પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ધોળાવીરાની મુલાકાત લીધી હતી

August 20th, 11:36 am

પ્રધાનમંત્રી કાર્યાલયે પુરાતત્વવિદ્ શ્રી યદુવીર સિંહ રાવતનો એક લેખ ટાંક્યો છે, જેમાં તેઓ ધોલાવીરા પુરાતત્વીય સ્થળના મહત્વ અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના મંતવ્ય વિશે વાત કરે છે. પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ધોળાવીરાની મુલાકાત લીધી હતી. યાદ રાખો કે ધોળાવીરાને તાજેતરમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટનો દરજ્જો મળ્યો છે.

પ્રધાનમંત્રીએ યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વૈશ્વિક ધરોહરસ્થળ ઘોષિત કરાતા ખુશી વ્યક્ત કરી

July 27th, 07:04 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતમાં હડપ્પા યુગના શહેર, ધોળાવીરાને વૈશ્વિક ધરોહર સ્થળ ઘોષિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે અહીં અવશ્ય જવું જોઈએ, ખાસ કરીને એ લોકોએ જેઓ ઈતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્વમાં રસ ધરાવે છે.