'મન કી બાત'ના શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી એન્કર છેઃ પીએમ મોદી

September 29th, 11:30 am

મારા વ્હાલા દેશવાસીઓ, નમસ્કાર. ‘મન કી બાત’માં એક વાર ફરી આપણને જોડાવવાનો અવસર મળ્યો છે. આજનો આ episode મને ભાવુક કરનારો છે, મને ઘણી જૂની યાદોથી ઘેરી રહ્યો છે – કારણ એ છે કે ‘મન કી બાત’ની આપણી આ યાત્રાને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 10 વર્ષ પહેલા ‘મન કી બાત’નો પ્રારંભ 3 ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે થયો હતો અને આ કેટલો પવિત્ર સંયોગ છે, કે આ વર્ષે 3 ઓક્ટોબરે જ્યારે ‘મન કી બાત’ને 10 વર્ષ પૂરા થશે, ત્યારે, નવરાત્રિનો પહેલો દિવસ હશે. ‘મન કી બાત’ની લાંબી યાત્રાના કેટલાય એવા પડાવ છે, જેને હું ક્યારેય ભૂલી નહિ શકું. ‘મન કી બાત’ના કરોડો શ્રોતાઓ આપણી આ યાત્રાના એવા સાથી છે, જેમનો મને નિરંતર સહયોગ મળતો રહ્યો છે. દેશના ખૂણે-ખૂણે તેમણે જાણકારી ઉપલબ્ધ કરાવી. ‘મન કી બાત’ના શ્રોતાઓ જ આ કાર્યક્રમના ખરા સૂત્રધાર છે. સામાન્ય રીતે એક એવી ધારણા ઘર કરી ગઈ છે કે જ્યાં સુધી ચટપટી વાતો ન હોય, નકારાત્મક વાતો ન હોય ત્યાં સુધી તેને વધુ ધ્યાન નથી મળતું. પરંતુ ‘મન કી બાત’એ સાબિત કર્યું છે કે દેશના લોકોમાં positive માહિતીની કેટલી ભૂખ છે. Positive વાતો, પ્રેરણાથી ભરી દેનારા ઉદાહરણો, હિંમત આપનારી ગાથાઓ, લોકોને ખૂબ પસંદ આવે છે. જેમ એક પક્ષી હોય છે ‘ચાતક’ જેના માટે કહેવાય છે કે તે માત્ર વરસાદના ટીપાં જ પીએ છે. ‘મન કી બાત’માં આપણે જોયું કે લોકો પણ ચાતક પક્ષીની જેમ, દેશની સિદ્ધિઓને, લોકોની સામૂહિક સિદ્ધિઓને, કેટલા ગર્વથી સાંભળે છે.

યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ ભારતને 297 પ્રાચીન વસ્તુઓ પરત કરી

September 22nd, 12:11 pm

ગાઢ દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અને વધુ સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે, યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટના શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરો અને ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના પુરાતત્વીય સર્વેક્ષણે જુલાઈ 2024 માં સાંસ્કૃતિક સંપત્તિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સાંસ્કૃતિક વારસાના રક્ષણ માટે સહકાર વધારવા માટે રાષ્ટ્રપતિ બિડેન અને પ્રધાનમંત્રી મોદી દ્વારા કરવામાં આવેલી પ્રતિબદ્ધતાઓ, જૂન 2023માં તેમની બેઠક પછી જારી કરાયેલ સંયુક્ત નિવેદનમાં પ્રતિબિંબિત થાય છે.

ફેક્ટ શીટ: 2024 ક્વાડ લીડર્સ સમિટ

September 22nd, 12:06 pm

21 સપ્ટેમ્બર, 2024ના રોજ, રાષ્ટ્રપતિ જોસેફ આર. બાઈડેન, જુનિયરે ચોથી ક્વોડ લીડર્સ સમિટ માટે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસ, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિયો અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિલમિંગ્ટન, ડેલવેરમાં હોસ્ટ કર્યા હતા.

ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ તરફથી વિલમિંગ્ટન ઘોષણા સંયુક્ત નિવેદન

September 22nd, 11:51 am

આજે, અમે - ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની આલ્બેનીઝ, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, જાપાનના પ્રધાનમંત્રી કિશિદા ફ્યુમિઓ અને યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જોસેફ આર. બિડેન જુનિયર - ચોથી વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટ માટે મળ્યા હતા, જેનું આયોજન ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં રાષ્ટ્રપતિ બિડેન દ્વારા કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન મોદી ન્યૂયોર્ક પહોંચ્યા

September 22nd, 11:19 am

ડેલવેરમાં ક્વોડ લીડર્સની સફળ સમિટના સમાપન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડા સમય પહેલા ન્યૂયોર્ક પહોંચ્યા હતા. તે શહેરમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં એક કોમ્યુનિટી ઈવેન્ટ અને 'સમિટ ઓફ ધ ફ્યુચર'નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રીની ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

September 22nd, 07:16 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી મહામહિમ એન્થોની અલ્બેનીઝ વિલ્મિંગ્ટન, યુએસએમાં 6ઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટ દરમિયાન મળ્યા હતા. મે 2022થી આ તેમની નવમી વ્યક્તિગત વાતચીત હતી.

પ્રધાનમંત્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત

September 22nd, 06:01 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે 21 સપ્ટેમ્બર 2024ના રોજ વિલ્મિંગ્ટન, ડેલવેરમાં ક્વાડ લીડર્સ સમિટની સાથે, યુએસએમાં જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાએ મુલાકાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વોડ લીડર્સ સમિટમાં ભાગ લીધો

September 22nd, 05:21 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બર, 2024ના રોજ ડેલાવેરના વિલ્મિંગ્ટનમાં છઠ્ઠી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લીધો હતો, જેનું આયોજન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ આર. બિડેન, જુનિયરે કર્યું હતું. ઓસ્ટ્રેલિયાનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી એન્થની આલ્બેનીઝ અને જાપાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફુમિયો કિશિદાએ પણ ભાગ લીધો હતો.

પ્રધાનમંત્રીએ વિલ્મિંગ્ટન ડેલાવેરમાં યુએસએના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી

September 22nd, 02:02 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ડેલાવેરમાં ક્વાડ સમિટ અંતર્ગત યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી જોસેફ બિડેન સાથે મુલાકાત કરી. એક વિશેષ ભાવ-ભંગિમા અંતર્ગત રાષ્ટ્રપતિ બિડેને વિલ્મિંગ્ટનમાં તેમના ઘરે બેઠકનું આયોજન કર્યું હતું.