બિહારના જમુઈમાં જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળપાઠ

November 15th, 11:20 am

બિહારના રાજ્યપાલ શ્રી રાજેન્દ્ર આર્લેકરજી, બિહારના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી નીતીશ કુમારજી, કેન્દ્રીય મંત્રીમંડળમાં મારા સાથી જુઆલ ઓરાઓનજી, જીતન રામ માંઝીજી, ગિરિરાજ સિંહજી, ચિરાગ પાસવાનજી, દુર્ગાદાસ ઉઇકેજી અને અમે ભાગ્યશાળી છીએ કે બિરસા મુંડાજીના પરિવારના વંશજો આજે આપણી વચ્ચે છે, આમ તો આજે અહીં એક મોટી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિવારના અન્ય તમામ સભ્યો પૂજામાં વ્યસ્ત છે, છતાં બુદ્ધરામ મુંડાજી આપણી વચ્ચે આવ્યા, એ જ રીતે અમે ભાગ્યશાળી છીએ કે સિદ્ધુ કાન્હુજીના વંશજ મંડલ મુર્મુજી પણ આપણી સાથે છે અને મારા માટે ખુશીની વાત છે કે આજે જો હું કહું કે આપણા ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આજે જો કોઈ વરિષ્ઠ નેતા છે તો તે આપણા કરિયા મુંડાજી છે. એક સમયે લોકસભાના ડેપ્યુટી સ્પીકર હતા. તેમને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે અને આજે પણ તેઓ લોકોને માર્ગદર્શન આપે છે. અને જેમ કે આપણા જુઆલ ઓરાઓનજીએ કહ્યું કે તે મારા માટે પિતા સમાન છે. આવા વરિષ્ઠ કરિયા મુંડાજી આજે ખાસ કરીને ઝારખંડથી અહીં આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી, મારા મિત્ર ભાઈ વિજય કુમાર સિંહાજી, ભાઈ સમ્રાટ ચૌધરીજી, બિહાર સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, અન્ય જનપ્રતિનિધિઓ, દેશના ખૂણે ખૂણેથી આવેલા તમામ મહાનુભાવો અને જમુઈના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જનજાતીય ગૌરવ દિવસના અવસરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષની ઉજવણીની શરૂઆત કરી

November 15th, 11:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જનજાતીય ગૌરવ દિવસનાં પ્રસંગે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણીનો શુભારંભ કરાવ્યો હતો તથા બિહારનાં જમુઇમાં આશરે રૂ. 6,640 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું ભૂમિપૂજન અને ઉદઘાટન કર્યું હતું.

વારાણસીમાં વિવિધ પરિયોજનાઓનાં ઉદ્‌ઘાટન અને લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 18th, 02:16 pm

મારી કાશીનાં લોકોના આ જોશે, ઠંડીની આ સિઝનમાં પણ ગરમી વધારી દીધી છે. કા કહલ જાલા બનારસ મેં....જિયા રજા બનારસ!!! અચ્છા, શુરૂઆત મેં હમ્મે એક ઠે શિકાયત હ...કાશી કે લોગન સે. કહીં હમ આપન શિકાયત? એ સાલ હમ દેવ દીપાવલી પર ઈહાં ના રહલી, ઔર એદા પારી દેવ દીપાવલી પર, કાશી કે લોગ સબ મિલકર રિકોર્ડ તોડ દેહલન.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશનાં વારાણસીમાં રૂ. 19,150 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું

December 18th, 02:15 pm

આ પ્રોજેક્ટ્સમાં અન્ય રેલવે પ્રોજેક્ટ્સની સાથે ન્યૂ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર-ન્યૂ ભાઉપુર ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદઘાટન સામેલ છે. તેમણે નવા ઉદ્ઘાટન થયેલા ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર ખાતે વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, દોહરીઘાટ-મઉ મેમુ ટ્રેન અને લાંબા અંતરની માલગાડીઓની જોડીને લીલી ઝંડી આપી હતી. તેમણે બનારસ લોકોમોટિવ વર્ક્સ દ્વારા બનાવવામાં આવેલા 10,000માં એન્જિનને લીલી ઝંડી પણ આપી હતી. તેમણે 370 કરોડથી વધુના ખર્ચે બે આરઓબી સાથે ગ્રીન-ફિલ્ડ શિવપુર-ફુલવારિયા-લહરતારા રોડનું લોકાર્પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદઘાટન કરેલા અન્ય મુખ્ય પ્રોજેક્ટ્સમાં 20 માર્ગોને મજબૂત અને પહોળા કરવાનો સમાવેશ થાય છે. કૈથી ગામમાં સંગમ ઘાટ રોડ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલમાં રહેણાંક મકાનોનું નિર્માણ, પોલીસ લાઇન અને પીએસી ભુલનપુરમાં 200 અને 150 બેડની બે બહુમાળી બેરેકની ઇમારતો, 9 સ્થળોએ સ્માર્ટ બસ આશ્રયસ્થાનો અને અલાઇપુરમાં 132 કિલોવોટ સબસ્ટેશનનું નિર્માણ. તેમણે સ્માર્ટ સિટી મિશન અંતર્ગત યુનિફાઇડ ટૂરિસ્ટ પાસ સિસ્ટમનો પણ શુભારંભ કરાવ્યો હતો.

કાશી દેવ દીપાવલીનો પર્યાય છે : પ્રધાનમંત્રી શ્રી

November 27th, 10:08 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કાશીની દેવ દીપાવલીમાં ભારતની સાંસ્કૃતિક ગતિશીલતાની ઝલક મેળવનાર વિવિધ દેશોના રાજદ્વારીઓની હાજરી અંગે ખુશી વ્યક્ત કરી હતી.

140 કરોડ લોકો ઘણા ફેરફારો લાવી રહ્યા છે: પીએમ મોદી મન કી બાત દરમિયાન

November 26th, 11:30 am

મારા પરિવારજનો, ૨૬ નવેમ્બરનો આજનો આ દિવસ એક બીજા કારણથી પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. 1949માં આજના જ દિવસે સંવિધાન સભાએ ભારતના સંવિધાનને અંગીકાર કર્યું હતું. મને યાદ છે, જયારે વર્ષ 2015માં આપણે બાબાસાહેબ આંબેડકરની 125મી જયંતિ ઉજવી રહ્યા હતા, તે સમયે એવો વિચાર આવ્યો હતો કે 26 નવેમ્બરને “સંવિધાન દિવસ” તરીકે મનાવવામાં આવે. અને ત્યારથી દર વર્ષે આજના આ દિવસને આપણે સંવિધાન દિવસના રૂપમાં મનાવતા આવ્યા છીએ. હું બધા દેશવાસીઓને સંવિધાન દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. અને આપણે બધા મળીને, નાગરિકોના કર્તવ્યને પ્રાથમિકતા આપતા, વિકસિત ભારતના સંકલ્પને જરૂર પૂરૂં કરીશું.

પ્રધાનમંત્રીએ કાશીમાં દેવ દિવાળીની ઉજવણીની ઝલક શેર કરી

November 07th, 10:19 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશીમાં દેવ દિવાળીની ઉજવણીની સુંદર ઝલક શેર કરી છે.

પ્રધાનમંત્રી શ્રીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી

November 07th, 05:37 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાર્તિક પૂર્ણિમા અને દેવ દીપાવલીના અવસર પર શુભેચ્છાઓ પાઠવી છે.