રાજ્યસભાના ઉપાધ્યક્ષ તરીકે શ્રી હરિવંશ નારાયણને ચૂંટાવા બદલ પ્રધાનમંત્રીએ આપેલા નિવેદનનો મૂળપાઠ

September 14th, 05:49 pm

સામાજિક કાર્યો અને પત્રકારત્વની દુનિયામાં હરિવંશજીએ જે પ્રકારે તેમની ઇમાનદારીપૂર્ણ ઓળખ બનાવી છે તેના કારણે મારા મનમાં હંમેશા તેમના પ્રત્યે ખૂબ જ આદરભાવ રહ્યો છે. મેં અનુભવ્યું છે કે, હરિવંશજી માટે જે આદર અને આત્મીયતા મારા મનમાં છે, તેમને નજીકથી ઓળખનારા લોકોના મનમાં છે, એ જ આત્મીયતા અને આદર આજે ગૃહના દરેક સભ્યોના મનમાં પણ છે. આ ભાવ, આ આત્મીયતા હરિવંશજીએ પોતે કમાયેલી મૂડી છે. તેમની જે કાર્યશૈલી છે, જે પ્રકારે ગૃહની કાર્યવાહી તેઓ ચલાવે છે, તેને જોતા આ સ્વાભાવિક છે. ગૃહમાં નિષ્પક્ષરૂપે તમારી ભૂમિકા લોકશાહીને મજબૂત બનાવે છે.

રાજ્યસભામાં ઉપસભાપતિ તરીકે શ્રી હરિવંશને શુભકામના પાઠવવા માટે પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનનો મૂળપાઠ

August 09th, 11:59 am

હું સૌપ્રથમ સદન તરફથી અને મારા તરફથી નવનિયુક્ત ઉપસભાપતિ શ્રીમાન હરિવંશજીને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. આપણા માટે ખુશીની વાત છે કે સ્વાસ્થ્ય લાભ પછી આપણા અરુણજી પણ આજે આપણા સૌની વચ્ચે છે. આજે 9 ઓગસ્ટ છે.

શ્રી હરિવંશના રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા પ્રસંગે પ્રધાનમંત્રીનું નિવેદન

August 09th, 11:58 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી હરિવંશજીને રાજ્યસભાના ઉપસભાપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.