Be it COVID, disasters, or development, India has stood by you as a reliable partner: PM in Guyana

November 21st, 02:15 am

PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.

PM Modi attends Second India CARICOM Summit

November 21st, 02:00 am

PM Modi and Grenada PM Dickon Mitchell co-chaired the 2nd India-CARICOM Summit in Georgetown. PM Modi expressed solidarity with CARICOM nations for Hurricane Beryl's impact and reaffirmed India's commitment as a reliable partner, focusing on development cooperation aligned with CARICOM's priorities.

ન્યુયોર્ક, યુએસએમાં ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

September 22nd, 10:00 pm

હેલો યુ.એસ. , હવે આપણું નમસ્તે પણ બહુરાષ્ટ્રીય બની ગયું છે, સ્થાનિકથી વૈશ્વિક, અને તમે આ બધું કર્યું છે. દરેક ભારતીય જેણે ભારતને પોતાના હૃદયમાં રાખ્યું છે તેમણે કર્યું છે.

પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યો

September 22nd, 09:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં 15 હજારથી વધુ લોકોએ હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીના વીડિયો કોન્ફરન્સ દ્વારા રોજગાર મેળામાં સંબોધનનો મૂળપાઠ

September 26th, 11:04 am

આજે દેશભરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ શુભ મુહૂર્તમાં શ્રી ગણેશ તમારા બધાનું નવું જીવન બની રહ્યા છે. ભગવાન ગણેશ સિદ્ધિના દેવતા છે. હું ઈચ્છું છું કે સેવા કરવાનો તમારો નિશ્ચય રાષ્ટ્રના લક્ષ્યોની સિદ્ધિ તરફ દોરી જશે.

પ્રધાનમંત્રીએ રોજગાર મેળાને સંબોધન કર્યું

September 26th, 10:38 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે નવી ભરતી થયેલા લોકોને આશરે 51,000 નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ કરવામાં આવેલી આ ભરતીઓ વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે, જેમાં પોસ્ટ વિભાગ, ભારતીય ઓડિટ એન્ડ એકાઉન્ટ્સ વિભાગ, પરમાણુ ઊર્જા વિભાગ, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, સંરક્ષણ મંત્રાલય, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સામેલ છે. દેશભરમાં ૪૬ સ્થળોએ રોજગાર મેળો યોજાઈ રહ્યો છે.

ઑસ્ટ્રેલિયાનાં સિડનીમાં સામુદાયિક કાર્યક્રમ ખાતે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

May 23rd, 08:54 pm

ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને મારા પ્રિય મિત્ર, મહામહિમ, એન્થોની અલ્બેનીઝ, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી, મહામહિમ સ્કોટ મોરિસન, ન્યુ સાઉથ વેલ્સના પ્રીમિયર ક્રિસ મિન્સ, વિદેશ પ્રધાન પેની વોંગ, સંચાર પ્રધાન મિશેલ રોલેન્ડ, ઊર્જા પ્રધાન ક્રિસ બોવેન, વિપક્ષના નેતા પીટર ડટન, મદદનીશ વિદેશ મંત્રી ટિમ વોટ્સ, ન્યૂ સાઉથ વેલ્સના કૅબિનેટના ઉપસ્થિત તમામ માનનીય સભ્યો, પેરામાટ્ટાના સંસદ સભ્ય ડૉ. એન્ડ્રુ ચાર્લટન, અત્રે ઉપસ્થિત ઑસ્ટ્રેલિયાના તમામ સંસદ સભ્યો, મેયર, ડેપ્યુટી મેયર, કાઉન્સિલરો અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પ્રવાસી ભારતીયો જે આજે આટલી મોટી સંખ્યામાં હાજર છે, આપ સૌને મારાં નમસ્કાર!

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ભારતીય સમુદાય સાથે પ્રધાનમંત્રીની વાતચીત

May 23rd, 01:30 pm

પ્રધાનમંત્રી શ્રીએ ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થોની આલ્બાનીસ સાથે 23 મે 2023ના રોજ સિડનીમાં ક્યુડોસ બેંક એરેના ખાતે ભારતીય સમુદાયના સભ્યોના વિશાળ મેળાવડાને સંબોધન કર્યું અને તેમની સાથે વાર્તાલાપ કર્યો.

