પ્રધાનમંત્રીએ ધનુષકોડીમાં કોથંદરામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજન-અર્ચન કર્યા

January 21st, 03:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ધનુષકોડીમાં કોથંદરામાસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી.

ડૉ. કલામે ભારતના યુવાનોને પ્રેરણા આપી હતી: વડાપ્રધાન મોદી

July 27th, 12:34 pm

એક સભાને સંબોધતા વડાપ્રધાને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ પી જે અબ્દુલ કલામને ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને કહ્યું, “ડૉ. કલામે કાયમ રામેશ્વરમની સાદાઈ, ઉંડાઈ અને શાંતિ દર્શાવી હતી. શ્રી મોદીએ ડૉ. કલામના યુવાનો સાથેના સંબંધોને યાદ કરીને કહ્યું હતું, ‘ડૉ કલામે ભારતના યુવાનોને પ્રેરણા આપી હતી. હું એ જોઈ રહ્યો છું કે આજનો યુવાન વિકાસની નવી ઉંચાઈએ પહોંચવા માંગે છે અને નોકરીઓ આપવા માંગે છે.”

ડૉ એ પી જે અબ્દુલ કલામ મેમોરીયલનું ઉદ્ઘાટન કરતા વડાપ્રધાન મોદી

July 27th, 12:29 pm

વડાપ્રધાન મોદી આજે રામેશ્વરમમાં ડૉ. એ પી જે અબ્દુલ કલામના મેમોરીયલનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાન કલામ સંદેશ વાહીનીને ઝંડી બતાવી હતી, જે એક પ્રદર્શની બસ છે અને તે દેશના વિવિધ રાજ્યોમાં સફર કરશે. વડાપ્રધાને લાંબા અંતરના ટ્રોલરોને મંજૂરી પત્રો પણ આપ્યા હતા, રામેશ્વરમથી અયોધ્યાની ટ્રેનની એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી હતી તેમજ ગ્રીન રામેશ્વર પ્રોજેક્ટના ઝલકીનું પણ અનાવરણ કર્યું હતું.