પ્રધાનેમંત્રીએ પાંચ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
June 27th, 10:17 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશન ખાતે પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. પાંચ વંદે ભારત ટ્રેનો છે ભોપાલ (રાણી કમલાપતિ) - ઈન્દોર વંદે ભારત એક્સપ્રેસ; ભોપાલ (રાણી કમલાપતિ) - જબલપુર વંદે ભારત એક્સપ્રેસ; રાંચી - પટના વંદે ભારત એક્સપ્રેસ; ધારવાડ - બેંગલુરુ વંદે ભારત એક્સપ્રેસ અને ગોવા (મડગાંવ) - મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ.ધારવાડમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર ધારવાડ અને આસપાસના વિસ્તારોના લોકોને ઘણો ફાયદો કરશે: પ્રધાનમંત્રી
March 25th, 11:17 am
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ધારવાડમાં ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટરથી ધારવાડ અને તેની આસપાસના વિસ્તારોના લોકોને ઘણો ફાયદો થશે. તે મેન્યુફેક્ચરિંગ અને ઇનોવેશનની દુનિયામાં કર્ણાટકની પ્રગતિને પણ વેગ આપશે,એમ શ્રી મોદીએ ઉમેર્યું.