નવી દિલ્હીમાં નેશનલ ટેક્નોલોજી ડે પર એક કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રીના સંબોધનનો મૂળપાઠ

May 11th, 11:00 am

આજે, 11 મે, ભારતના ઇતિહાસમાં સૌથી ગૌરવપૂર્ણ દિવસો પૈકીનો એક છે. આજે ભારતના વૈજ્ઞાનિકોએ પોખરણમાં તે સિદ્ધિ હાંસલ કરી હતી, જેનાથી ભારત માતાના દરેક બાળકને ગર્વ થયો હતો. હું એ દિવસ ક્યારેય ભૂલી શકતો નથી જ્યારે અટલજીએ ભારતના સફળ પરમાણુ પરીક્ષણની જાહેરાત કરી હતી. પોખરણ પરમાણુ પરીક્ષણ દ્વારા, ભારતે માત્ર તેની વૈજ્ઞાનિક ક્ષમતા જ સાબિત કરી નથી, પરંતુ ભારતના વૈશ્વિક કદને પણ એક નવી ઊંચાઈ આપી છે. અટલજીના પોતાના શબ્દોમાં કહીએ તો અમે અમારા મિશનમાં ક્યારેય રોકાયા નથી. કોઈપણ પડકાર સામે ક્યારેય ઝૂક્યા નથી. હું તમામ દેશવાસીઓને નેશનલ ટેકનોલોજી દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણી કરવા એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું

May 11th, 10:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે ટેકનોલોજી દિવસ 2023ની ઉજવણીના ઉપક્રમે નવી દિલ્હીમાં પ્રગતિ મેદાન પર એક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસના 25મા વર્ષની ઉજવણીની શરૂઆતનું પ્રતીક પણ છે, જે 11થી 14 મે સુધી ચાલશે. આ સીમાચિહ્નરૂપ પ્રસંગ પર પ્રધાનમંત્રીએ દેશમાં રૂ. 5800 કરોડથી વધારે મૂલ્યના વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ પ્રગતિ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્તરના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રધાનમંત્રીના દેશમાં વૈજ્ઞાનિક સંસ્થાઓને મજબૂત કરીને આત્મનિર્ભર ભારતના વિઝનની સાથે સુસંગત છે.

પ્રધાનમંત્રીએ DigiLocker સાથે ખેલો ઇન્ડિયા પ્રમાણપત્રોના એકીકરણને આવકાર્યું

April 08th, 11:30 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડિજીલોકર સાથે ખેલો ઈન્ડિયા પ્રમાણપત્રોના એકીકરણને આવકાર્યું.

'ટેક્નૉલોજીનો ઉપયોગ કરીને ઈઝ ઑફ લિવિંગ-જીવન જીવવાની સરળતા' વિષય પર બજેટ પછીના વેબિનારમાં પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

February 28th, 10:05 am

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પર આજના બજેટ વેબિનારનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે. 21મી સદીનું બદલાતું ભારત પોતાના નાગરિકોને ટેક્નૉલોજીની તાકાતથી સતત નાગરિકોને સશક્ત બનાવી રહ્યું છે. વીતેલાં વર્ષોમાં, અમારી સરકારનાં દરેક બજેટમાં, ટેક્નૉલોજીની મદદથી દેશવાસીઓની ઈઝ ઑફ લિવિંગ- જીવન જીવવાની સરળતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં પણ ટેક્નૉલોજીને પરંતુ સાથે સાથે માનવીય સ્પર્શને પણ પ્રાધાન્ય આપવાનો અમારો પ્રયાસ રહ્યો છે.

પ્રધાનમંત્રીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજાયેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન કર્યું

February 28th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઇઝ ઓફ લિવિંગ’ વિષય પર યોજવામાં આવેલા અંદાજપત્ર પછીના વેબિનારમાં સંબોધન આપ્યું હતું. કેન્દ્રીય અંદાજપત્ર 2023માં જાહેર કરવામાં આવેલી પહેલોના અસરકારક અમલીકરણ માટે વિચારો અને સૂચનો મેળવવાના ઉદ્દેશથી સરકાર દ્વારા અંદાજપત્ર પછીના 12 વેબિનારની શ્રેણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાંથી આ પાંચમો વેબિનાર યોજાયો હતો.

પ્રધાનમંત્રી 4 જુલાઈએ ભીમાવરમ અને ગાંધીનગરની મુલાકાત લેશે

July 01st, 12:16 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4મી જુલાઈ, 2022ના રોજ ભીમાવરમ, આંધ્રપ્રદેશ અને ગાંધીનગર, ગુજરાતની મુલાકાત લેશે. સવારે 11 વાગ્યે, પ્રધાનમંત્રી ભીમાવરમમાં સુપ્રસિદ્ધ સ્વાતંત્ર્ય સેનાની અલ્લુરી સીતારામ રાજુની વર્ષભરની 125મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરશે. ત્યારપછી સાંજે 4:30 વાગ્યે પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ડિજિટલ ઈન્ડિયા વીક 2022નું ઉદ્ઘાટન કરશે.

