તાન્ઝાનિયાનાં રાષ્ટ્રપતિની ભારતની સત્તાવાર મુલાકાત અને ભારત અને તાન્ઝાનિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની શરૂઆત દરમિયાન સંયુક્ત નિવેદન (8-10 ઑક્ટોબર, 2023)
October 09th, 06:57 pm
પ્રજાસત્તાક ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુનાં આમંત્રણ પર સંયુક્ત પ્રજાસત્તાક તાન્ઝાનિયાનાં રાષ્ટ્રપતિ મહામહિમ સામિયા સુલુહુ હસને 8-10 ઑક્ટોબર, 2023 સુધી પ્રજાસત્તાક ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી. મહામહિમ રાષ્ટ્રપતિ સામિયા સુલુહુ હસનની સાથે એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું, જેમાં વિદેશ બાબતો અને પૂર્વ આફ્રિકન સહકાર મંત્રી માનનીય જાન્યુઆરી માકમ્બા (એમપી) અને વિવિધ ક્ષેત્રોના અન્ય સભ્યો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ તેમજ તાન્ઝાનિયા બિઝનેસ કમ્યુનિટીના સભ્યો સામેલ હતા.