ્રિલ 2022ના રોજ આસામની મુલાકાત લેશે. સવારે લગભગ 11:00 વાગ્યે, તેઓ કાર્બી આંગલોંગ જિલ્લાના દીપુ ખાતે ‘શાંતિ, એકતા અને વિકાસ રેલી’ને સંબોધિત કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ શિક્ષણ ક્ષેત્રે વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ત્યારબાદ, લગભગ બપોરે 01:45 વાગ્યે, પ્રધાનમંત્રી શ્રી આસામ મેડિકલ કોલેજ, દિબ્રુગઢ પહોંચશે અને દિબ્રુગઢ કેન્સર હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે. બાદમાં, લગભગ બપોરે 3 વાગ્યે, તે દિબ્રુગઢના ખાનિકર મેદાનમાં એક જાહેર સમારોહમાં હાજરી આપશે, જ્યાં તે રાષ્ટ્રને વધુ છ કેન્સર હોસ્પિટલો સમર્પિત કરશે અને સાત નવી કેન્સર હોસ્પિટલોનો શિલાન્યાસ કરશે.