મધ્ય પ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે ચર્ચા કરતા પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 06th, 12:31 pm

સ્વામિત્વ યોજનાથી જે આત્મવિશ્વાસ, જે ભરોસો ગામડાંમાં આવ્યો છે, તે લાભાર્થીઓ સાથેની વાતચીતમાં પણ ચોખ્ખે ચોખ્ખો વર્તાઈ આવે છે. અને આજે હું અહીં જોઈ રહ્યો છું કે તમે મને વાંસની ખુરશીઓ તો દેખાડી પણ મારી નજર તો દૂર દૂર સુધી જનતા જનાર્દનમાં તેમનામાં ઉત્સાહ છે અને ઉમંગ છે, તેની ઉપર ટકેલી છે. જનતા જનાર્દનનો આટલો પ્રેમ, આટલા આશીર્વાદ મળી રહ્યા છે. તેમનું કેટલું ભલુ થયું હશે તેનો હું સારી રીતે અંદાજ બાંધી શકું છું. આ યોજના કેટલી તાકાત બનીને ઉભરી રહી છે તેનો અનુભવ મને જે સાથીઓ સાથે વાત કરવાની તક મળી તેમણે વિગતે બતાવ્યો છે. સ્વામિત્વ યોજના પછી લોકોને બેંકોમાંથી ધિરાણ મળવું વધુ આસાન બન્યું છે.

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો

October 06th, 12:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશમાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનમંત્રીએ આ પ્રસંગે યોજના અંતર્ગત 1,71,000 લાભાર્થીઓને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગ દરમિયાન કેન્દ્રિય મંત્રીઓ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી, સંસદસભ્યો અને ધારાસભ્યો, લાભાર્થીઓ, ગામડાં, જિલ્લા અને રાજ્યસ્તરના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.

e-RUPI ડિજીટલ પેમેન્ટ સોલ્યુશનના પ્રારંભ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

August 02nd, 04:52 pm

આજે આ મહત્વના કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી જોડાયેલા તમામ રાજ્યપાલ મહોદયો, લેફ્ટેનન્ટ ગવર્નરો, કેન્દ્રના મંત્રી મંડળના મારા સાથીદારો, રિઝર્વ બેંકના ગવર્નર, રાજયોના મુખ્ય સચિવો, અલગ-અલગ ઔદ્યોગિક સંગઠનો સાથે જોડાયેલા સાથીઓ, સ્ટાર્ટઅપ, ફીનટેકની દુનિયા સાથે જોડાયેલ મારા યુવા સાથીદારો, બેંકોના વરિષ્ઠ અધિકારીઓ અને મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રીએ ડિજિટલ ચૂકવણી ઉકેલ ઈ-રૂપિ(e-RUPI) નો આરંભ કર્યો

August 02nd, 04:49 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી એક વ્યક્તિ વિશિષ્ટ અને હેતુ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી ઉપાય ઈ-રૂપિ (e-RUPI)ની શરૂઆત કરી હતી. ઈ-રૂપિ એ ડિજિટલ ચૂકવણી માટેનું એક રોકડ રહિત અને સંપર્કરહિત સાધન છે.

ડિજિટલ ઈન્ડિયા અભિયાનની છઠ્ઠી વર્ષગાંઠ પર પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

July 01st, 11:01 am

આજનો દિવસ ભારતના સામર્થ્ય, ભારતના સંકલ્પ અને ભવિષ્યની અસીમ સંભાવનાઓને સમર્પિત છે. આજનો દિવસ, આપણને એ યાદ અપાવી રહ્યો છે કે એક રાષ્ટ્રના રૂપમાં માત્ર 5-6 વર્ષોની અંદર આપણે ડિજિટલ ક્ષેત્રમા કેટલી ઊંચી છલાંગ લગાવી છે.

ડિજિટલ ઇન્ડિયાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રીએ ચર્ચા કરી

July 01st, 11:00 am

‘ડિજિટલ ઇન્ડિયા’ લોંચ થયું તેના છ વર્ષ પૂરા થયા તે પ્રસંગે આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ‘ડિજિટલ ઇન્ડિયા’ના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી. આ પ્રસંગે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટીના કેન્દ્રીય મંત્રી શ્રી રવિ શંકર પ્રસાદ તથા શિક્ષણ વિભાગના એમઓએસ શ્રી સંજય શામરાવ ધોત્રે પણ ઉપસ્થિત રહ્યા હતા.